For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં એફોર્ડેબલ પર્ફોરમન્સ બાઇક આપવાની હોન્ડાની યોજના

|
Google Oneindia Gujarati News

જાપનીઝ મોટરસાઇકલ નિર્માતા કંપની હોન્ડા ભારતીય ઓટોમોબાઇલ બજારમાં એફોર્ડેબલ મોટરસાઇકલ લોન્ચ કરવાની દિશામાં વિચારી રહી છે. એવું પણ માનવામાં આવી રહ્યું છેકે, આ એફોર્ડેબલ કિંમતમાં બાઇક બજારમાં મુકવા માટે તેનું નિર્માણ ભારતમાં જ કરવામાં આવશે. હોન્ડા દ્વારા પોતાની આ યોજનાની શરૂઆત સીબીઆર 650 થકી કરવામાં આવશે. જેને 2016ના પ્રારંભિક સમયમાં ભારતીય બજારમાં લોન્ચ કરવાની કંપનીની યોજના છે.

honda-plans-offer-affordable-performance-bikes-india
હાલના સમયની વાત કરવામાં આવે તો હોન્ડા મોટરસાઇકલ એન્ટ સ્કૂટર ઇન્ડિયા(એચએમએસઆઇ) દ્વારા ભારતીય બજારમાં ઇમ્પોર્ટ કરવામાં આવેલી પર્ફોરમન્સ બાઇક વેચવામાં આવી રહી છે. જેની કિંમત 14થી 31 લાખ રૂપિયાની વચ્ચે છે. હવે કંપની આગળનું વિચારી રહી છે અને ભારતમાં પર્ફોરમન્સ બાઇકિંગ માર્કેટમાં પોતાની શાખ વધારવા માગી રહી છે અને તેથી તે સીબીઆર 650 બાઇકને ભારતમાં લોન્ચ કરવા જઇ રહી છે. જેની કિંમત 10 લાખ રૂપિયાની આસપાસ હોઇ શકે છે.

એચએમએસઆઇના પ્રેસિડેન્ટ અને સીઇઓ કેઇતા મુરમાત્સુએ જણાવ્યું કે, ભારત હજુ પણ ચલણમાં રહેલી કમ્મુટર મોટરસાઇકલનું બજાર છે, પરંતુ તેમ છતાં અમે હાયર એન્ડ અને ઇનથ્યૂઝિઍસ્ટ સેગ્મેન્ટની દિશામાં વિચારી રહ્યાં છીએ, અમારો હેતુ ભારતમાં તૈયાર કરવામાં આવેલી હાઇ એન્ડ સેગ્મેન્ટ એફોર્ડેબલ બાઇક બનાવવાનો છે.

અમે આગામી વર્ષમાં સીબીઆર 650 મોડલને લોન્ચ કરવાનું વિચારી રહ્યાં છીએ. જેને ભારતમાં તૈયાર કરવામાં આવશે. સ્મોલર બાઇકની સરખામણીએ હાઇ એન્ડ બાઇકને સોફિસ્ટિકેટેડ ટેક્નોલોજી સાથે બનાવવી ઘણી જ અલગ હોય છે. તેથી સીબીઆર650 એ પહેલું સ્ટેપ છે અને અમારા માટે ભારતમાં હાઇ એન્ડ બાઇકને બનાવવી એક અલગ અનુભવ છે. એકવાર અમે આ બાઇકનું નિર્માણ કરીએ અને માર્કેટમાં તેની માંગ કેવી છે તે અનુસાર ભારતમાં વધુ હાઇ પર્ફોરમન્સ બાઇક્સને બનાવવાનું અને વેચાણ કરવાનું વિચારીશું.

હાલના બજારની વાત કરવામાં આવે તો હોન્ડા દ્વારા ભારતીય બજારમાં આ પર્ફોરમન્સ મોટરસાઇકલ ઓફર કરવામાં આવે છે, જેમાં ગોલ્ડ વિંગ 1800, વીટી1300 સીએક્સ, વીએફઆર 1200 એફ, સીબીઆર 1000 આરઆર અને સીબી 1000 આર છે.

English summary
Japanese motorcycle maker, Honda is looking forward to offer performance motorcycles to the Indian market at an affordable price by assembling them in the country. Honda will first start off with the CBR 650, that the company is planning to launch during the first half of 2016.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X