For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટોયોટા ઇનોવા સાથે બાથ ભીડશે હોન્ડાની એમપીવી ફ્રીડ

By Super
|
Google Oneindia Gujarati News

જો તમે લાંબા સમયથી એ જ જૂની સ્ટાઇલની મલ્ટી પરપઝ વ્હીકલ એટલે કે (MPV)ને જોઇને કંટાળી ગયા છો, તો તમારા માટે સારા સમાચાર સાંભળવા મળી રહ્યાં છે. જી હાં, ભારતીય ઓટોમોબાઇલ બજારમાં એમપીવી સેગ્મેન્ટમાં વધુ એક શાનદાર એન્ટ્રી થઇ રહી છે. આ વખતે આ એન્ટ્રી હોન્ડા કંપની દ્વારા કરવામાં આવી રહી છે.

હોન્ડા ભારતીય બજારમાં એક લાંબ સમયથી ફરી રહેલી અને લોકપ્રીય થયેલી ટોયોટા ઇનોવાને જોરદાર ટક્કર આપવા માટે પોતાની શાનદાર એમપીવી ફ્રીડને રજૂ કરવાની યોજના બનાવી રહી છે. ટોયોટાએ દેશમાં સિડાન, હેચબેક અને એમપીવી સહિત દરેક સેગ્મેન્ટમાં પોતાની કાર્સ રજૂ કરી છે અને પ્રતિસ્પર્ધાની આ રેસમાં તે સામેલ પણ થઇ. તો ચાલો તસવીરો થકી જાણીએ આ કાર અંગે.

ઇનોવા લવર્સને આકર્ષશે

ઇનોવા લવર્સને આકર્ષશે

વર્ષ 2005માં એમપીવી સેગ્મેન્ટમાં એક નવી ઓળખ અપાવનારી ફુલ સાઇઝ મલ્ટી પરપઝ વ્હીકલ ઇનોવાએ જે સ્પીડ પકડી તેની આસપાસ કોઇ ટક્યુ નથી. જો કે, આ વચ્ચે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ પોતાની એર્ટિગાને રજૂ કરીને આ સેગ્મેન્ટમાં દખલગીરી કરી હતી, પરંતુ તેમ છતાં ઇનોવા લવર્સને આ કાર લલચાવી શકી નહીં. જોકે આ કાર થકી હોન્ડા ઇનોવા લવર્સને આકર્ષશે.

હજુ અધિકૃત ઘોષણા નથી કરાઇ

હજુ અધિકૃત ઘોષણા નથી કરાઇ

આ વખતે હોન્ડાએ પોતાની ફ્રીડને ભારતીય બજારમાં ઉતારવાની યોજના બનાવવા માટે કમર કસી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, હોન્ડાએ પોતાની આ એમપીવીને એશિયન બજારમાં રજૂ કરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. જો કે, હોન્ડા ઇન્ડિયા તરફથી હજુ આ કારને રજૂ કરવાને લઇને કોઇ અધિકૃત ઘોષણા કરવામાં આવી નથી.

હોન્ડા ટૂંક સમયમાં બજારમાં રજૂ કરશે

હોન્ડા ટૂંક સમયમાં બજારમાં રજૂ કરશે

જાણકારોનું કહેવું છે કે, જે પ્રકારે ભારતીય બજારમાં એમપીવી સેગ્મેન્ટની માંગ વધી રહી છે, તેને જોઇને હોન્ડા ટૂંક સમયમાં આ કારને બજારમાં રજૂ કરશે. તમને જણાવી દઇએ કે, આગામી દિલ્હી ઓટો એક્સપો માટે હોન્ડાએ પોતાની વધુ એક એમપીવી મોબિલિયોને રજૂ કરવાની યોજના બનાવી છે.

નિર્મણ બ્રાયો હેચબેકના પ્લેટફોર્મ પર

નિર્મણ બ્રાયો હેચબેકના પ્લેટફોર્મ પર

તેનું નિર્મણ બ્રાયો હેચબેકના પ્લેટફોર્મ પર કરવામાં આવ્યું છે, જે મારૂતિ એર્ટિગો માટે ઉપયુક્ત પ્રતિદ્વંદી છે અને આ એક સેવન સીટર કાર છે. બીજી તરફ ટોયોટા અને હોન્ડા બન્નેએ પોતાની એમપીવી ઇનોવા અને ફ્રીડના નેક્સ્ટ જનરેશનને રજૂ કરવાની વાત કરી છે.

English summary
Honda will bring its globally popular MPV Freed to India. Honda Freed is reportedly being made ready for launch in ASEAN markets to rival Toyota Innova, according to the sources.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X