Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ફોર્મૂલા 1 બાદ હવે ફોર્મૂલા-ઇનો જલવો

અત્યારસુધી આપણે ફોર્મૂલા વન કાર્સને રેસિંગ ટ્રેક પર હવા સાથે વાતો કરતી જોઇ હશે, પરંતુ ઝડપની આ જંગમાં અન્ય એક નવો અધ્યય જોડાઇ ગયો છે. જી હાં, આ ફોર્મૂલા વન નહીં પરંતુ ફોર્મૂલા ઇ છે. તમારા દિમાગમાં ચાલી રહ્યુ હશે કે, હવે ફોર્મૂલા ઇ શું છે. તો તમને જણાવી દઇએ કે, ફોર્મૂલા ઇ રેસિંગ વિશ્વને સારી બનાવવાની કવાયદ છે. ફોર્મૂલા ઇનો અર્થ ઇલેક્ટ્રિક છે. હવે તો સમજી ગયા હશો કે આ રેસમાં પેટ્રોલથી દોડતી ફોર્મૂલા કાર નહીં પરંતુ ઇલેક્ટ્રિક ફોર્મુલા કાર હવા સાથે વાતો કરશે.

વિશ્વ ભરના કાર શૌખીનોનું ધ્યાન પોતાની તરફ ખેંચનાર ફ્રેન્કફર્ટ મોટર શોએ આ નવી ફોર્મૂલા ઇ કારને પહેલીવાર વિશ્વની સામે રજૂ કરી છે. તો ચાલો તસવીરો થકી જાણીએ ફોર્મૂલા ઇ અંગે અને તેના આયોજન અંગે.

ફોર્મૂલા ઇ અંગે

ફોર્મૂલા ઇ અંગે

આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જાણો ઝડપની આ નવી જંગ ફોર્મૂલા ઇ અંગે.

વિશ્વની પહેલી ઇલેક્ટ્રિક ફોર્મૂલા કાર રેસ

વિશ્વની પહેલી ઇલેક્ટ્રિક ફોર્મૂલા કાર રેસ

આ વિશ્વની પહેલી ઇલેક્ટ્રિક ફોર્મૂલા કાર રેસ હશે. આ રેસમાં ઇલેક્ટ્રિક એટલે કે બેટરીથી સંચાલિત કરવામાં આવનારી ફોર્મૂલા કાર્સનો પ્રયોગ કરવામાં આવશે.

સ્પાર્ક રેનો એસઆરટી-01ઇનું અનાવરણ

સ્પાર્ક રેનો એસઆરટી-01ઇનું અનાવરણ

આંતરરાષ્ટ્રીય ફ્રેન્કફર્ટ મોટર શોના 65માં સંસ્કરણના પહેલા દિવસે મંગળવારે એફઆઇએના અધ્યક્ષ જ્યાં ટોડ અને ફોર્મૂલા ઇના મુખ્ય કાર્યકારી અધિકારી અલેક્જાંદ્રો અગાગે રેસ જગતની બહુપ્રતિક્ષિત ફોર્મૂલા ઇ રેસ કાર, સ્પાર્ક રેનો એસઆરટી-01ઇનું અનાવરણ કર્યું.

આ કારની ડિઝાઇન અને નિર્માણ

આ કારની ડિઝાઇન અને નિર્માણ

આ કારમાં ડિઝાઇન અને નિર્માણ સ્પાર્ક રેસિંગ પ્રાદ્યોગિકી (એસઆરટી)એ કર્યું છે, તથા આ રેસિંગ કાર આગામી વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થઇ રહેલી વિશ્વની પહેલી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વ્હીકલની રેસ, એફઆઇએ ફોર્મૂલા ઇ રેસ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે.

ફોર્મૂલાને અનેક દેશોમાં પ્રસ્તુત કરાઇ

ફોર્મૂલાને અનેક દેશોમાં પ્રસ્તુત કરાઇ

આ રેસને વિશ્વ ભરમાં લોકપ્રિય બનાવવા માટે ફોર્મૂલા ઇને વિશ્વના અનેક દેશોમા પ્રસ્તત કરવામાં આવી છે. તાજેતરમાં જ તેને બેન્કોકમાં પણ રજૂ કરવામાં આવી. આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જાણો કે અન્ય કયા દેશોમાં ફોર્મૂલા ઇએ દસ્તક આપી.

લોસ એન્જલિસના રસ્તા પર ફોર્મૂલા ઇ કાર

લોસ એન્જલિસના રસ્તા પર ફોર્મૂલા ઇ કાર

લોસ એન્જલિસના રસ્તા પર વિચરી રહેલી ફોર્મૂલા ઇ કાર. ઇલેક્ટ્રિક કાર્સની રેસને આ જંગ એક નવી ઉંચાઇ આપશે.

કારના નિર્માણમાં 10 મહિના લાગ્યા

કારના નિર્માણમાં 10 મહિના લાગ્યા

તમને જણાવી દઇએ કે, આ કારનું નિર્માણ કરવામાં 10 મહિના લાગ્યા અને આ કારને ચીનમાં પર રજૂ કરવામાં આવી. ચીને પણ આ રેસમાં ભાગ લેવાની હામી ભરી છે.

રોમમાં ફોર્મૂલા ઇ કાર

રોમમાં ફોર્મૂલા ઇ કાર

રોમના રસ્તા પર ઐતિહાસિક ઇમારતની સામેથી પસાર થઇ રહેલી ફોર્મૂલા ઇ કાર. આ પહેલીવાર છે કે જ્યારે ઇલેક્ટ્રિક કાર્સની રેસને આયોજીત કરવામાં આવી રહી છે. આ રેસને સામાન્યતઃ ફોર્મૂલા વન રેસમાં ખર્ચ થનારા ઇંધણ પર કાબૂ મેળવી શકાશે.

બર્લિનમાં ફોર્મૂલા ઇ કાર

બર્લિનમાં ફોર્મૂલા ઇ કાર

બર્લિનમાં ફોર્મૂલા ઇ કારને રજૂ કરવામાં આવી છે. આ ચેમ્પિયનશિપમાં ભાગ લેનારી તમામ 10 ટીમોના 20 ચાલક આ કારનો ઉપયોગ કરશે.

હાલની ઇલેક્ટ્રિક કાર કરતા ઘણી આગળ

હાલની ઇલેક્ટ્રિક કાર કરતા ઘણી આગળ

એક સીટવાળી આ કારની પ્રોદ્યોગિકી હાલની ઇલેક્ટ્રિક કાર કરતા ઘણી આગળ છે, તથા મૂલ્ય અને સ્થાયિત્વનું પણ શાનદાર રીતે સંતુલન કરવામાં આવ્યું છે. કારનું અનાવરણ કર્યા બાદ ટોડે કહ્યું કે, હું આ કારના ઉત્પાદનમાં લાગેલા તમામ ભાગીદારોને શુભેચ્છા પાઠવું છું. આ ઘણી મોટી ઉપલબ્ધી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X