હીરોએ લૉન્ચ કર્યું શાનદાર ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો કિંમત અને ફીચર
હીરોએ લૉન્ચ કર્યું શાનદાર ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો કિંમત અને ફીચર
મોદી સરકારના જનરલ બજેટમાં જ નાણામંત્રી નિર્મલા સિતારમણે ઈલેક્ટ્રિક વાહનોને વધુ મહત્વ આપવાની વાત કરીને પેટ્રોલ અને ડીઝલ પર 2 રૂપિયા સેસ વધારી દીધો હતો. હવે ઈલેક્ટ્રિક વાહનોનું માર્કેટ ધીરે ધીરે જોર પકડી રહ્યું છે. ત્યારે હીરો ઈલેક્ટ્રિકે ભારતમાં ઑપ્યિમા ઈઆર અને નિક્સ ઈઆર બાદ વધુ એક સ્કૂટર લૉન્ચ કર્યું છે. હીરો ડૈશ ઈલેક્ટ્રિક સ્કૂટરને ભારતમાં લૉન્ચ કરી દેવામાં આપ્યું છે, દેખાવમાં શાનદાર જણાતું આ સ્કૂટર મિડિયમ ક્લાસ પરિવારને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. અહીં જાણો આ સ્કૂટરના ફીચર્સ અને કિંમત.

પ્રીમિયમ સ્કૂટર
હીરો ડૈશ કંપનીની એક ઓછી ગતિ વાળું સ્કૂટર છે પરંતુ આ અન્ય સ્કૂટરથી વધુ પ્રીમિયમ છે. કંપનીએ ડૈશ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં કેટલાય ફીચર્સ અને ઉપકરણ આપ્યા છે. કંપનીએ સ્કૂટરના લૉન્ચની સાથે હાલમાં જ લૉન્ચ થયેલ ઑપ્ટિમા ઈઆર અને નિક્સા ઈઆરને પણ ફિચર કરી છે.

બેટરી
હીરો ડૈશ ઈલેક્ટ્રિ સ્કૂટરમાં 48 વોલ્ટ લિથિયમ આયન બેટરીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેનો પ્રયોગ આ સ્કૂટર સિંગલ ચાર્જ પર 60 કિમીનું ડ્રાઈવિંગ રેન્જ પ્રદાન કરે છે. જેની મહત્તમ ગતિ 25 કિમી/કલાક રાખવામાં આવી છે.

બ્લેક અલૉય વ્હીલ
આ સ્કૂટરની બેટરી માત્ર 4 કલાકમાં ફૂલ ચાર્જ કરી શકાય છે. હીરો ડૈશની ડિઝાઈનની વાત કરીએ તો સામે તરફ બે હેડલેમ્પ આપવામાં આ્યા છે જે બહુ સ્ટાઈલિશ છે, આમાં બ્લેક અલૉય વ્હીલનો પ્રયોગ કરવામાં આવ્યો છે તથા પાછળ ગ્રૈલ રેલ પણ આપવામાં આવી છે.

ડ્યૂઅલ ટોન રંગ
હીરો ડૈશ ઈલેક્ટ્રિક સ્કૂટરને ડ્યૂઅલ ટોન રંગમાં રાખવામાં આવ્યું છે. જેમાં એલઈડી ડીઆરએલ, યૂએસબી ચાર્જિંગ પોઈન્ટ, ડિજિટલ ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, રિમોટથી બૂટ ઓપન કરવા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

ગ્રાઉન્ડ ક્લીયરેન્સ
કંપનીએ ડૈશ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં ટ્યૂબલેસ ટાયરનો પ્રયોગ કર્યો છે. ભારતીય રસ્તાઓનું ધ્યાન રાખતા આનું ગ્રાઉન્ડ ક્લીયરેન્સ 145mm રાખવામાં આવ્યું છે. કંપની આ સ્કૂટરની બેટરીમાં 3 વર્ષની વોરન્ટી આપી રહી છે.

1000 શોરૂમ ખોલવાનો લક્ષ્ય
હીરો ઈલેક્ટ્રિક હાલ દેશભમાં 615 શોરૂમના માધ્યમથી પોતાના ઈલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ કરી રહી છે તથા યોજના મુજબ કંપની 2020 સુધી 1000 શોરૂમ ખોલવાનો લક્ષ્ય ધરાવી રહી છે.

સ્કૂટરની કિંમત
આની સાથે જ દેશમાં વધતા ઈલેક્ટ્રિક વાહનોના ચલણને જોતાં હીરો ઈલેક્ટ્રિક પોતાના ઉત્પાદન ક્ષમતાને આગળ ત્રણ વર્ષમાં 5 લાખ યૂનિટ પ્રતિ વર્ષ કરનાર છે. આ સ્કૂટરની કિંમત 62000 રૂપિયા રાખવામાં આવી છે.

રોડ ટેક્સને માફ
વર્તમાનમાં દેશમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકાર પણ મહત્વના પગલાં ઉઠાવી રહી છે. ઈલેક્ટ્રિક વાહનોના રજિસ્ટ્રેશન ચાર્જ અને રોડ ટેક્સને માફ કરી દેવામાં આવ્યું છે તથા ફેમ-3 સ્કીમ પણ ચલાવવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
