બાઇક રસિયાઓનું દિલ જીતવા આવી રહી છે આ શાનદાર સવારી
વિશ્વભરમાં એકથી એક ચઢિયાતી અને શાનદાર બાઇક્સ રજૂ કરનારી ઇટલીની પ્રમુખ ટૂ વ્હીલર નિર્માતા કંપની અપ્રીલિયા ભારતીય બજારમાં પોતાની શાનદાર બાઇક્સને રજૂ કરવાની યોજના બનાવી રહી છે. તેમને જણાવી દઇએ કે ગત ઓટો એક્સપોમાં અપ્રીલિયાએ દેશમાં પહેલીવાર પોતાની બાઇક્સને રજૂ કરી હતી. અપ્રીલિયાની બાઇક્સના આગમનથી સ્પોર્ટ બાઇક રજૂ કરનારી અનેક કંપનીઓને ભારતમાં એક તગડો સ્પર્ધક મળી રહેશે અને આ સાથે જ સ્પોર્ટ બાઇક રસિયાઓને એક નવું ઓપ્શન પણ મળી રહેશે.
ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી અપ્રીલિયાની શાનદાર બાઇક્સ ભારતીય યુવાઓને લચાવવા માટે સંપૂર્ણ પણે તૈયાર છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં હેવી સીસીની એન્જીન ક્ષમતાની સ્પોર્ટ બાઇકની માંગ વઘી ગઇ છે. સ્પોર્ટ બાઇક્સની રેજન્માં સૌથી વધુ 200 સીસી અને 2500 સીસીની બાઇકનું વેંચાણ થઇ રહ્યું છે.
આ જ યાદીમાં અપ્રીલિયા પણ પોતાની પહેલી 250 સીસીની ક્ષમતાની બાઇકને રજૂ કરવા જઇ રહી છે. તો ચાલો તસવીરો થકી અપ્રીલિયાની બાઇક લોન્ચિંગ યોજના અંગે માહિતી મેળવીએ.

ચાલુ વર્ષમાં કરી શકે છે લોન્ચ
મળતી માહિતી અનુસાર અપ્રીલિયા ચાલુ વર્ષના અંત સુધીમાં ભારતીય બજારમાં પોતાની બાઇક્સને લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.

હાલ ઇમ્પોર્ટ કરીને લાવવામાં આવે છે બાઇક
નોંધનીય છે કે, હાલના સમયે ભારતીય બજારમાં અપ્રીલિયાની બાઇક સ્પષ્ટ રીતે વેચવામાં આવતી નથી. આ બાઇકને ઇમ્પોર્ટ કરીને દેશના રસ્તાઓ પર ઉતારવામાં આવી રહી છે.

ચુકવવી પડી રહી છે મોટી કિંમત
અપ્રીલિયાની બાઇકને ઇમ્પોર્ટ કરીને લાવવી પડતી હોવાથી તેની મૂળ કિંમત કરતાં વધુ કિંમત ચૂકવવી પડી રહી છે. જો કે, કંપની હવે સીધી રીતે પોતાની બાઇક વેચવાની યોજના બનાવી રહી છે. જેથી લોકોને સહેલાયથી બાઇક મળી શકે.

કઇ-કઇ બાઇકને મળી શકે છે પડકાર
અપ્રીલિયાની બાઇક આવવાથી બજાજની કાવાસાકી નિન્ઝા 250, યામાહા ફેઝર 250 સહિતની બાઇક સીધો પડકાર મળશે.












Click it and Unblock the Notifications
