For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હસવાં માટે મજબૂર કરી મુકે તેવી ઓટો વિશ્વની રમૂજી તસવીરો

By Super
|
Google Oneindia Gujarati News

હસતાં રહેવું સ્વાસ્થ્ય માટે ઘણું જરૂરી છે. હસવાં માટે માનવી તમામ પ્રકારની રસ્તાઓ અપનાવતો હોય છે. ક્યારેક જોક્સ, ક્યારેક વીડિયો તો ક્યારેક રમૂજી તસવીરોના માધ્યમથી. એમ તે એવું પણ કહેવામાં આવે છે કે, ખુશ રહેવું અને હસતાં રહેવું વ્યક્તિના સ્વાસ્થ્ય માટે કોઇ એન્ટિબાયોટિક જેટલું જ જરૂરી છે, જેનું આપણા જીવનમાં ઘણું જ મહત્વ છે.

દિવસભરના સમાચારો, અર્થ જગતની સમસ્યાઓ, કંપનીઓની કાર લોન્ચ બાદ દરેક પછી તે લેખક હોય કે પાઠક બોર જરૂર થઇ જાય છે. આ વાતને ધ્યાનમાં રાખીને આ વખતે અમે તમારા માટે કંઇક અનોખું લઇને આવ્યા છીએ. જે તેમને તણાવભરી સ્થિતિમાં હસવાં માટે મજબૂર કરી મુકશે.

અહીં અમે ઓટો વિશ્વ સાથે જોડાયેલી કેટલીક રમૂજી તસવીરો લઇને આવ્યા છીએ. જેને ફોટો શોપના ઉપયોગથી બનાવવામાં આવી છે અથવા તો રમૂજી રીતે કેમેરામાં કેદ કરવામાં આવી છે. તો ચાલો તસવીરો થકી જોઇએ ઓટો વિશ્વને મજાકિયા અંદાજમાં.

શેખના અજીબો ગરીબ શોખ

શેખના અજીબો ગરીબ શોખ

શેખ શરૂઆતથી જ પોતાના અજીબો-ગરીબ શોખ માટે વિશ્વભરમાં જાણીતા છે. હવે તમે આ જનાબને જ જોઇ લો, જે જાનવરથી વિશ્વ દૂર ભાગે છે, એટલે કે દીપડો, તેને આ વ્યક્તિ પોતાની કારમાં એક પ્રેમિકાની જેમ લઇને ફરે છે.

રમૂજી અંદાજમાં લેમ્બોર્ગિની

રમૂજી અંદાજમાં લેમ્બોર્ગિની

લેમ્બોર્ગિનીની ઝડપથી તો બધા જ વાકેફ હશે, પરંતુ શું થાય જ્યારે કારની ગ્રીલ કોઇ વ્યક્તિના દાંતની જેમ હોય. લંડનમાં એક વ્યક્તિએ પોતાની કારને કંઇક આવું જ રૂપ આપ્યું છે, જે રસ્તામાં લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

રેલના ટ્રેક પર રમૂજી ટ્રક

રેલના ટ્રેક પર રમૂજી ટ્રક

જુગાડ, એક એવો શબ્દ છે જે દરેક ભારતીય મનમાં હોય છે અને યોગ્ય સમય પર તેનો પ્રયોગ ઘણી જ અદભૂત રીતે કરવામાં આવે છે. આ તસવીર જોઇને તમે એ વાતનો અંદાજો લગાવી શકો છો.

હોમની ડિલીવરી

હોમની ડિલીવરી

હોમ ડિલીવરી અંગે તો આપણે બધા જાણીએ છીએ, પરંતુ શું થાય જ્યારે હોમની જ ડિલીવરી થવા લાગે. હેવી ટ્રક પર હાલતું ચાલતું ઘર.

રજની ઇઝ ગ્રેટ

રજની ઇઝ ગ્રેટ

રજનીકાંત, આખું વિશ્વ તેના જોક્સ વાંચતું અને સાંભળતું હશે. આ ભારતીય સિનેમાના એકમાત્ર સુપરસ્ટાર છે કે જેને ભગવાનની જેમ પુજવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે, એવું એકપણ કામ નથી કે જે રજનીકાંત ના કરી શકે. આ માત્ર પ્રશંસકોનો પ્રેમ છે. આ તસવીર જોઇને તમે તેમની શક્તિનો અંદાજો લગાવી શકો છો.

વરસાદ પાણીએ કર્યો આ હાલ

વરસાદ પાણીએ કર્યો આ હાલ

હાલ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને અનેક સ્થળો પર પાણી ભરાયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે, ત્યારે બાઇક લઇને જતી વેળા જ્યારે આવો હાલ થયા ત્યારે આપણે ચોક્કસ પણે હાંસીને પાત્ર બની જઇએ છીએ.

ટ્રાફિક સેન્સ

ટ્રાફિક સેન્સ

બ્રહ્માંડમાં આપણે માનવી જ સમજદાર અને બુદ્ધિમાન પ્રાણી ગણાય છે, કદાચ એટલા માટે જ પોતે બનાવેલા નીયમોને તોડવાનો હક પણ આપણી પાસે છે.આ તસવીર એ સમયે ખેંચવામાં આવી છે કે, જ્યારે એક પ્રાણી ટ્રાફિકના નિયમોનું પાલન કરી રહ્યું છે પરંતુ માનવી તેનું ઉલ્લંઘન, એક પ્રાણી પાસેથી ટ્રાફિક સેન્સ સીખવાની ટકોર આ તસવીર કરી જાય છે.

માત્ર રમૂજ માટે બનાવાયેલી તસવીર

માત્ર રમૂજ માટે બનાવાયેલી તસવીર

આ તસવીર માત્ર રમૂજ માટે બનાવવામાં આવી છે. તેનાથી મહિલાઓને દુઃખ પહોંચાડવાની ભાવના નથી, પરંતુ નિશ્ચયી મહિલાઓએ પણ આ વાતનો સંપૂર્ણ ધ્યાન રાખવું જોઇએ. ડ્રાઇવિંગ એક સારી સ્કીલ છે અને ક્યારેક-ક્યારેક વાતચીતના કારણે દુર્ઘટનાનું કારણ બની જાય છે. ડ્રાઇવિંગ દરમિયાન શાંત રહો.

અદભૂત કારનામું

અદભૂત કારનામું

આ તસવીર જોઇને માત્ર એક જ વાત મનમાં ઉદભવે છે કે, શોખ ઘણી મોટી બાબત છે.

ઉતાવળ અકસ્માતનું કારણ

ઉતાવળ અકસ્માતનું કારણ

ક્યારેક ઉતાવળના કારણે મોટી દુર્ઘટના સર્જાઇ જતી હોય છે. જેનું આ એક તાજું ઉદાહરણ છે.

વિચલિત કરી મુકે તેવી તસવીર

વિચલિત કરી મુકે તેવી તસવીર

નક્કી આ તસવીર તમને વિચલિત કરી શકે છે, પરંતુ પેટ્રોલમાં લાગેલી આગ કદાચ હૃદયમાં લાગેલી આગ કરતા વધારે જ્વલનશીલ હોય છે. જો સમય રહેતા આપણે ખનીજ સંપત્તિને સાચવવામાં નહીં આવે તો કદાચ આ હાલત થઇ શકે છે.જો કે, સાંભળવામાં આવ્યું છે કે, વૈજ્ઞાનિકો આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે કે, દારૂથી ગાડી ચાલી શકે કે નહીં.

બાઇકના હાલ બેહાલ

બાઇકના હાલ બેહાલ

જો આ તસવીરને દેશની સૌથી મોટી પરીક્ષા આઇએએસમાં પણ સામેલ કરવામાં આવે તો નક્કી 99 ટકા લોકો તેનો જવાબ નહીં આપી શકે કે, આખરે આ બાઇક કઇ છે.

દેશી ડીજે

દેશી ડીજે

દેશી ડીજે, ટાયર અને ડિસ્ક બ્રેકનો અત્યાધુનિક પ્રયોગ.

ડબલ ડેક્કર રીક્ષા

ડબલ ડેક્કર રીક્ષા

આ એક ડબલ ડેક્કર રીક્ષા છે, આને જોઇએ એ પ્રશ્ન તો ઉદ્દભવે જ છે કે તેને બનાવી કેવી રીતે હશે, પરંતુ એ પ્રશ્ન ચોક્કસપણે ઉદ્દભવે છે કે તેમાં સવારી બેસશે કેવી રીતે?

આધુનિક ટેક્નોલીજી

આધુનિક ટેક્નોલીજી

આધુનિક ટેક્નોલોજીનો બેજોડ નમૂનો.

English summary
Here we are back with some more interesting funny automobile pictures. Have an eye on these wonderful collection. Smile is good medicine for all diseases so always keep smiling.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X