1100 રૂપિયામાં ઘરે લાવો હોન્ડાની શાનદાર બાઈક, સાથે 7000નું કેશબેક મળશે
1100 રૂપિયામાં ઘરે લાવો હોન્ડાની શાનદાર બાઈક, સાથે 7000નું કેશબેક મળશે
ઓટો સેક્ટરમાં મંદીનો મહામાર ચાલી રહ્યો છે છતાં બાઈક અને કાર કંપનીઓ હાલ પોતાના ગ્રાહકોને સોનેરી ઑફર્સ આપી રહી છે. જો મે કોઈ સ્કૂટર કે બાઈક ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આ તમારા માટે જબરદસ્ત સમય છે. એક્ટિવા સહિતની કંપનીઓ પોતાના કેટલાય સ્કૂટર્સમાં શ્રેષ્ઠ ઑફર આપી રહી છે. એવી જ રીતે હોન્ડાની બાઈક Livo પર પણ કંપની ખાસ ઑફર્સ આપી રહી છે. તમે હોન્ડાની આ બાઈક માત્ર 1100 રૂપિયામાં ઘરે લઈ જઈ શકો છો. આ ઉપરાંત આ બાઈક પર તમને 2100 રૂપિયા સુધીના અન્ય લાભ સાથે કેશબેક પણ મળી રહ્યું છે.

હોન્ડા બાઈક પર ઑફર
હોન્ડા લિવોને તમે માત્ર 1100 રૂપિયાના ડાઉન પેમેન્ટ પર ઘરે લઈ જઈ શકો છો. કંપની આ બાઈક પર તમને ઝીરો ટકા પ્રોસેસિંગ ફી અને નૉ કૉસ્ટ ઈએમઆઈ જેવી કેટલીય ઑફર્સ આપી રહી છે. એટલું જ નહિ, હોન્ડા લિવો પર તમને 2100 રૂપિયા સુધીના એક્સ્ટ્રા બેનિફિટ્સ પણ મળી રહ્યું છે. જો તમે પેટીએમ દ્વારા બાઈકનું પેમેન્ટ કરો છો તો, તમને 7000 રૂપિયા સુધીનું કેશબેક પણ મળશે.

ઑફર સાથે જોડાયેલ જાણકારી
આ ઑફર્સ સાથે જોડાયેલ વધુ જાણકારી માટે તમે તમારી નજીકના ડીલર પાસે જઈ શકો છો અથવા તો હૉન્ડા 2 વ્હીલર્સ ઈન્ડિયા ડૉટ કોમ પરથી અથવા તો 1800-532-2555 પર કોલ કરીને પણ બધી જ ડિટેલ પ્રાપ્ત કરી શકો છો.

હોન્ડા લીવોના ફીચર
હોન્ડા લીવોમાં તમને ડાયનેમિક ગ્રાફિક્સ, લો રોલિંગ રેજિટેન્સ ટ્યૂબલેસ ટાયર, ડિજિટલ એનાલૉગ મીટર, એચઈટી વિથ બીએસ-IV, કૉમ્બી બ્રેક સિસ્ટમ જેવા કેટલાય ફીચર્સ મળે છે. બાઈકના પાવરની વાત કરીએ તો લીવોમાં 109.19 સીસીનું એન્જીન મળે છે, જે 7500rpm પર 8.31bhpનો પાવર આપે છે અને 5000rpm પર 9.09Nmનો ટૉર્ક જનરેટ કરે છે. બાઈકમાં તમને રિયર સસ્પેંશન સ્પ્રિંગ લોડેડ હાઈડ્રૉલિક મળે છે. આ ઉપરાંત આ બાઈક કિક/સેલ્ફ સ્ટાર્ટ બંને છે.

સીબી હોન્ડા 160Rની ઑફર
CB હોન્ડા 160R પર કંપની તરફથી 6999 રૂપિયાનું લો ડાઉન પેમેન્ટ ઑફર રવામાં આવી રહ્યું છે સાથે જ ઝીરો ટકા પ્રોસેસિંગ ફી અને નો કૉસ્ટ ઈએમઆઈ જેવા ઓફર્સ આપવામાં આવી રહ્યા છે. તમે આ બાઈક પર 2100 રૂપિયાની વધારાની બચત કરી શકો છો. આ ઉપરાંત જો તમે પેટીએમથી બાઈકનું પેમેન્ટ કરો છો તો 7000 રૂપિયાનું કેશબેક મળશે. આ બાઈકની દિલ્હી એક્સ-શોરૂમ કિંમત 86500 રૂપિયા છે, જે તેના ટૉપ વેરિયેન્ટ પર 95,078 રૂપિયા સુધી છે.
-
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું












Click it and Unblock the Notifications
