સટ્ટાકિંગ કલગીના પુત્રે ચિક્કાર દારૂ પી સર્જ્યો અકસ્માત

આ બનાવ અંગે મળેલી માહિતી અનુસાર શનિવારે મધરાત્રે દક્ષ દારૂનો નશો કરી બેફામ ગતિએ કાર હંકારી રહ્યો હતો, જે સમયે તેની કાર પહેલા ડિવાઇડર પર ચઢી ગઇ હતી અને ત્યારબાદ તેની કારનું વ્હીલ નીકળી જતા કાર એક થાંભલા સાથે અથડાઇને પલ્ટી મારી ગઇ હતી. સદભાગ્યે એ સમયે ત્યાં કોઇ અન્ય વાહન કે પછી લોકો નહીં હોવાના કારણે કોઇ જાનહાની થઇ નથી, તેમજ દક્ષને પણ ઇજા પહોંચી નહોતી. આ ધટના નહેરુનગરથી શિવરંજની ચાર રસ્તા નજીક ઘટી હતી. ઘટનાની જાણ થયા બાદ પહોંચેલી પોલીસે દક્ષ વિરુદ્ધ ડ્રીંક એન્ડ ડ્રાઇવનો કેસ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ અંગે પોલીસે જણાવ્યું છે કે, ફ્રેન્ડશીપ ડેની પૂર્વરાત્રીએ મિત્રની મદદ કરવા નીકળેલા દક્ષે દારૂના નશામાં પૂરઝડપે કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હોવાની જાણ થતા કાર કબજે કરવામાં આવી છે અને તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાવ અંગે પોલીસનું માનવું છે કે, દારૂના નશાના કારણે દક્ષ કાર પરનો કાબુ ગુમાવી બેઠો હતો અને ગલફત ભરી રીતે કાર હંકારી તેણે આ અકસ્માત કર્યો હતો.












Click it and Unblock the Notifications
