'ફિક્શનલ વર્લ્ડ'માં ઑડીની એન્ટ્રી, વિચારતા કરી દેશે આ કાર
જર્મનીની ત્રણ ઓટો જાયન્ટમાં ઑડી કંપની સૌથી એક્ટિવ કાર નિર્માણ કરતી કંપની છે અને જ્યારે હોલિવુડમાં પોતાની કારને પ્રમોટ કરવાની વાત આવે ત્યારે આ કાર કંપની અન્ય તમામ કાર નિર્માતા કંપનીને ઘણી પાછળ છોડી દે છે. ઑડી કારનું એસોશિએશન માર્વેલ મૂવીઝ સાથે છે, ખાસ કરીને આયર્ન મેન ફ્રેન્ચાઝી સાથે, જે વાત બધાને માલુમ હશે પરંતુ હવે ફરીથી આ કાર એક સાયન્ટિફીક ફિલ્મમાં જોવા મળવાની છે. ઑડીની એક કોન્સેપ્ટ કાર તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ વોલ્વેરિનમાં છે.
ઑડી દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી ફ્લીટ શટલ કુઆત્રો નામની કોન્સેપ્ટ કાર ટૂંક સમયમાં જ વધુ એક ફિલ્મમાં જોવા મળવાની છે, જો કે, આ માત્ર એક કોન્સેપ્ટ કાર જ છે અને તેનું પ્રોડક્શન કરવામાં આવ્યું નથી. એન્ડેર્સ ગેમ નામની એક સાયન્ટિફીક કારમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો ચાલો તસવીરો થકી આ કાર અંગે માહિતી મેળવીએ.

સાયન્સ ફિક્શન ફિલ્મમાં ઑડીની કારનો ઉપયોગ
આ પહેલીવાર નથી બની રહ્યું કે, સાયન્સ ફિક્શન મૂવીમાં ઑડીની કોન્સેપ્ટ કારનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. જો તમને યાદ હોય તો 2004માં એક સાયન્સ ફિક્શન મૂવી રજૂ થઇ હતી, આઇ રોબોટ, આ ફિલ્મમાં ઑડીની આરએસક્યૂ કોન્સેપ્ટ કાર છે.

આ વખતે થોડીક અલગ છે કાર
આ વખતે ઑડી દ્વારા થોડી અલગ કાર દર્શાવવામાં આવી છે. આ કારમાં ઑડીના વોર્સપ્રંગ ડર્ક ટેક્નિકનો ઉપયોગ કરાયો છે અને આ કોઇ રીયલ કાર નથી અને આ ડિઝાઇન સંપૂર્ણપણે વર્ચ્યૂઅલ્ ક્રિએશન છે. તેમજ આગામી સમયમાં આ મોડલ રીયલ કાર બનશે કે નહીં તે અંગે પણ હાલ કોઇ યોજના જણાતી નથી.

ફિક્શનલ વર્લ્ડનો ભાગ
આ ફિલ્મમાં ઑડી દ્વારા પ્રોગ્રેસ દર્શાવવામાં આવ્યું છે અને ફિલ્મના મહત્વના સીનમાં આ કારને દર્શાવવામાં આવી છે. જેના કારણે ઑડી હવે ફિક્શનલ વિશ્વનો એક રીતે ભાગ બની ગઇ છે.
એન્ડેર્સ ગેમ ફિલ્મનો પ્રોમો વીડિયો
અહીં હોલિવુડની સાયન્સ ફિક્શન મૂવીનો પ્રોમો દર્શાવવામાં આવ્યો છે, જેમાં ઑડીની કારનો ઉપયોગ કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
