સેલિબ્રિટીઝની હાજરીમાં લોન્ચ થઇ ઑડીની લક્ઝરી કાર્સ
જર્મનીની કાર નિર્માતા કંપની ઑડીની ચમક-દમક અને ભવ્યતાથી પરિપૂર્ણ ફૈશન સપ્તાહ ડેલ્હી કાઉચર વીક(ડીસીડબલ્યુ)માં લક્ઝરી સ્પોર્ટ્સ કાર્સની નવી શ્રેણી જારી કરી છે. ઑડી આર8વી પ્લસ, ઑડી આરએસ 5, ઑડી એસ6 અને ઑડી ટીટી મોડલ શુક્રવાર રાત્રે લોન્ચ કરવામાં આવી. આ દરમિયાન મંચ પર કારની સાથે અભિનેત્રી ફ્રીડ પિન્ટો પણ હાજર રહી હતી.
ફેશન સપ્તાહના ત્રીજા દિવસે શુક્રવારે રાત્રે ડિઝાઇનર વરૂણ બહલના શોની શરૂઆત આ કારને રજૂ કરવામાં આવી. ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનર'ની અભિનેત્રી ફ્રીડા બ્લેક અને મટમૈલે રંગના ચુસ્ત વસ્ત્રોમાં આકર્ષક લાગી રહી હતી. તેમણે ઑડી ઇન્ડિયાના પ્રમુખ માઇકલ પર્સકેની સાથે તેને લોન્ચ કરી. તો ચાલો તસવીરો થકી જોઇએ, દિલ્હી કાઉચર વીક દરમિયાન રજૂ કરવામાં આવેલી ઑડીની શાનદાર કાર્સ.

ઑડી કાર અને પિન્ટોનો સાથ
ઑડીની શાનદાર કાર, ઑડી આર8 વી પ્લસ સાથે ફ્રીડા પિન્ટો અને ઑડી ઇન્ડિયાના હેડ માઇકલ પર્સકે.

ઑડીની શાનદાર કાર એસ6
ઑડીની લક્ઝરી કાર એસ6ની સાથે પોઝ આપી રહેલી એક સુંદર મોડલ. આ આયોજનમાં ઑડીએ પોતાની પસંદગીની સ્પોર્ટ અને લક્ઝરીની રેન્જને રજૂ કરી છે.

ઑડી આરએસ5 સાથે મોડલ
આ આયોજન દરમિયાન માઇકલ પર્સકેએ કહ્યું કે, વિશ્વભરમાં ઑડી પાસે સ્ટાઇલ અને ડિઝાઇનના મામલે મજબૂત સંપર્ક અને સામર્થ્ય છે, જે સમય-સમય પર સફળ મોડલ્સ દ્વારા ઑડીને લોન્ચ કરવામાં આવતી વેળા સ્પષ્ટપણે જોવા મળે છે.

કાર લોન્ચિંગ વખતે પર્સકે અને પિન્ટો
પર્સકેએ કહ્યું કો, ઑડી 2014 બાદ શિયાળાની શ્રેણીના ભાગરૂપે અમારી નવી સ્પોર્ટ્સ કારમાં ઑડી આર 8 વી 18 પ્લસ, ઑડી આરએસ 5, ઑડી એસ6 અને ઑડી ટીટી સામેલ છે.

ઑડીની શાનદાર સિડાન કાર આરએસ 5
ઑડીની શાનદાર લક્ઝરી સિડાન કાર આરએસ 5ને તાજેતરમાં ભારતીય બજારમાં રજૂ કરવામં આવી છે. ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી આ કારને ખાસી એવી લોકપ્રિયતા મળી રહી છે.

ઑડી અને બૉલીવુડ કનેક્શન
ઑડી ઇન્ડિયાના હેડ માઇકલ પર્સકે, ઓટો વિશ્વમાં બૉલીવુડ અને તેમની વચ્ચેના ખાસ કનેક્શન માટે ઘણા જાણીતા છે. ઑડીની શાનદાર કાર્સના દિવાના બૉલીવુડના જાણીતા અભિનેતા જ્હોન અબ્રાહમ, અભિષેક બચ્ચન, સલમાન ખાન, ગુલ પનાગ જેવા સ્ટાર્સ અને હવે હોલીવુડથી પોતાની સફરની શરૂઆત કરનારા ફ્રીડ પિન્ટો પણ સામેલ થઇ ગઇ છે.

ઑડી એસ6 સાથે એક મોડલ
પર્સકેએ જણાવ્યું કે, આ મોડલ માત્ર અમારી ડિઝાઇન અને જીવનશૈલની અસાધારણ વિશેષતા જ નથી દર્શાવતા પરંતુ અમને ગુણવત્તાના મામલે પણ અગ્રીમ હરોળમાં મુકે છે. ઑડીની કાર પાંચ દિવસીય કાર્યક્રમમાં રજૂ કરવામાં આવી રહી છે, જેનું આયોજન ડીડબલ્યુસી ફેશન ડિઝાઇન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા(એફડીસીઆઇ)ની તાજમહેલ હોટલમાં કરવામાં આવ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
