For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

..તો હવામાં પણ ઉડી શકશે તમારી બાઇક

|
Google Oneindia Gujarati News

આજે બજારમાં અનેક પ્રકારની બાઇક આપણે જોઇએ છીએ. ઓટોમોબાઇલ વિશ્વમાં વિવિધ બાઇક નિર્માણ કરતી કંપનીઓ દ્વારા સતત કંઇકને કંઇક અનોખું અને અન્ય બાઇક્સ કરતા વિશિષ્ટ ફીચર્સ ધરાવતી બાઇક્સને લોન્ચ કરવામાં આવે છે અને યુવાનોને પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે, આવું જ કંઇક એરોફેક્સ નામની કંપની કરવા જઇ રહી છે.

એરો-એક્સ સીધી હોલિવુડની સાયન્સ ફિક્શન ફિલ્મમાંથી આવી હોય તેવું લાગે છે. તેણે કેલિફોર્નિયા સ્થિત કંપની એરોફેક્સે બનાવી છે. આ હવરબાઇક કરતા વધારે ફ્લાઇંગ મોટરસાઇકલ છે. એરો-એક્સની સૌથી સારી વાત એછે કે અન્ય પ્રોટોટાઇપ વાહનો કે જેમની લોન્ચની કોઇ ચોખ્ખી તારીખનો અંદાજો નથી હતો, પરંતુ હવરબાઇક 2017માં લોન્ચ કરવામા આવશે અને તમે આ બાઇક માટે તેની વેબસાઇટ પર પણ ઓર્ડર કરી શકો છો, તો ચાલો તસવીરો થકી આ બાઇક અંગે આછેરી માહિતી મેળવીએ.

એરો એક્સ અંગે માહિતી

એરો એક્સ અંગે માહિતી

એરોએક્સ અંગે વધારે જાણવા માટે અને તેની ટેસ્ટ રાઇડનો વીડિયો જોવા માટે તસવીરો પર ક્લિક કરો.

બે લોકો બેસી શકે તેવી વ્યવસ્થા

બે લોકો બેસી શકે તેવી વ્યવસ્થા

એરો એક્સમાં પણ અન્ય બાઇક્સની જેમ બે લોકો બેસી શકે તેવી વ્યવસ્થા આપવામાં આવી છે, પરંતુ તેમાં વ્હીલના બદલે જમીનની સમાન્તર કાર્બન ફાઇબરના બે રોટર્સ લાગેલા છે.

રોટર્સ ફરતા હેલિકોપ્ટરની માફક ઉપર જવા લાગે છે

રોટર્સ ફરતા હેલિકોપ્ટરની માફક ઉપર જવા લાગે છે

રોટર્સ ફરવાની શરૂઆત કરતા જ બાઇક કોઇ હેલિકોપ્ટરની જેમ ઉપર ઉઠવા લાગે છે. એરો એક્સ જમીનથી અંદાજે નવ ફૂટ ઉપર ઉડી શકે છે.

બાઇકનું વજન

બાઇકનું વજન

આ હવર બાઇકનું વનજ 356 કેજી છે અને તે 140 કેજી સુધીનું વજન ઉઠાવી શકે છે. તે જમીનથી સીધી ઉપર અને નીચે જઇ શકે છે.

બાઇકની ઝડપ

બાઇકની ઝડપ

આ બાઇકની ઝડપ 68 કિ.મી પ્રતિ કલાકની હોય શકે છે. ટ્રાયલ રનમાં એ વાત સામે આવી છેકે તે એકવાર ટેન્ક ફૂલ કરાવ્યા બાદ 75 મીનિટ સુધી ઉડી શકે છે.

સામાન્ય મોટરસાઇકલ જેવી

સામાન્ય મોટરસાઇકલ જેવી

આ બાઇકને સંભાળવી એ કોઇ સામાન્ય બાઇકને સંભાળવા સમાન છે. હવરબાઇક રાઇડરના ઝૂકાવના મૂવમેન્ટ પર પ્રતિક્રિયા આપે છે. આ મોટરસાઇકલની જેમ સ્ટેરિંગ હેન્ડની જેમ જ આવે છે.

શું કહે છે સંસ્થાપક

શું કહે છે સંસ્થાપક

એરોફેક્સના સંસ્થાપક માર્ક ડે રોચે અનુસાર આ બાઇકને શીખવા માટે માત્ર બે દિવસની જ જરૂર રહે છે.

આ બાઇકની કિંમત

આ બાઇકની કિંમત

એરો એક્સની અંદાજીત કિંમત 85 હજાર ડોલર એટલે કે 50 લાખની આસપાસ હોય શકે છે અને તમે તેને 5000 હજાર ડોલર આપીને કંપનીની વેબસાઇટ પર બુક કરાવી શકો છો, જે રિફંડેબલ હશે.

ટેસ્ટ રાઇડનો વીડિયો

એરોએક્સની ટેસ્ટ રાઇડનો વીડિયો અહી રજૂ કરવામા આવ્યો છે.

English summary
Aero-X is a hoverbike developed by Aerofex. Aero-X is like a motorcycle that hovers above the ground & is controlled like a bike.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X