ભારતમાં વેચાઇ રહેલી ટોપ સેફેસ્ટ કાર્સ
તાજેતરમાં એનસીએપીના ક્રેશ ટેસ્ટમાં ભારતની બે જાણીતી કાર્સ ફેઇલ થઇ છે, જેમાં લોકપ્રીય હેચબેક કાર મારુતિ સુઝુકી સ્વિફ્ટ અને ડટ્સન ગો એન્ટ્રી લેવલની કાર છે. આ ઉપરાંત અગાઉ અલ્ટો 800, ફોર્ડ ફિગો, ટાટા નેનો જેવી કાર્સ પણ ફેઇલ રહી હતી, ત્યારે ભારતમાં કાર કેટલી સેફ છે તે અંગેનું ટેસ્ટ કરવાની શરૂઆત પણ થવાની છે, તો બીજી તરફ કાર નિર્માતા કંપનીઓ દ્વારા પણ એ દિશામાં હાલ વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે.
મોટાભાગની કાર નિર્માતા કંપનીઓ પોતાની કાર્સની અંદર એરબેગ્સ, એબીએસ, ઇબીએસ, ઇબીડી, ફોગ લેમ્પ્સ સહિતના સેફ્ટી ફીચર્સ આપી રહી છે, આજે અમે અહીં એવી જ કેટલીક કાર્સ અંગે જણાવી રહ્યાં છીએ, જેને ભારતની સેફેસ્ટ કાર કહેવામાં આવે છે, જેમાં મારુતિ સુઝુકી, હોન્ડા, હુન્ડાઇ, ફોર્ડ વિગેરે કંપનીઓની કાર્સ છે, તો ચાલો તસવીરો થકી એ જાણીએ.

ફોર્ડ ફિએસ્ટા
કિંમતઃ- 7.86થી 9.50 લાખ રૂપિયા
સેફ્ટી ફીચર્સઃ- અન્ટ લોક બ્રેક્સ, ઇલેક્ટ્રિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રીબ્યૂશન, કારની ડિઝાઇનને 350 સેફ્ટી પ્રોક્યુશન્સમાંથી ચેક કર્યા પછી તૈયાર કરવામાં આવી છે.
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 1.5 લિટર 8વી ટીડીસીઆઇ ડીઝલ એન્જીન, 3750 આરપીએમ પર 89.75 બીએચપી અને 2000-2750 આરપીએમ પર 204 એનએમ ટાર્ક
એવરેજઃ- 17.5 કેએમપીએલ શહેરમાં અને 23.5 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)

શેવરોલે ક્રૂઝ
કિંમતઃ- 13.73થી 16.22 લાખ રૂપિયા
સેફ્ટી ફીચર્સઃ- અન્ટી થેફ્ટ અલાર્મ, સાઇડ એરબેગ્સ, ફ્રન્ટ ફોગ લેમ્પ્સ, એબીએસ
એન્જીનઃ- 1998 સીસી, મેન્યુઅલ ડીઝલ એન્જીન, 3800 આરપીએમ પર 166 પીએસ અને 2000 આરપીએમ પર 380 એનએમ ટાર્ક
એવરેજઃ- 17.3 કિ.મી પ્રતિ લિટર

સ્કોડા ફેબીયા
કિંમતઃ- 5.14થી 7.68 લાખ રૂપિયા
સેફટી ફીચર્સઃ- ડ્યુઅલ અને સાઇડ એરબેગ્સ, અન્ટી લોક બ્રેક્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ
પેટ્રોલ એન્જીનઃ- 1598 સીસી, 1.6 લિટર 16વી એમપીઆઇ પેટ્રોલ એન્જીન, 5250 આરપીએમ પર 105 બીએચપી અને 3800 આરપીએમ 153 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1199 સીસી, 1.2 લિટર 12વી ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જીન, 4200 આરપીએમ પર 75 બીએચપી અને 2000 આરપીએમ પર 180 એનએમ ટાર્ક
એવરેજઃ-11.41 કેએમપીએલ શહેરમાં અને 14.83 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ), 17.43 કેએમપીએલ શહેરમાં અને 20.86 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)

હોન્ડા સીઆર વી
કિંમતઃ- 21.44થી 25.75 લાખ રૂપિયા
સેફ્ટી ફીચર્સઃ- એબીએસ, ઇબીએસ, જી કોન ટેક્નોલોજી
એન્જીનઃ- 2354 સીસી, 2.4 લિટર પેટ્રોલ એન્જીન, 7000 આરપીએમ પર 190 બીએચપી અને 4400 આરપીએમ પર 226 એનએમ ટાર્ક
એવરેજઃ- 10 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 12 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર

મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા
કિંમતઃ- 23.8થી 25.8 લાખ રૂપિયા
સેફ્ટી ફીચર્સઃ- સ્ટોપ બ્રેકિંગ સિસ્ટમ, એબીએસ, ઇબીએસ
એન્જીનઃ- 2393 સીસી, 2.4 લિટર 16વી જે સિરિઝ પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 163.5 બીએચપી અને 4000 આરપીએમ પર 225 એનએમ ટાર્ક
એવરેજઃ- 6.12 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 9.24 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર

હોન્ડા સિટી
કિંમતઃ- 7.36થી 11.29 લાખ રૂપિયા
સેફ્ટી ફીચર્સઃ- એસઆરએસ એરબેગ્સ, જી ફોર્સ કન્ટ્રોલ ટેક્નોલોજી, બ્રેક એસિસ્ટ, વેરી સ્ટાઇલિશ અને સેફ
પેટ્રોલ એન્જીનઃ- 1497 સીસી, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન, 119 પીએસ અને 145 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 4 સિલિન્ડર ડીઝલ એન્જીન, 100 પીએસ અને 200 એનએમ
એવરેજઃ- 17.8 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 26 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

નિસાન માઇક્રા એક્ટિવ
કિંમતઃ- 3.58થી 7.24 લાખ રૂપિયા
સેફ્ટી ફીચર્સઃ- એબીએસ, ઇબીએસ, એરબેગ
એન્જીનઃ- 1198 સીસી, 1.2 લિટર 12 વી લાઇન પેટ્રોલ એન્જીન, 5000 આરપીએમ પર 67.4 બીએચપી અને 4000 આરપીએમ પર 104 એનએમ ટાર્ક
એવરેજઃ- 16.24 કિ.મી પ્રતિ લિટર /19.49 કિ.મી પ્રતિ લિટર

ફોર્ડ ઇકોસ્પોર્ટ
કિંમતઃ- 6.5થી 9.9 લાખ રૂપિયા
સેફ્ટી ફીચર્સઃ એબીએસ, ઇબીડી, છ એરબેગ્સ, એનસીએપી 4 સ્ટાર રેટિંગ
પેટ્રોલ એન્જીનઃ- 1499 સીસી, 1.5-લિટર 16વી ટીઆઇ વીસીટી પેટ્રોલ એન્જીન, 6300આરપીએમ પર 110.46બીએચપી, 4400આરપીએમ પર 140એનએમ
ડીઝલ એન્જીનઃ- 1498સીસી, 1.5-લિટર 89.75બીએચપી 16વી ટીડીસીઆઇ ડીઝલ એન્જીન, 3750આરપીએમ પર 89.75બીએચપી, 2000-2750આરપીએમ પર 204એનએમ
એવરેજઃ-13.07 કેએમપીએલ શહેરમાં અને 16.15 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ) 19.3 કેએમપીએલ શહેરમાં અને 22.7 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)

હુન્ડાઇ સાન્ટા ફે
કિંમતઃ- 26.2થી 29.0 લાખ રૂપિયા
સેફ્ટી ફીચર્સઃ- ડ્રાઇવર અને ફ્રન્ટ પેસેન્જર એરબેગ્સ, સાઇડ અને સર્ટેઇન એરબેગ્સ, એનસીએપીમાં 5 સ્ટાર રેટિંગ.
એન્જીનઃ- 2199 સીસી, 2.2 લિટર 16વી સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 3800 આરપીએમ પર 194.3 બીએચપી અને 1800-2500 આરપીએમ પર 436.39 એનએમ ટાર્ક
એવરેજઃ- 8.35 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 11.72 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
