વાંચો, કયા ખાસ ફીચર લઇને આવી છે, હોન્ડાની નવી સિટી કાર
નવી દિલ્હી ખાતે યોજાયેલી એક ખાસ ઇવેન્ટ દરમિયાન કાર નિર્માણ કરતી કંપની હોન્ડા દ્વારા તેની ઓલ ન્યુ 2014 હોન્ડા સિટીને વૈશ્વિક ફલક પર મુકી છે. હાલ માર્કેટમાં જે મોડલ્સ છે તેના કરતા અનેકગણા સારા ફીચર્સ અને ઇમ્પ્રુવમેન્ટ્સ સાથે આ ફોર્થ જનરેશન હોન્ડા સિટી સિડાન કારને રજુ કરવામાં આવી છે. જો કે સૌથી શાનદાર ઇમ્પ્રુવમેન્ટ્સ એ છે કે આ નવી એડિશનમાં ડીઝલ એન્જીન છે.
2014 હોન્ડા સિટીમાં 1.5 લીટર i-VTEC પેટ્રોલ એન્જીન અને પહેલીવાર 1.5 લીટર i-DTEC ડીઝલ એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફ્યુલ ઇકોનોમી ઇમ્પ્રુવમેન્ટ ધરાવતા આ બન્ને એન્જીન છે. ટૂંકમાં કહીંએ તો નવી હોન્ડા સિટી લાર્જર, વધુ પ્રિમિયમ અને સ્માર્ટર લૂક સાથે લોન્ચ કરવામાં આવી છે. તો ચાલો તસવીરો થકી જાણીએ નવી હોન્ડા સિટીમાં કયા ખાસ ફીચર આપવામાં આવ્યા છે.

એક્સાઇટિંગ ડિઝાઇન
હોન્ડાની નવી એક્સાઇટિંગ એચ ડિઝાઇન પહેલી વાર સિટી કાર સાથે લોન્ચ કરવામાં આવી છે. તેના ફ્રન્ટ ગ્રીલ અને બમ્પરમાં ફોગ લેમ્પ હાઉસિંગ, શાર્પ એન્જલ્સ છે જે હોન્ડાની નવી ફિટ અને જઝ્ઝમાં આગામી વર્ષમાં જોવા મળશે.

લાંબી સિડાન કાર
આ કારને નવી જઝ્ઝ કારના પ્લેટફોર્મ પર જ બનાવવામાં આવી છે. નવી હોન્ડા સિટી તેના હાલના મોડલ કરતા લાંબી છે. તેની લેંથ 4440 એમએમ છે. વ્હીલબેસને 50 એમએમથી 2600 એમએમ છે. તેની ઉંચાઇ 10 એમએમથી 1495 એમએમ અને લંબાઇ 1695 એમએમ છે. તેમજ તેમાં સ્પેસિયસ ઇન્ટિરિયર છે, જેથી કંપની દ્વારા તેને વાઇડેસ્ટ કાર ગણાવવામાં આવી રહી છે.

ફીચર્સ અને ઇક્વિપ્મેન્ટ્સ
નવી હોન્ડા સિટીમાં પહેલા કરતા વધારે ઇક્વિપ્મેન્ટ્સ છે. કારમાં 5 ઇંચનું ટચ સ્ક્રીન છે, જે માત્ર એન્ટરટેઇનમેન્ટ સિસ્ટમ અને નેવિગેશન જ નહીં પરંતુ એસીને પણ કન્ટ્રોલ કરે છે. કારમાં આઠ સ્પિકર સિસ્ટમ, યુએસબી, એમપી 3 અને બ્લુટૂથ કનેક્ટિવિટી તેમજ ફોર પાવર આઉટલેટ કોઇપણ ઇલેક્ટ્રોનિક ડિવાઇઝને ચાર્જ કરવા માટે છે.

અન્ય ફીચર
અન્ય ફીચરની વાત કરવામાં આવે તો સનરૂપ, ક્રુઝ કન્ટ્રોલ, સ્ટાર્ટ-સ્ટોપ સિસ્ટમ, રિયર વ્યુ કેમેરા અને રિયર એર કોન વેન્ટ્સ નવી હોન્ડા સિટીમાં પહેલીવાર જોવા મળશે. આ કાર પહેલા કરતા વધુ પ્રિમિયમ હોવાનો અહેવાસ કરાવે છે.

બૂકિંગ શરૂ
નવી 2014 હોન્ડા સિટીનું બૂકિંગ ચાલું છે. જેની ડિલેવરી જાન્યુઆરીથી કરવામાં આવશે. કારની િકંમત સહિતની માહિતી જાન્યુઆરીમાં જણાવવામાં આવનારી છે.












Click it and Unblock the Notifications
