ખરીદો પોતાની ડ્રીમ કાર, ડ્રીમર્સ આપશે પૈસા
દરેક વ્યક્તિના દિલની ખ્વાઇશ હોઇ છે કે, તે હવા સાથે વાતો કરતી પોતાની ડ્રીમ કારમાં રસ્તા પર વિહરે, પરંતુ આ મોંઘવારીના સમયમાં કદાચ જ કોઇનું આ સ્વપ્ન પૂર્ણ થતું હશે. દિવસભરની ભાગદોડ બાદ, બાળકોના શાળાની ફી, હાઉસ લોનની ઇએમઆઇ, ઘરનો દૈનિક ખર્ચ એ બધું એ હદે વધી ગયું છે કે સ્વપ્ન પૂર્ણ કરવા માટે બજેટ જ નથી બનતું, પરંતુ તેમ છતાં કોઇ સ્વપ્ન જોવાનું બંધ કરી દેતું નથી, આખરે આપણે ભારતીય છીએ.
કંઇક કરતા પહેલા એ અંગે ઉંડો વિચાર કરવો, કલ્પનાઓ સાથેની ઉડાન ભરવી એ તો જાણે કે આપણા લોહીમાં વસેલું છે. દરેક આજે એક શાનદાર કારની ફિરાકમાં છે, પરંતુ શું બધાનું સ્વપ્ન પૂર્ણ થઇ શકે છે? તમે શું વિચારી રહ્યાં છો? જો તમને તે થોડું અઘરું લાગી રહ્યું છે, તો ચાલો અમે તમારી મુશ્કેલીઓને સહેલી કરી દઇએ. જી હાં, હવે તમારા સ્વપ્નોને પૂર્ણ કરવા આપણી વચ્ચે આવી ચૂક્યું છે ડ્રીમર્સ.
જેવું તમે વિચારી રહ્યાં છો, તમને એ વાતનો આભાસ થઇ ગયો હશે કે તેનું નિર્માણ જ તમારા સ્વપ્નને પૂર્ણ કરવા માટે કરવામાં આવ્યું છે. અમે તેના અંગે વધારે નહીં જણાવતા સીધા મુદ્દા પર આવીએ છીએ. ડ્રીમર્સ મીડિયા એન્ડ એડવર્ટાઇઝિંગ લિમિટેડ, એક એવી કંપની છે જે તમને તમારી ડ્રીમ કારની ખરીદવા કરવામાં સંપૂર્ણ મદદ કરશે.
તમે વિચારી રહ્યાં હશો કે તમારી કારની કિંમત ડ્રીમર્સ કેવી રીતે આપશે, આ અંગે ડ્રીમર્સ મીડિયા એન્ડ એડવર્ટાઇઝિંગ લિમિટેડના ડિરેક્ટર શિવાની લોરાય અને વાઇસ પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ રાય સાથે એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં કંપનીએ પોતાની આ આખી યોજના અને ઉદ્દેશો અંગે જણાવ્યું.

શું કરે છે ડ્રીમર્સ મીડિયા એન્ડ એડવર્ટાઇઝિંગ લિમિટેડ?
સામાન્યતઃ એડવર્ટાઇઝિંગ કંપનીઓનું કામ હોય છે, કોઇ પણ ઉત્પાદને બજારમાં પ્રચારિત કરવી, આ કંપનીની પણ યોજના કંઇક આવી હોય છે, પરંતુ ડ્રીમર્સ મીડિયા એન્ડ એડવર્ટાઇઝિંગ લિમિટેડની પોતાની આ યોજનામાં એક મોટો પરિવર્તન એ છે કે, આ કંપની તમને તમારી કાર ખરીદવામાં સંપૂર્ણપણે આર્થિક મદદ કરશે.

કેવી રીતે કામ કરે છે આ કંપની?
ડ્રીમર્સ એક એડવર્ટાઇઝિંગ કંપની છે, જે તમારા દ્વારા ખરીદવામાં આવેલી કારમાં વિભિન્ન કંપનીઓ દ્વારા ખરીદવામાં આવેલી ઉત્પાદોના સ્ટીકરના માધ્યમથી પ્રચાર કરશે. ત્યારબાદ ઉક્ત ઉત્પાદ કંપનીઓ ડ્રીમર્સના ખાસ ગ્રાહક હશે અને તે ડ્રીમર્સને આ વિજ્ઞાપન માટે પૈસા આપશે અને ડ્રીમર્સ તમારી કાર માટે પૈસા આપશે.

કેવી રીતે પ્રાપ્ત કરશો તમારી કાર?
તેના માટે ગ્રાહકને માત્ર કારના એક્સ શો રૂમની કિંમતના 25 ટકા સુધીનું ડાઉનપેમેન્ટ આપવું પડશે. ત્યારબાદ કંપની આગામી ત્રણ વર્ષ સુધી કારના ઇએમઆઇ જાતે ભરશે, ત્યારબાદ બે વર્ષના ઇએમઆઇ કાર માલિકે ભરવા પડશે.

કેવી કાર તમે ખરીદી શકો છો?
આ એક એવો પ્રશ્ન છે કે, જે બધાના દિમાગમાં પહેલા આવશે, તમને જણાવી દઇએ કે, કંપનીની નીતિ અનુસાર ગ્રાહક વધુમાં વધુ છ લાખ સુધીની કાર આ યોજના અંતર્ગત ખરીદી શકે છે. જો તમે છ લાખ રૂપિયા સુધીની કાર ખરીદો છો, તો એ માટે તમારે 25 ટકા અનુસાર 1.5 લાખ રૂપિયા ડાઉનપેમેન્ટ તરીકે કાર ડીલરને આપવા પડશે. ત્યારબાદ તમારી કાર માટે ડ્રીમર્સ પાંચ વર્ષ સુધી ઇએમઆઇ નક્કી કરશે, તેમાં વધુમાં વધુ 7500 રૂપિયા સુધી હશે. ડ્રીમર્સ ત્રણ વર્ષ સુધી તમારી કારના ઇએમઆઇ ભરશે અને પછીના બે વર્ષના ઇએમઆઇ તમારે જાતે ભરવા પડશે.

આ યોજનાની પ્રણાલી શું હશે?
તમને તમારી મનપસંદ કાર, જે લગભગ છ લાખ રૂપિયા સુધીની હોવી જોઇએ તેની પસંદગી કરવી પડશે. ત્યારબાદ તમે ડિલર પાસે જશો જ્યાં ડ્રીમર્સ અંગે તમારા ડીલરને સીધી જણકારી આપવામાં આવશે. આ દરમિયાન કારની કિંમતનું 25 ટકા ડાઉનપેમેન્ટ તમારે ડીલરને આપવું પડશે અને તમે થઇ જશો તમારી મનપસંદ કારના માલિક.

ડ્રીમર્સ શું કરશે?
ડ્રીમર્સ તમારી આ કાર પર એક વિજ્ઞાપન જે સ્ટીકરની જેમ હશે તેનો પ્રયોગ કરશે, જે કારની સાઇડમાં 40થી 60 ટકા સુધી લગાવવામાં આવશે. તેના માટે કંપની કારના રિયર બોનટનો પણ પ્રયોગ કરી શકે છે. ડ્રીમર્સનું માનવું છે કે, કંપનીઓ પોતાની કારની સુંદરતાનું સંપૂર્ણ ધ્યાન રાખશે. તેના માટે આ સ્ટીકર એક એવા મટેરિયલથી લગાવવામાં આવશે જેનાથી સહેલાયથી ત્રણ વર્ષ બાદ આ સ્ટીકરને હટાવી શકાશે અને કારની બોડીને કોઇ ક્ષતિ પહોંચશે નહીં.

કેવી હશે જાહેરખબર?
આ પ્રશ્ન પણ તમારા દિમાગમાં જરૂરથી આવ્યો હશે કે, આખરે જાહેરાત કેવી હશે, આ અંગે શિવાનીને પૂછવામાં આવ્યું તો, તેમણે જણાવ્યું કે, અમારી આ યોજના એક પેસેન્જર કાર માટે છે, તેથી અમે પારિવારિક માહોલનું સંપૂર્ણ ધ્યાન રાખીશું. અમે કાર પર કોઇપણ પ્રકારની એવી જાહેરાતનો પ્રયોગ નહીં કરીએ, જે સમાજમાં તમારી છબીને ખરાબ કરે, કંપની કોઇપણ પ્રકારની અન્ડરગાર્મેન્ટ, સિગારેટ, નિરોધ, દારૂ વિગેરેની જાહેર ખબર તમારી કાર પર નહીં લગાવે.

કયા શહેરના લોકો ઉઠાવી શકે છે લાભ?
હાલ કંપની દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ, પૂણે અને બેંગ્લોરમાં આ યોજનાની શરૂઆત કરી રહી છે. કંપની નજીકના ભવિષ્યમાં દેશના 40 શહેરોમાં પોતાની શાખાની શરૂઆત કરશે અને પોતાના વ્યાપારનો વિસ્તાર કરશે.












Click it and Unblock the Notifications
