For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

...ને આ રીતે પાર્ક કરવામાં આવી ઑડી ક્યૂ 3 એસયુવીને

|
Google Oneindia Gujarati News

જર્મન વૈભવી કાર નિર્માતા કંપની ખૂબ સુંદર વાહનોનું નિર્માણ કરે છે, જોકે હંમેશા એ બાબત પડકારજનક રહે છેકે વ્યાપારિક ક્ષેત્રે તેના કૌશલ્યને કેવી રીતે દર્શાવવામાં આવે. આ વખતે ઑડીએ એક નવો રસ્તો અપનાવ્યો છે, તેણે પોતાની ક્યૂ3 એસયુવીને એવી રીતે શો કરી છેકે જેથી એ વાત સાબિત થઇ જાય કે કોઇપણ સ્થિતિમાં તેના ઓફ રોડ મશીનનો ઉપયોગ થઇ શકે છે.

તેમણે અર્બન સ્થિતિ શોધી છે, જ્યાં કાર પાર્કિંગ કરવામાં ઘણી મુશ્કેલી પડે છે, પરંતુ જે પ્રકારે જર્મન કાર કંપની દાવો કરે છે તે પ્રમાણે જો તમારી પાસે ક્યૂ 3 હોય તો કોઇપણ ટાસ્ક મોટો નથી. અહીં એક વીડિયો દર્શાવવામાં આવ્યો છે, આ વીડિયો ઑડી કેનેડાનો છે, જે દર્શાવે છેકે શું કરવું જ્યારે કોઇએ પોતાના વ્હીકલને વ્યવસ્થિત રીતે પાર્ક ન કર્યું હોય.

આ પાર્કિંગ ચેલેન્જ દરમિયાન તમે જોઇ શકો છોકે કેવી રીતે ઑડી સહેલાયથી બે વ્હીલને દિવાલ પર સેટ કરીને ઓછી જગ્યામાં પોતાને પાર્ક કરી દીધી છે. આ વિચારીને પણ આશ્ચર્ય થાય છેકે કોઇ પોતાની બ્રાન્ડ ન્યૂ એસયુવીને કેવી રીતે આ પ્રકારે પાર્ક કરશે.

જો તમે એવું વિચારી રહ્યાં હોવ કે ઑડીએ પોતાની એસયુવીને પાર્ક કરવા માટે કોઇ સ્ટંટમેનનો સહારો લીધો છે, તો એ તમારી ભૂલ છે. આ જર્મન કંપની એ દર્શાવવા માંગી રહી છેકે કેવી રીતે તેમની કાર ખરા અર્થમાં પાર્કિંગ ચેલેન્જનો સામનો કરી શકે છે. તેમણે કેવી રીતે આ સ્ટંટ કર્યો તે દર્શાવવા બદલ કંપનીની પ્રામાણિકતાને બિરદાવવા જેવી છે.

ક્યૂ 3ના બે વ્હીલમાં ફોર્કલિફ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને એક્સ્ટ્રા વ્હીલ સાથે ફીટ કરવામાં આવી છે જેથી બેલેન્સ જળવાઇ રહે. આ વીડિયોમાં તમે એ સ્ટંટ અને તેને કેવી રીતે કરવું તે જોઇ શકો છો તો ચાલો એ નિહાળીએ.

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/FhkDpW1rx1Q" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
German luxury car manufacturer builds exquisite vehicles, however, it was always a challenge how to showcase its prowess in a commercial. This time Audi has take their Q3 SUV and showed how it can be a true off-road machine in any situation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X