હાર્લી બાઇકર ગર્લ્સ અને ડેવિડ્સન ફેક્ટ્સ
એ વાત બાઇક રસીયાઓને કહેવી જરૂરી લાગતી નથી કે હાર્લી ડેવિડ્સન વિશ્વની સૌથી આઇકોનિક બાઇક છે, માચો દેખાવ ધરાવતી બાઇક વિશ્વ ઓટો બજારમાં રજૂ કરવામાં આવેલી તમામ બાઇક્સથી તેને અલગ પાડે છે અને એ જ કારણ છે કે તેના િમાચો દેખાવની કાયલ મહિલાઓ પણ છે. એટલું જ નહીં પરંતુ બાઇક ચલાવવા ઇચ્છૂક કેટલીક મહિલાઓ પણ હાર્લી ડેવિડ્સનની દિવાની છે.
શાનદાર લૂક અને અદભૂત એન્જીનના કારણે હાર્લી ડેવિડ્સને પોતાની લોકપ્રિયતાને જાળવી રાખી છે. ત્યારે આજે અમે અહી હાર્લી ડેવિડ્સન સાથે જોડાયેલી કેટલીક બાબતોને હોટ બેબ્સ સાથે જણાવી રહ્યાં છીએ, તો ચાલો તસવીરો માધ્યમથી હોટ મોડલ સાથે કૂલ લૂક આપી રહેલી હાર્લી ડેવિડ્સનના કેટલાક તથ્યો અંગે જાણીએ .

1901માં પહેલી બ્લ્યુ પ્રીન્ટ
1901માં વિલિયમ એસ હાર્લી દ્વારા સાઇકલમાં ફીટ કરવામા આવેલા એન્જીનના ડિઝાઇનની પહેલી બ્લ્યુ પ્રીન્ટ રજૂ કરવામાં આવી હતી.

હાર્લી ડેવિડ્સનની પહેલી ફેક્ટરી
પોતાના પુત્રના નવા વ્યવસાય માટે દાદા વિલિયમ સી ડેવિડ્સન દ્વારા પહેલી હાર્લી ડેવિડ્સન ફેક્ટરીનું નિર્માણ 10 ફૂટ બાય 15 ફૂટ શેડમાં કરવામાં આવ્યું હતું.

પહેલું કાર્બોરેટર
હાર્લ ડેવિડ્સનનું પહેલું કાર્બોરેટર ટોમેટો કેનમાંથી બનાવવામાં આવ્યું.

પહેલું હાર્લી ડેવિડ્સન મોડલ
1903માં હાર્લી ડેવિડ્સનનું પહેલું મોડલ રજૂ કરવામાં આવ્યું, જેનું નિકનેમ સાઇલન્ટ ગ્રે ફેલો રાખવામાં આવ્યું હતું.

પહેલા ડીલર
હાર્લી ડેવિડ્સનના પહેલા ડીલર શિકાગોના સી એચ લેંગ હતા, જેમણે 1904માં હાર્લીનો વ્યવસાય સંભાળ્યો હતો.

હાર્લી ડેવિડ્સન જીતી રેસ
4 જુલાઇ 1905માં શિકાગોમાં હાર્લી ડેવિડ્સને 15 માઇલ રેસ જીતી હતી.

પોતાની પહેલી ઇમારત
1906માં કંપની પોતાની પહેલી ઇમારતમાં લઇ જવામાં આવી જે રેઇલબોર્ડ સાથે શેરિંગમાં હતી.

ઇન્ડ્યૂઅરન્સ દોડ જીત્યા
વોલ્ટર ડેવિડ્સને જૂન 1908માં 1000 પોઇન્ટ્સ સાતે ન્યુયોર્કના કાટ્સ્કિલ માઉન્ટેઇનમાં બે દિવસીય ઇન્ડ્યૂઅરન્સ દોડ જીત્યા હતા.

પોલીસ ફોર્સે ઉપયોગમાં લીધી હાર્લી ડેવિડ્સન
1908માં ડેટ્રોઇટ પોલીસ ડિપાર્ટમેન્ટ અમેરિકાની પહેલી પોલીસ ફોર્સ બની કે જેણે હાર્લી ડેવિડ્સનનો ઉપયોગ કર્યો.

વી ટ્વિનનું પ્રોડક્શન
1909માં પહેલી હાર્લી ડેવિડ્સન વી ટ્વિનનું પ્રોડક્શન કરવામાં આવ્યું.

હાર્લીનો ફેમસ લોગો
હાર્લી ડેવિડ્સનનો ફેમસ લોગો બાર એન્ડ શિલ્ડનો પહેલીવાર ઉપયોગ 1910માં લેવામાં આવ્યો હતો.

કંપનીનું પહેલું હેડક્વાર્ટર
હાર્લી ડેવિડ્સનના ફેમસ હેડક્વાર્ટર સિક્સ સ્ટોરેનું બાંધકામ 1912માં શરૂ કરવામાં આવ્યું હતું.

દર વર્ષે 17 હજાર બાઇકનું પ્રોડક્શન
1913થી કંપની દ્વારા 17 હજાર જેટલી બાઇકનું પ્રોડક્શન કરવામાં આવે છે.

પહેલીવાર જોવા મળ્યા હાર્લી ડેવિડ્સનના વસ્ત્રો
1914માં પહેલીવાર હાર્લી ડેવિડ્સનના વસ્ત્રો જોવા મળ્યા હતા, પરંતુ તે માત્ર રેસ ટીમના સભ્યોને જ આપવામાં આવ્યા હતા.

20 હજાર બાઇકનું નિર્માણ
1914 અને 1918 દરમિયાન ઍલાઇસ વોર માટે કંપની દ્વારા 20 હજાર બાઇકનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

હાર્લી રાઇડરનું પોતાનું મેગેઝિન
1916માં હાર્લી ડેવિડ્સન ઇનથ્યૂઝિઍસ્ટ નામે પહેલું હાર્લી રાઇડર્સનું મેગેઝિન લોન્ચ કરવામાં આવ્યું. ત્યારથી તે વિશ્વનું સૌથી લાંબુ સતત પ્રસ્તુત થતું મોટરસાઇકલ મેગેઝિન છે.

જર્મનની ધરતી પર પગ મુકનાર પહેલો અમેરિકન
8 નવેમ્બર 1918ના રોજ જર્મન આર્મી દ્વારા પીછેહટ કરવામાં આવી ત્યારે હોલ્ત્ઝ તેની હાર્લી ડેવિડસન વી ટ્વિન લઇને ખરાબ વાતાવરણના કારણે દુશ્મનોના હેડક્વાર્ટરમાં પહોંચી ગયો હતો. જ્યાં તેને ઝડપવામાં આવ્યો હતો અને આ સાથે જ હોલ્ત્ઝ જર્મન ધરતી પર પગ મુકનાર પહેલો અમેરિકન સર્વિસમેન બન્યો હતો.

આ રીતે બાઇક બની સ્ટારની પસંદ
1918માં હાર્લી ડેવિડ્સનના ડીલર દ્વારા વૌડેવિલ આર્ટિસ્ટ ટ્રિક્સી ફ્રાગાન્ઝાને હાર્લ ડેવિડ્સન સાથે પોઝ આપવા કહ્યું હતું, ત્યારબાદ માર્લિન ડાઇટ્રિક, ક્લાર્ક ગ્લેબ, એલ્વિસ પ્રેસલે, ચેર, એલિઝાબેથ ટેઇલર, બ્રુસ વિલ્સ સહિતના સ્ટાર્સે આ બાઇક સાથે પોઝ આપ્યા હતા અને ત્યારબાદ આ બાઇક સ્ટારની પસંદ બની હતી.

ટ્વિન્સનો વિરોધ
એવું જરૂરી નથી કે હાર્લીની તમામ ટ્વિન્સ વી ટ્વિન્સ જ હોય. 1919થી 1922 વચ્ચે િબનાવવામાં આવેલી ટ્વિનનો એલેક્ટ્રિક સ્પોર્ટ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

લાર્જેસ્ટ મોટરસાઇકલ પ્રોડ્યુસર
1920માં હાર્લી ડેવિડ્સનને અધિકૃત રીતે વિશ્વની લાર્જેસ્ટ મોટરસાઇકલ પ્રોડ્યુસર જાહેર કરવામાં આવી હતી. 67 વિવિધ દેશોમાં બાઇકના 2000થી વધુ ડિલર્સ છે.

23 સ્પીડ રેકોર્ડ તોડ્યા
1920માં 61ક્યુબિક ઇન્ચ રેસિંગ હાર્લી પર લેસ્લિ રેડ પાર્કથર્સ્ટે 23 સ્પીડ રેકોર્ડ તોડ્યા હતા.

100mph કરતા સ્પીડની રેસ જીતી
1921માં હાર્લી ડેવિડ્સન પહેલી બાઇક બની કે જેણે એવરેજ 100mph કરતા વધુની સ્પીડ સાથે રેસ જીતી હોય.

આગવા શેપમાં ફ્યુલ ટેન્ક
1925માં તમામ મોડલ્સને આગવા ટીયર ડ્રોપ શેપમાં ફ્યુલ ટેન્ક આપવામાં આવી હતી.જે હાર્લીની ભવિષ્યની બાઇકમાં પણ આપવામાં આવી હતી અને આજે પણ એ કસ્ટમ બાઇક બિલ્ડર્સમાં લોકપ્રિય છે.

ફ્રન્ટ વ્હીલ બ્રેક
1928થી કંપની દ્વારા નિર્માણ કરવામાં આવેલી તમામ બાઇકમાં ફ્રન્ટ વ્હીલ બ્રેક આપવામાં આવે છે.

ફ્લેટહેડ એન્જીન
1929માં કંપની દ્વારા પહેલું ફ્લેટહેડ એન્જીન લોન્ચ કરવામાં આવ્યું હતું.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
