For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OMG! આ લક્ઝરી કારની પણ બની રહી છે ડ્યૂપ્લીકેટ

|
Google Oneindia Gujarati News

વિશ્વભરમાં દરેકનું સ્વપ્ન હોય છે કે તે મોંઘી અને લક્ઝરી કારમાં મુસાફરી કરે. લોકો પોતાના આ શોખને પૂર્ણ કરવા માટે હરસંભવ પ્રયાસ પણ કરે છે. કેટલાક લોકો પોતાની મહેનતનો એક હિસ્સો ભેગો કરીને પૈસા એકઠાં કરે છે અને શાનથી લક્ઝરી કાર્સમાં મુસાફરી કરે છે, પરંતુ જે રીતે હાલના સમયમાં બજારમાં ઓરિજિનલ કરતા લોકપ્રિય ડ્યૂપ્લીકેટ થઇ રહી છે, તેની અસર ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી પર પણ જોવા મળી રહ્યો છે.

અત્યારસુધી તમે ઇલેક્ટ્રોનિક ગેજેટ જેમકે, મોબાઇલ ફોન કેમેરા, આઇપોડ વિગેરેના ડ્યૂપ્લીકેટને બજારમાં વેંચાતા જોયા હશે, પરંતુ હવે મોંઘી અને લક્ઝરી કાર્સના ડ્યૂપ્લીકેટ મોડલ પર બજારમાં જોવા મળી રહ્યાં છે. તમને આ વાંચીને હેરાની થઇ રહી હશે પરંતુ આ સાચું છે. અમેરિકામાં એક કાર કિટ નિર્માતા કંપની છે જે વિશ્વની સૌથી જાણીતી લક્ઝરી સ્પોર્ટ કાર લેમ્બોર્ગિનીના ડ્યૂપ્લીકેટ મોડલ્સના નિર્માણ કરી રહ્યાં છે.

અમેરિકાના અલબામા શહેરમાં સ્થિત કાર કિટ આઇએનસી નામની કિંપનીએ પોતાના આ શાનદાર મોડલ્સથી માત્ર કાર શોખિનોને જ હેરાનીમાં નથી મુકી દીધા પરંતુ લેમ્બોર્ગિની જેવી મોટી સ્પોર્ટ કાર નિર્માતા કંપનીને કોર્ટના દરવાજા ખખડાવવા માટે મજબૂર કરી દીધી છે. જી હાં, લેમ્બોર્ગિની આ કાર કિટ નિર્માતા કંપની પર પોતાની કાર્સના ડ્યૂપ્લીકેટ મોડલ તૈયાર કરવા માટે કોર્ટમાં કેસ કર્યો છે.

અમેરિકાની કોર્ટમાં કેસ

અમેરિકાની કોર્ટમાં કેસ

તમને જણાવી દઇએ કે આ કાર કિટ કંપનીના માલિક જોય જક્શન વિરુદ્ધ ઇટલીની વાહન નિર્માતા કંપની લેમ્બોર્ગિનીએ અમેરિકા કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.

કારમાં ફાયબરનો ઉપયોગ

કારમાં ફાયબરનો ઉપયોગ

આ કિટ નિર્માતા કંપની ફાયબરનો પ્રયોગ કાર્સની બોડી નિર્માણમાં કરે છે, જેને કંપની દ્વારા વેંચવામાં આવે છે.

માત્ર બોડી બનાવીને આપે છે

માત્ર બોડી બનાવીને આપે છે

આ કંપની ગ્રાહકોને કારની બોડી બનાવીને આપે છે અને તેને તમારે જાતે જ ફીટ કરવાની હોય છે.

લેમ્બોર્ગિનીનું મર્સિલેગો મોડલ

લેમ્બોર્ગિનીનું મર્સિલેગો મોડલ

આ છે લેમ્બોર્ગિનીનું મર્સિલેગો મોડલ, જે વિશ્વભરમાં પોતાના ખાસ લુક અને વિંગ ડોર માટે ફેમસ છે, પરંતુ આ કંપની તમારી મામૂલી સિડાન કારને આવો ખાસ લૂક આપી શકે છે.

લેમ્બોર્ગિનીએ ફટકારી નોટિસ

લેમ્બોર્ગિનીએ ફટકારી નોટિસ

લેમ્બોર્ગિનીએ આ કાર કિટ નિર્માતા કંપનીને નોટિસ આપી છે કે, તે પોતાની આ બોડી કિટનો વીડિયો બનાવ્યો, જેમાં કારની બોડીને એક કટર કાપવામાં આવે, જેથી ઓરિજિનલ અને ડ્યૂપ્લીકેટમાં તફાવત જાણી શકાય.

લેમ્બોર્ગિનીનો દાવો

લેમ્બોર્ગિનીનો દાવો

આ ઉપરાંત લેમ્બોર્ગિનીએ દાવો કર્યો છે કે, જો ઉક્ત કંપની વીડિયો નથી બનાવતી તો તે આ પ્રકારે કંપનીના મોડલ્સનું ડ્યૂપ્લીકેટ બનાવવાનું બંધ કરે.

શું કહે છે કાર કિટના માલિક

શું કહે છે કાર કિટના માલિક

બીજી તરફ કાર કિટ નિર્માતા કંપનીના માલિકનું કહેવું છેકે, અમે આવો કોઇપણ પ્રકારના વીડિયોનું નિર્માણ નહીં કરીએ, અમ લેમ્બોર્ગિની વિરુદ્ધ કોર્ટમાં જ લડીશું.

લેમ્બોર્ગિની ઉપરાંત ફેરારીની બોડી પણ બનાવી

લેમ્બોર્ગિની ઉપરાંત ફેરારીની બોડી પણ બનાવી

તમને જણાવી દઇએ કે આ કંપની લેમ્બોર્ગિની ઉપરાંત ફેરારી અને બેન્ટલેની કાર્સ માટે પણ બોડી બનાવે છે. આ કંપની એક કારની બોડી માટે 1 હજારથી 5 હજાર ડોલર લે છે.

English summary
Jackie Johnson the man behind Car Kit INC has been sued by Lamborghini for selling Lambo replica kits. Lamborghini wants Car Kit INC to shut down.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X