વિશ્વની સૌથી મોંઘી કાર થઇ લોંચ, જોઇને રહી જશો દંગ
વિશ્વ ભરમાં એકથી એક ચઢિયાતી અને શાનદાર કાર રજુ કરનારી જર્મનીની પ્રમુખ કાર નિર્માતા કંપની લેમ્બોર્ગિનીએ વિશ્વની સામે એક શાનદાર કાર લોન્ચ કરી છે. લેમ્બોર્ગિનીએ વિશ્વ બજારમાં પોતાની બહુપ્રતિક્ષિત કાર વેનેનો રોડસ્ટરને લોન્ચ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, લેમ્બોર્ગિની વેનેનો રોડસ્ટર વિશ્વની સૌથી મોંઘી કાર છે.
ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી લેમ્બોર્ગિની વેનેનો રોડસ્ટર એક શાનદાર સ્પોર્ટ કાર છે. તમને જણાવી દઇએ કે, કંપનીએ આ મોડલને કુપ વેરિએન્ટમાં ગત માર્ચ મહિનામાં લોન્ચ કર્યું હતું, આ વખતે કંપનીએ તેનો કનવર્ટેબલ લોન્ચ કર્યો છે. વિશેષજ્ઞોનું માનવું છે કે, લેમ્બોર્ગિની તરફથી રજુ કરવામાં આવેલી શાનદાર કાર્સમાંની એક છે. તો ચાલો તસવીરો થકી નીહાળીએ લેમ્બોર્ગિની વેનેનો રોડસ્ટરને.

વિશ્વની સૌથી મોંઘી કાર
આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને તસવીરોના માધ્યમથી જુઓ, વિશ્વની સૌથી મોંઘી અને લક્ઝરી સ્પોર્ટ કાર લેમ્બોર્ગિની વેનેનો રોડસ્ટરને.

કારની એન્જીન ક્ષમતા
તમને જણાવી દઇએ કે કંપનીએ આ સ્પોર્ટ કારમાં 6.5 લીટરની ક્ષમતાના શાનદાર વી 12 એન્જીનનો પ્રયોગ કર્યો છે, જે કારને 750 બીએચપીની શક્તિ પ્રદાન કરે છે.

શાનદાર સ્પીડ
લેમ્બોર્ગિની વેનેનો રોડસ્ટરની સ્પીડ પણ ઘણી જ શાનદાર છે, જી હાં, આ કાર માત્ર 2.9 સેકન્ડમાં જ 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડવાની શક્તિ ધરાવે છે.

વેનેનો રોડસ્ટરની અધિકતમ સ્પીડ
લેમ્બોર્ગિની વેનેનો રોડસ્ટરની અધિકતમ સ્પીડ 220 મીલ પ્રતિ કલાક છે, એટલે કે લગભગ 354.06 કિમી પ્રતિ કલાકની ઝડપથી આ કાર હવા સાથે વાતો કરી શકે છે.

શાનદાર અને મજબૂત બૉડી
કંપનીએ આ કારના રૂફને સંપૂર્ણપણે ખુલ્લું રાખ્યું છે, આ ઉપરાંત આ કારની બૉડીને ઘણી જ શાનદાર રીતે બનાવવામાં આવી છે, જેને ઘણી જ મજબૂતી પ્રદાન કરે છે.

કારનું ઇન્ટીરિયર
આ કારનું ઇન્ટીરિયર ઘણું જ લાજવાબ છે, જી હાં, કારમા કંપનીએ શાનદાર અને આધુનિક ફીચર્સને પણ સામેલ કર્યા છે.

એરોડાઇનેમિક ડિઝાઇન
કંપનીએ આ કારને એરોડાઇનેમિક ડિઝાઇનમાં તૈયાર કર છે, જે પાછળની કારને ઘણો જ શાર્પ લુક પ્રદાન કરે છે.

કારનું કુલ વજન
આ કારનું કુલ વજન 1490 કેજી છે, જે કારને શાનદાર સ્પીડ પકડવામાં સંપૂર્ણપણે મદદ કરે છે. આ ઉપરાંત લેમ્બોર્ગિની વેનેનો રોડસ્ટરનું એક્જોસ્ટ પણ ઘણુ જ શાનદાર છે.

લેમ્બોર્ગિની વેનેનો રોડસ્ટરની કિંમત
લેમ્બોર્ગિની વેનેનો રોડસ્ટરની કિંમત ઘણી ઉંચી છે. આ કારની ડ્રાઇવિંગની મજા લેવી સહેલી નથી. આ કારની કિંમત અંદાજે 5.3 મીલિયન ડોલર એટલે કે અંદાજે 32.66 કરોડ રૂપિયા છે.












Click it and Unblock the Notifications
