હીરોએ રજૂ કર્યો નવો સ્પેલન્ડરનો અવતાર

Posted By:
Subscribe to Oneindia News

દેશની સૌથી મોટી ટૂવ્હીલર વાહન નિર્માતા કંપની હીરો મોટોએ આ વખતે દિલ્હી ઓટો એક્સપોમાં પોતાના પાંચ નવા શાનદાર મોડલ્સને રજૂ કર્યાં છે. ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલા આ પાંચ નવા મોડલ્સને જોઇને દરેક બાઇક લવર્સ ખુશ થઇ જશે.

જ્યાં સુધી એક તરફ કંપનીએ આ વખતે ઓટો એક્સપોમાં પોતાની નવી કોન્સેપ્ટ આરએનટી ડીઝલ બાઇકને રજૂ કરીને ચોંકાવી તો, બીજી તરફ નવા પાંચ મોડલ્સને પણ લોકોએ ઘણા આકર્ષિત કર્યાં છે. જેમાં 100 સીસીની ક્ષમતાના સ્પેલન્ડર પ્રો ક્લાસિક, પેસન પ્રો ટીઆર અને 620 સીસીની સ્પોર્ટ બાઇક હેસ્ટર, આઇઓએન હાઇડ્રોજન કોન્સેપ્ટ, સિમ્પલીસિટી સ્ટ્રીટ બાઇક સામેલ છે.

તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ હીરોની આ શાનદાર નવી પાંચ બાઇકોને.

સ્પેલન્ડર પ્રો ક્લાસિક

સ્પેલન્ડર પ્રો ક્લાસિક

હીરોએ સ્પેલન્ડર પ્રો ક્લાસિકને રજૂ કરવામાં આવ્યું છે, આ બાઇકમાં કંપનીએ 100 સીસીની ક્ષમતાનો પ્રયોગ કર્યો છે, આ ઉપરાંત રાઉન્ડ હેડલાઇટ, ક્રોમ ઇન્સર્ટ જેવા ફીચર્સને સામેલ કરવામાં આવી છે.

સ્પેલન્ડર પ્રો ક્લાસિક કૈફે રેસર

સ્પેલન્ડર પ્રો ક્લાસિક કૈફે રેસર

નોર્મલ સ્પેલન્ડર પ્રો ક્લાસિકની સાથે જ કંપનીએ આ કૈફે રેસરના અવતારને પણ લોન્ચ કરવામાં આવ્યો છે, આ બાઇકની બોડીને લાલ રંગથી સજાવવામાં આવી છે. આ બાઇકમાં પણ કંપનીએ 4 સ્ટ્રોક 100 સીસી સિંગલ સિલીન્ડર એર કૂલ્ડ એન્જીનનો પ્રયોગ કર્યો છે.

પેસન પ્રો ટીઆર

પેસન પ્રો ટીઆર

પેસન હીરો તરફથી વેંચવામાં આવતી શ્રેષ્ઠ બાઇક્સમાની એક છે. કંપનીએ નવા અવતાર પેસન ટીઆરને લોન્ચ કર્યો છે, આ બાઇકમાં 100 સીસીની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ એક હળવી ઓફરોડર તરીકે ઉતારવામાં આવી છે. શ્રેષ્ઠ હેન્ડલૈમ્પ ગ્રીલ, એન્જીન ગાર્ડ, ફ્યૂલ ટેન્ક પેડ્સ અને હેન્ડ ગાર્ડ જેવા શાનદાર ફીચર્સને આ બાઇકમાં સામેલ કરવામાં આવ્યા છે.

હીરો હેસ્ટર

હીરો હેસ્ટર

હીરો હેસ્ટર એક સ્ટ્રીટ નેક્ડ બાઇક છે, જેને જોયા બાદ નેક્ડ બાઇકની યાદ આવી જાય છે. એટલું જ નહીં કંપનીએ તેના ડીસપ્લેમાં નારંગી રંગના ફ્રેમને સામેલ કર્યા છે, જો કે તેને કેટીએમ સાથે જોડે છે. આ બાઇકમાં કંપનીએ દમદાર 620 સીસીની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જો કે બાઇકને 79 બીએચપીની શ્રેષ્ઠ શક્તિ પ્રદાન કરે છે.

હીરો સિમ્પલીસિટી

હીરો સિમ્પલીસિટી

હીરો સિમ્પલીસિટી એક કોન્સેપ્ટ મોટર બાઇક છે. આ એક ઇલેક્ટ્રિક કોન્સેપ્ટ છે, જે શહેરી ક્ષેત્ર માટે ઘણી સારી મોટરસાઇકલ સાબિત થશે.

હીરો આઇઓન ડિઝાઇન

હીરો આઇઓન ડિઝાઇન

હીરો આઇઓન એક ઘણી જ શાનદાર કોન્સેપ્ટ છે, જે કંપની તરફથી રજૂ કરવામાં આવી છે. હીરો તરફથી તેને કોન્સેપ્ટને રજૂ કરવાની આશા વ્યક્ત કરવામાં આવી નથી પરંતુ તેના નજીકના પ્રતિદ્વંદી હોન્ડાને ટક્કર આપવા માટે શાનદાર ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

હીરો આઇઓનની શાનદાર ટેક્નોલોજી

હીરો આઇઓનની શાનદાર ટેક્નોલોજી

હીરો આઇઓનમાં કંપનીએ હાઇડ્રોજન ફ્યૂલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ આધુનિક ટેક્નોલોજીમાં અન્ય ઘણું બધુ છે, આ બાઇકમાં શાનદાર સ્પોક લેસ વ્હીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે, ચુંબકિય બલ દ્વારા સંચાલિત છે અને તેની ટેક્નોલોજી અનુસાર બ્રેક પણ એપ્લાય થાય છે.

હીરો મોટો કોર્પે ઉતાર્યા પાંચ નવા મોડલ

હીરો મોટો કોર્પે ઉતાર્યા પાંચ નવા મોડલ

ઓટો એક્સપોએ પોતાના દમદાર પ્રદર્શનથી હીરો મોટોએ દેશના તમામ બાઇક લવર્સની આશાઓ વધારી છે. જાણકારોનું માનવું છે કે, કંપનીએ નવા મોડલ હીરો મોટોને ઉંચાઇ પર લઇ જશે.

English summary
Hero reveals Splendor Pro Classic, Passions Pro TR, Hastur, iON hydrogen concept, SimplEcity at Auto Expo 2014. Images, details, specs of Hero concepts.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.