For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓછી કિંમત પણ પાવર ફુલ ફિચર્સ સાથે આવી રહી છે Citroen C3, જાણો કેમ આ SUV ખાસ રહેશે

ફ્રેન્ચ કાર નિર્માતા કંપની Citroen ભારતમાં તેની નવી SUV Citroen C3 લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. Citroen C5 બાદ ભારતીય બજારમાં કંપનીની આ બીજી ઓફર હશે.

|
Google Oneindia Gujarati News

Citroen C3 :ફ્રેન્ચ કાર નિર્માતા કંપની Citroen ભારતમાં તેની નવી SUV Citroen C3 લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. Citroen C5 બાદ ભારતીય બજારમાં કંપનીની આ બીજી ઓફર હશે, જે ચાર મીટરથી ઓછી લંબાઇ ધરાવતી નાની એસયુવીના સેગમેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. અહીં અમે તમને આ કોમ્પેક્ટ એસયુવી વિશે કેટલીક ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે તેને તેના સેગમેન્ટની અન્ય એસયુવીથી અલગ બનાવે છે.

Citroen C3

1. ભારતની પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ કાર

1. ભારતની પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ કાર

Citroen C3 ભારતની પ્રથમ ફ્લેક્સ એન્જિન કાર હશે, જેનો અર્થ છે કે, આ કાર માત્ર પેટ્રોલ, પેટ્રોલ અને ઇથેનોલનું મિશ્રણ અથવા માત્ર ઇથેનોલ પર ચલાવી શકાયછે. આ કારની આ ક્ષમતા તેને બજારમાં અન્ય કોમ્પેક્ટ કાર્સ કરતા વધારે ખાસ બનાવે છે.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે સ્થાનિક બજારમાં કાર ઉત્પાદકોને અપીલકરી છે કે, તે ફ્લેક્સ એન્જિનવાળી કારનું ઉત્પાદન કરે. ફ્લેક્સ એન્જિન કાર પર ભાર મૂકવામાં આવે છે, જેથી ફ્લેક્સ ફ્યુઅલનો ઉપયોગ વાહનોને કારણે થતા હવાનુંપ્રદૂષણ ઘટાડી શકે.

2. પ્રથમ એશિયામાં લોન્ચ કરવામાં આવશે

2. પ્રથમ એશિયામાં લોન્ચ કરવામાં આવશે

Citroen C3 SUV ને પ્રથમ એશિયન બજારોમાં લોન્ચ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે યુરોપિયન કાર કંપનીઓ પહેલા તેમના નવા મોડલયુરોપ અથવા અમેરિકામાં લોન્ચ કરે છે, જે બાદ એશિયન બજારોમાં લાવવામાં આવે છે, પરંતુ કંપનીએ પહેલા એશિયામાં Citroen C3 SUV લોન્ચ કરવાનીયોજના તૈયાર કરી છે. આ સાથે Citroen C3 ભારત સહિત દક્ષિણ-પૂર્વ એશિયાના મોટાભાગના દેશોમાં ઉપલબ્ધ થશે.

3. 4 મીટરથી નાની એસયુવી સાથે સ્પર્ધા કરશે

3. 4 મીટરથી નાની એસયુવી સાથે સ્પર્ધા કરશે

Citroen C3 SUV એક સબ-કોમ્પેક્ટ SUV છે, જેનું કદ 4 મીટરથી ઓછું છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં આ સેગમેન્ટમાં કારની માગ દિવસેને દિવસે વધી રહી છે. સબ કોમ્પેક્ટ એસયુવી છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી વધુ પ્રિય એસયુવી સેગમેન્ટ બની ગયું છે.

સબ કોમ્પેક્ટ એસયુવી એ હેચબેક કરતા મોટી અને કોમ્પેક્ટ એસયુવી કરતા નાની કાર છે. કાર નિર્માતાઓ આજકાલ આ કાર્સમાં એસયુવીની મોટાભાગની સુવિધાઓ આપી રહી છે. તેમની કિંમત પણ હેચબેક જેટલી છે, તેથી ગ્રાહકો આ કારોને પસંદ કરી રહ્યા છે. તાજેતરમાં ટાટા મોટર્સે આ સેગમેન્ટમાં તેની નવી કાર Tata Punch લોન્ચ કરી છે.

4. ડિઝાઇન અને ફિચર્સ

4. ડિઝાઇન અને ફિચર્સ

Citroen C3 કોમ્પેક્ટ એસયુવીમાં સ્પ્લિટ એલઇડી હેડલેમ્પ્સ, એલઇડી ટેલલાઇટ, અન્ડરબોડી ક્લેડીંગ અને હાઇ ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળે છે. કારની હેડલાઇટ બમ્પરપર મૂકવામાં આવી છે, જ્યારે તેની ઉપર LED DRL લાઇટ લગાવવામાં આવી છે.

એસયુવી એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટોના સપોર્ટ સાથે મોટી ફ્લોટિંગટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મેળવશે. આ સિવાય ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, મલ્ટી-ફંક્શન સ્ટીયરિંગ વ્હીલ અને ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ જેવી સુવિધાઓ પણઆપી શકાય છે.

5. Citroen C3ને મળશે મજબૂત એન્જિન

5. Citroen C3ને મળશે મજબૂત એન્જિન

Citroen C3 SUV 1.2 લીટર ટર્બો ચાર્જ્ડ ફ્લેક્સ ફ્યુઅલ એન્જિનથી ચાલશે. જે ફ્લેક્સ ફ્યુઅલથી ચાલશે. આ એન્જિન 130 બીએચપીની મહત્તમ શક્તિ જનરેટકરવામાં સક્ષમ છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સથી જોડાયેલું છે.

6. CMP પ્લેટફોર્મ પર બનેલી Citroen C3

6. CMP પ્લેટફોર્મ પર બનેલી Citroen C3

Citroen C3 SUV તદ્દન નવા કોમન મોડ્યુલર પ્લેટફોર્મ (CMP) પર બનાવવામાં આવી રહી છે. આ પ્લેટફોર્મ આ એસયુવીની કિંમત ઓછી રાખવા માટેબનાવવામાં આવ્યું છે. આ માટે કાર નિર્માતા ટાટા ઇજનેરોની મદદથી સીએમપી પ્લેટફોર્મ પર કાર વિકસાવી રહી છે. તાજેતરમાં રજૂ કરાયેલા ટાટા પંચ પણ CMPપ્લેટફોર્મ પર આધારિત છે.

આ ડિઝાઇન પ્લેટફોર્મની ખાસિયત એ છે કે, તેના પર SUVs, MPVs, સેડાન અને હેચબેક જેવી કાર બનાવી શકાય છે. પ્લેટફોર્મ પેટ્રોલ અને ડીઝલ એન્જિન સાથેઇલેક્ટ્રિક પાવર ટ્રેનને પણ સપોર્ટ કરે છે.

7. Citroen C3ની કિંમત કેટલી હશે?

7. Citroen C3ની કિંમત કેટલી હશે?

માહિતી અનુસાર કંપની Citroen ની Citroen C3 SUV ભારતમાં 5.50 લાખ - 8.50 લાખની વચ્ચે લોન્ચ થઈ શકે છે. આ કિંમતની શ્રેણીમાં આ કાર TataPunch, Hyundai Venue, Tata Nexon, Kia Sonet, Renault Kiger અને Nissan Magnite જેવી કાર સાથે સ્પર્ધા કરશે.

English summary
French carmaker Citroen is set to launch its new SUV Citroen C3 in India. This will be the company's second offer in the Indian market after the Citroen C5, which will be launched in the segment of small SUVs with a length of less than four meters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X