For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: 7 વર્ષીય બાળકે ધકેલી BMW i3 અને...

|
Google Oneindia Gujarati News

બીએમડબલ્યુએ તાજેતરમાં ઇલેક્ટ્રિક કાર સેગ્મેન્ટમાં આ ઝંપલાવ્યું છે. આ જર્મન કાર નિર્માતા કંપનીએ પોતાની પહેલી ઇલેક્ટ્રિક સ્મોલ કાર આઇ3નું નિર્માણ કર્યું છે. આ કાર એક ઘણું જ હળવું વજન ધરાવતી કાર છે અને તેમાં આંતરિક કમ્બશન એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારની ટોપ સ્પીડ 150 કિ.મી પ્રતિ કલાક છે અને તેને એકવાર ફુલ ચાર્જ કરી લેવામાં આવે તો તે 130 કિ.મીની રેન્જ આફી શકે છે.

જર્મન એન્જીનીયર્સ દ્વારા નિર્મિત આ ઇલેક્ટ્રિક મોટર દ્વારા 170 એચપી અને 250 એનએમ પીક ટાર્કને ઉત્પન્ન કરવામાં આવે છે. આ ઇલેક્ટ્રિક કારના વજન અંગે વાત કરવામાં આવે તો તેનું વજન માત્ર 1,195 કેજી છે. જેમાં લિથિયમ આઇઓએન બેટરીનો સમાવેશ પણ થઇ જાય છે. આ કારમાં જર્મન વૈભવી કાર નિર્માતા કંપની દ્વારા લો રેસિસ્ટેન્સ રોલિંગ ટાયરનો ઉપયોગ કરાયો છે. જેના કારણે આ એક લાઇટ વેટ કાર બની છે. બીએમડબલ્યુનો હેતુ આ પ્રકારની કારનું જ નિર્માણ કરવાનો હતો.

બીએમડબલ્યુ આઇ3 કેટલી લાઇટવેટ કાર છે તે તમે આ વીડિયો થકી જ જાણી શકશો. આજે ભારત સહિત વિશ્વભરમાં બાળ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે એક 7 વર્ષના બાળક કેવી રીતે બીએમડબલ્યુની આ કારને ધક્કો મારીને ખસેડે છે, તે વીડિયોમાં જણાવાયું છે. આ બાળકમાં કોઇ દૈવિય શક્તિ નથી પરંતુ બીએમડબલ્યુએ પોતાની આ કારનું નિર્માણ જ એટલુ લાઇટ કર્યું છે. અન્ય કાર નિર્માતાઓએ પણ પોતાની કારના પાવરને વધારવા માટે આ પ્રકારે લાઇટ વેટ કરવી જોઇએ.

હાલના તબક્કે જર્મન કાર નિર્માતા દ્વારા પોતાની આ કારને ભારતમાં લોન્ચ કરવામાં આવનારી છે. આ કારને વિશ્વના સૌથી વધુ વિકસિત રાષ્ટ્રોમાં જ વેચાણ અર્થે મુકવામાં આવનારી છે. જેની કિંમત 25,31,240 છે. જેમાં અન્ય ચાર્જીસને ઉમેરવામાં આવ્યા નથી, તો ચાલો આ વીડિયોને નિહાળીએ.

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/9mZVgW-jrgg" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
BMW i3 is so lightweight that in our video of the day, we have a seven year old boy pushing it with ease.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X