ક્યારેય નહીં જોઇ હોય કાર પરની આવી કલાકારી
કારમાં લોંગ ડ્રાઇવ પર ગયા બાદ કારની બોડી પર ધૂળ જમા થવી એ એક સામાન્ય વાત છે. આ એક મોટી સમસ્યાનું સ્વરૂપ એ સમયે ધારણ કરી લે છે, જ્યારે તમે એવા વિસ્તારમાં રહેતા હોવ, જ્યાં ધૂળ ઉડવી એ એક સહજ વાત છે, પરંતુ તમે ક્યારેય વિચાર્યુ છે કે, કાર પર જમા થયેલી ધૂળ તમારી કારની સુંદરતાને વધારી શકે છે.
આ વાંચીને તમને થોડીક હેરાની થશે કે કાર પર જમા થયેલી ધૂળ કારની સુંદરતા કેવી રીતે વધારી શકે છે, પરંતુ આ સાચી વાત છે. વિશ્વભરમાં એવા કલાકાર છૂપાયેલા છે, જે તમને તેમના હુનર થકી હેરાનીમાં નાંખી દેશે. આ પહેલા અમે તેમને સ્કોટ વેડે જો અંગે જણાવ્યું હતું, જે ધૂળ જામેલી કાર પર પોતાની કલાનું પ્રદર્શન કર્યા વગર રહી શકતા નથી. આ વખતે અમે એવી જ એક વ્યક્તિ અંગે જણાવી રહ્યાં છીએ. આ વ્યક્તિનું નામ રૈફેલ વૈસો છે અને તે અજરબેજાનનો રહેવાસી છે. તેમણે ઘૂળ જામેલી કારમાં એક એવી ડિઝાઇન તૈયાર કરી છે, જે કારની સુંદરતામાં વધારો કરે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ આ શાનદાર કલાકારીને.

શાનદાર કારીગરી
નેક્સ્ટ સ્લાઇડ પર ક્લિક કરો અને તસવીરોમાં જુઓ ધૂળ જામેલી કાર પરની શાનદાર કારીગરીનો શાનદાર નમૂનો.

તેમને ડિઝાઇન બનાવવાનો શોખ
અજરબેજાનના રહેવાસી રૈફેલ વૈસોએને કાર પર જમા થયેલી ધૂળને દૂર કરવાના બદલે તેના પર પોતાની આંગળીઓ થકી ડિઝાઇન બનાવવી વધારે પસંદ છે. તેમને જ્યારે પણ કોઇ કાર મળે છે, તો તે પોતાનું હુનર દર્શાવ્યા વગર રહી શકતા નથી.

મિત્રોની કાર પર કરી નાખે છે કલાકારી
આવું તમણે અનેકવાર કર્યું છે. આ કામ માટે તે પોતાના મિત્રો વગેરેની કારનો પણ પ્રયોગ કરે છે. ઘણી જ બારિકીથી કારની બોડી પર શાનદાર દ્રશ્યો ઉપસાવવામાં તેમને મહારથ હાસલ કરી લીધી છે.

તમને લાગશે જ નહીં કે આ ધૂળમાંથી બનેલી છે
તમે કાર પર બનેલી આ ડિઝાઇનને જોઇને જરા પણ અંદાજો નહીં લગાવી શકો કે, આ ધૂળ પર બનાવેલી ડિઝાઇન છે.

હવા ઓછી હોય તેવા સ્થળે બનાવે છે ડિઝાઇન
આ કામ કરતી વખતે રૈફેલને ખાસ સ્થળની જરૂરિયાત હોય છે, જ્યાં હવા ઓછી ફૂંકાતી હોય.












Click it and Unblock the Notifications
