લેમ્બોર્ગિનીની 18 લાખની સાઇકલ ઉડાવી દેશે હોંશ
લેમ્બોર્ગિનીનું નામ સાંભળીને દરેકના મનમાં હવા સાથે વાત કરતી શાનદાર સ્પોર્ટ કાર્સની છબી ઉભરી આવે છે. વિશ્વભરમાં એકથી એક શાનદાર સ્પોર્ટ કાર્સ રજૂ કરનારીની ઇટલીની પ્રમુખ કાર નિર્માતા કંપની લેમ્બોર્ગિનીએ આ વખતે કોઇ કાર નહીં પરંતુ એક શાનદાર સાઇકલને રજૂ કરી છે. લેમ્બોર્ગિનીએ પોતાની 50મી વર્ષગાંઠ પર શાનદાર ઇમ્પેક સાઇકલ રજૂ કરી છે.
લેમ્બોર્ગિનીની આ સાઇકલ કોઇ સામાન્ય સાઇકલ નહીં પરંતુ તેની કાર્સની જેમ એક સ્પોર્ટી રેસિંગ સાઇકલ છે. આ સાઇકલને લેમ્બોર્ગિની અને સ્વિટ્ઝલેન્ડની રેસિંગ સાઇકલ નિર્માતા કંપની બીએમસીએ સંયુક્ત રીતે તૈયાર કરી છે. ગત વર્ષે પણ બીએમસીએ લેમ્બોર્ગિનીની ઇમ્પેક ઓરેન્જ સાઇકલને રજૂ કરી હતી. આ સમયે કંપનીએ વિશ્વભરમાં કુલ 50 ઇમ્પેક સાઇકલ રજૂ કરી હતી. તો ચાલો તસવીરોમાં જોઇએ લેમ્બોર્ગિનીની આ શાનદાર સાઇકલને.

લેમ્બોર્ગિનીએ રજૂ કરી શાનદાર સાઇકલ
લેમ્બોર્ગિનીએ પોતાની આ સાઇકલના 50 પીસ જ તૈયાર કર્યા છે, જેમણે ઓર્ડર પર બનાવવામાં આવી છે. ગત વર્ષે કંપનીએ ઇમ્પેકની કુલ 30 સાઇકલનું નિર્માણ કર્યું હતું.

લેમ્બોર્ગિનીએ રજૂ કરી શાનદાર સાઇકલ
આ સાઇકલની એક વિશેષતા એ પણ છે કે આ તમામ સાઇકલ પર એક વ્યક્તિગત બેચ નંબરનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેનાથી તમામ સાઇકલની અલગ-અલગ ઓળખ કરી શકાય છે.

લેમ્બોર્ગિનીએ રજૂ કરી શાનદાર સાઇકલ
આ સાઇકલમાં એ કાર્બન ફાઇબરનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જેને કંપનીએ પોતાની શ્રેષ્ઠ સ્પોર્ટ કાર અવેંટાડોરમાં પ્રયોગ કર્યો હતો. જેમાં આ સાઇકલની ગુણવત્તામાં વધારો થાય છે.

લેમ્બોર્ગિનીએ રજૂ કરી શાનદાર સાઇકલ
એટલું જ નહીં આ સાઇકલમા એ જ લેધરનો પ્રયોગ કરવામાં આવ્યો છે જે અવેંટાડોર સ્પોર્ટ કારની કોકપિટમાં લગાવવામાં આવ્યો છે.

લેમ્બોર્ગિનીએ રજૂ કરી શાનદાર સાઇકલ
આ સાઇકલના વેચાણની જવાબદારી ઇન્ટરનેશનલ બીએમસી લિમ્બોર્ગિની ડીલરને આપવામાં આવી છે. ઓર્ડર બાદ તે જ આ સાઇકલની ડિલીવરી પ્રદાન કરે છે.

લેમ્બોર્ગિનીએ રજૂ કરી શાનદાર સાઇકલ
ઘણો જ આકર્ષક લુક અને દમદાર કાર્બન ફ્રેમથી સજેલી આ સાઇકલ ઘણી બધી બાબતે ખાસ છે. ખાસ કરીને લિમ્બોર્ગિનીનું બ્રાન્ડ નેમ આ સાઇકલને પોતાના સેગમેન્ટમાં બધાથી શ્રેષ્ઠ બનાવે છે.

લેમ્બોર્ગિનીએ રજૂ કરી શાનદાર સાઇકલ
લિમ્બોર્ગિનીની આ એક સાઇકલની કિંમત 25,000 યૂરો છે એટલે કે અંદાજે 17,66,322 રૂપિયા છે.

લેમ્બોર્ગિનીએ રજૂ કરી શાનદાર સાઇકલ

લેમ્બોર્ગિનીએ રજૂ કરી શાનદાર સાઇકલ
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
