For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુઝુકી સાથે જોડાયેલી રોચક વાતોથી તમે હશો અજાણ

|
Google Oneindia Gujarati News

ઓટોમોબાઇલ ઉદ્યોગ વિશ્વના સૌથી જુના બજારોમાંનુ એક છે. ઓટોમોબાઇલ વિશ્વ આપણને પોતાના કેટલાક નવા અને આધુનિક ફીચર તરફ આકર્ષિત કરતું રહે છે, પરંતુ તમે ક્યારેય વિચાર્યુ છે કે, જે પ્રકારે આ બજાર આટલા મોટા સ્તર પર ફેલાયેલું છે, તેનો ઇતિહાસ કેવો હશે? અમે તમારા માટે દરેકવાર ઓટો વિશ્વ સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો લઇને આવ્યા છીએ.

પાઠકોની રૂચીને ધ્યાનમાં રાખીને અમે ઓટો ફેક્ટ્સની શરૂઆત કરી. જેમાં અને ઓટો જગતની વિવિધ બ્રાન્ડ્સ અંગે રોચક માહિતી જણાવી રહ્યાં છીએ. આ વખતે અમે ઓટો જગતની જાણીતી બ્રાન્ડ સુઝુકી અંગે જણાવી રહ્યાં છીએ,તો ચાલો તસવીરો થકી જાણીએ સુઝુકીની અજાણી વાતોને.

સુઝુકી સાથે જોડાયેલી રોચક વાતો

સુઝુકી સાથે જોડાયેલી રોચક વાતો

આગળ નેક્સ્ટ સ્લાઇડ પર ક્લિક કરો અને જાણો સુઝુકી સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો.

મીચિયો સુઝુકી

મીચિયો સુઝુકી

તમને જણાવી દઇએ કે, જાપાનની બીજી અને ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપની સુઝુકી જે દેશમાં મારુતિ ઉદ્યોગ સાથે મળીને વાહનોને રજુ કરે છે. તેની સ્થાપના જાપાનના એક નાના ગામથી વર્ષ 1920માં કરવામાં આવી હતી. સુઝુકીની સ્થાપના મીચિયો સુઝુકીએ કરી હતી, જે વાસ્તવિક રીતે એક લૂમ(SuzukiLoom Works)નો વ્યાપાર કરતા હતા.

1937માં પહેલી નાની કાર

1937માં પહેલી નાની કાર

સુઝુકી, જેણે વિશ્વ ભરમાં એકથી એક ચઢિયાતી શાનદાર કાર્સને રજુ કરી ચુકી છે. આ કંપનીએ વર્ષ 1937માં પહેલીવાર નાની કારના નિર્માણનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને સાથે જ વર્ષ 1952માં કંપનીએ પહેલીવાર મોટરસાઇકલનું નિર્માણ કર્યું હતું.

1955માં પહેલી યાત્રા કાર

1955માં પહેલી યાત્રા કાર

સુઝુકીએ વર્ષ 1955માં પોતાની પહેલી યાત્રા કાર સુઝુલાઇટને રજુ કરી હતી. આ કારમાં કંપનીએ 360 સીસીની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કર્યો હતો.

વૈભવી બ્રાન્ડ કરતા વધુ ઉત્પાદન

વૈભવી બ્રાન્ડ કરતા વધુ ઉત્પાદન

આજના સમયમાં વિશ્વ ભરમાં ઘણી વૈભવી કાર બ્રાન્ડ મોજુદ છે, પરંતુ સુઝુકી, મર્સીડિઝ અને બીએમડબ્યુ જેવા વાહન નિર્માતાઓ કરતા વધારે કાર્સનું ઉત્પાદન કરે છે.

લૂમ બિઝનેસથી કરી હતી શરૂઆત

લૂમ બિઝનેસથી કરી હતી શરૂઆત

જો કે, સુઝુકીએ જાપાનમાં એક લુમ બિઝનેસથી પોતાની શરૂઆત કરી હતી, પરંતુ હાલના સમયે એક શાનદાર વાહન નિર્માતા તરીકે આ કંપનીએ વિશ્વના લગભગ 170 દેશોમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવી દીધી છે. એટલું જ નહીં, અનેક દેશોમાં આ કંપની સૌથી વિશ્વશનીય બ્રાન્ડ બની ચુકી છે, તેમાં ભારત પણ સામેલ છે.

ઓસામુ સુઝુકી

ઓસામુ સુઝુકી

ઓસામુ સુઝુકી, હાલ સુઝુકી મોટર કોર્પોરેશનના ચેરમેન છે. છેલ્લા 30 વર્ષોથી તેઓ કંપનીને પોતાની સેવા આપી રહ્યાં છે. ઓસામુએ સુઝુકીના સંસ્થાપકની પુત્રી શોકો સુઝુકી સાથે લગ્ન કર્યા અને બાદમાં સુઝુકીની પૈતૃક બિઝનેસ સાથે જોડાઇ ગયા.

ફોર વ્હીલર અને ટૂ વ્હીલર સેગ્મેન્ટમાં પકડ

ફોર વ્હીલર અને ટૂ વ્હીલર સેગ્મેન્ટમાં પકડ

ફોર વ્હીલર સેગ્મેન્ટ ઉપરાંત સુઝુકી ટૂ વ્હીલર સેગ્મેન્ટમાં પણ એક મોટી બ્રાન્ડ છે. ટૂવ્હીલર બજારમાં કંપનીને સુઝુકી હાયાબુશાએ સૌથી વધુ પ્રસિદ્ધિ અપાવી છે. જી હા, આ બાઇકને પોતાના સમયની વિશ્વની સૌથી ઝડપી બાઇક તરીકે ઓળખવામાં આવે છે. આ બાઇકની સર્વાધિક સ્પીડ 300 કિમી પ્રતિ કલાક નોંધાઇ છે.

1981માં જનરલ મોટર્સે ખરીદ્યા હતા સુઝુકીના શેર

1981માં જનરલ મોટર્સે ખરીદ્યા હતા સુઝુકીના શેર

તમને જણાવી દઇએ કે, વર્ષ 1981માં જનરલ મોટર્સે સુઝુકીમાં 20 ટકા શેર ખરીદ્યા હતા, પરંતુ વર્ષ 2006માં સુઝુકી એ શેર્સમાંથી લગભગ 17 ટકા શેર પરત લેવામાં સફળ રહી હતી. હાલના સમયે સુઝુકીમાં જનરલ મોટર્સના માત્ર 3 ટકા શેર છે, જે પહેલી કંપની છે, જે સુઝુકીમાં સૌથી વધારે શેર 3 ટકાની હકદાર છે.

1980માં સુઝુકી એ ભારતમાં પગ મુક્યો

1980માં સુઝુકી એ ભારતમાં પગ મુક્યો

સુઝુકીએ ભારતીય બજારમાં વર્ષ 1980માં પગ મુક્યો. આ દરમિયાન સુઝુકીએ દેશની કંપની મારુતિ ઉદ્યોગ પ્રાઇવેટ લિમીટેડ સાથે જોડાણ કર્યું હતું. ત્યારથી કંપની ભારતીય બજારમાં મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમીટેડ તરીકે પોતાના વાહનોને રજુ કરે છે.

આખા વિશ્વમાં વેચાય છે સુઝુકીના કાર્સ

આખા વિશ્વમાં વેચાય છે સુઝુકીના કાર્સ

સુઝુકીની કાર વિશ્વ ભરમાં વેચાય છે. એક જાપાની કાર નિર્માતા તરીકે આ કંપની શાખ વિશ્વમાં ઘણી સારી છે. સુઝુકી વિશ્વની દસ મોટી કાર નિર્માતા કંપનીઓમાની એક છે. ભારતીય બજારમાં કંપનીની પહેલી મારુતિ 800 દેશની સૌતી લોકપ્રિય કાર તરીકે રજુ કરવામાં આવી હતી. જાપાન બહાર સુઝુકી માટે ભારત જ સૌથી મોટું કાર બજાર છે.

English summary
Iconic Japanese car manufacturer Suzuki has an interesting history. Here are some Suzuki facts that you probably did not know.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X