For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૂલ હાઇવે પર ધૂમ મચાવો અશોક લેલેન્ડ 'સ્ટાઇલ'માં

|
Google Oneindia Gujarati News

દેશની બીજી સૌથી મોટી વ્યવસાયિક વાહન નિર્માતા કંપની અશોક લેલેન્ડ ભારતીય બજારમાં પોતાની પેસેન્જ વ્હીકલ સેગ્મેન્ટની શરૂઆત કરવા જઇ રહી છે. અશોક લેલેન્ડે મંગળવારે દેશના રસ્તા પર પોતાની હેલી એમપીવી કાર સ્ટાઇલને રજૂ કરી છે. કંપની પોતાની આ કારને ઓછી કિંમતમાં રજૂ કરશે, સાથે કાર પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ત્રણેય વિકલ્પ સાથે રસ્તા પર ઉતારાઇ છે.

તાજેતરમાં જ કંપનીએ પોતાની સ્ટાઇલનું ચેન્નાઇના રસ્તાઓ પર પરીક્ષણ પણ કર્યું છે. તમને જણાવી દઇએ કે હાલના સમયે જાપાની કાર નિર્માતા કંપની નિસાન દેશમાં અશોક લેલેન્ડ સાથે મળીને કામ કરી રહી છે. તમને નિસાનની તાજેતરમાં જ રજૂ કરવામાં આવેલી એમપીવી ઇવાલિયા તો યાદ જ હશે, અશોક લેલેન્ડની આ નવી એમપીવી સ્ટાઇલ એ જ આધાર પર તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત કંપની નિસાન સાથે મળીને એક લાઇટ કોમિર્શિયલ વ્હિકલને પણ બજારમાં ઉતારવા જઇ રહી છે.

સ્લાઇડિંગ ડોર ઓપ્શન

સ્લાઇડિંગ ડોર ઓપ્શન

અશોક લેલેન્ડની આ એમપીવીની એસેસરિઝ અંગે વાત કરવામાં આવે તો કંપનીએ આ કારમાં સ્લાઇડિંગ ડોર ઓપ્શન આપ્યું છે. તેમજ દેખાવે આ કાર નિસાની એમપીવી ઇવાલિયાને ઘણી મળતી આવે છે.

85 બીએચપી એન્જીનનો પ્રયોગ

85 બીએચપી એન્જીનનો પ્રયોગ

કંપનીએ આ એમપીવીમાં પણ 85 બીએચપીના એન્જીનનો ઉપયોગ કર્યો છે. જેનો ઉપયોગ આ પહેલા સન્ની, સ્કોલા અને ઇવાલિયામાં કરવામાં આવી ચૂક્યો છે. અશોક લેલેન્ડની આ કારને શહેરી લોકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

વધુ સ્પેશ આપનારી કાર

વધુ સ્પેશ આપનારી કાર

જેમ કે હાલના સમયે મોટા પરિવારોમાં વધુ સ્પેશવાળી કારના ચલણે વેગ પકડ્યું છે, કંપનીને આશા છે કે આવા પરિવાર માટે નવી સ્ટાઇલ ઘણી શાનદાર સાબિત થશે. તમને જણાવી દઇએ કે, ભારતીય બજારમાં ટોયોટા ઇનોવા, મારુતિ સુઝૂકી એરટિગા, નિસાન ઇવાલિયા, મહિન્દ્રા ઝાયલો જેવી એમપીવીએ બજારમાં સારી એવી પકડ બનાવેલી છે. તો જનરલ મોટર્સની સબ બ્રાન્ડ શેવરોલે અંતર્ગત તેમની પહેલી એમપીવી ઇન્જોયને રજૂ કરીને એમપીવી બજારમાં ગરમાવો લાવી દીધો છે.

English summary
Country's major commercial vehicle maker Ashok Leyland is going to enter in passenger car market. Ashok Leyland will launch it's most awaited MPV Stile on 16th July.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X