ફેરારીને ટક્કર આપવા આવી રહી છે ભારતમાં આ લક્ઝરી બ્રાન્ડ

ભારત એક અદભૂત દેશ છે, તેમાં કોઇ શંકા નથી. જી હાં, અહીં એક તરફ રૂપિયો નબળો, સરકારની મજબૂરી, મોંઘવારીનો માર અને ઇંધણ ભાવ વધારાની ઝપેટમાં સામાન્ય નાગરીકો આવી રહ્યાં છે, તો બીજી તરફ દેશમાં અરબપતિઓની વધતી સંખ્યા, લક્ઝરી લાઇફની દિવાનગી પણ છે. તાજેતરમાં દેશમાં કેટલાક વાહન નિર્માતા મંદીના દોરમાંથી પસાર થઇ રહ્યાં છે, પરંતુ તેમનો જુસ્સો ઓછો થયો નથી.

જીહાં, કદાચ આ જ કારણ છે કે, વિશ્વ ભરમાંથી અનેક વાહન નિર્માતા કંપનીઓની નજરો પણ ભારતીય ઓટોમોબાઇલ બજાર પર પડી છે. આ ક્રમમાં લોટસ, સ્પાઇકર અને પગાની જેવી કંપનીઓ પણ ભારતમાં પોતાના વ્યાપારની તકોને શોધી રહી છે. પહેલાંથી જ દેશમાં ફેરારી, લેમ્બોર્ગિની, કોઇનેગ્સેગ અને બુગાટી જેવી બ્રાન્ડ છે, ટૂંક સમયમાં આવી જ અન્ય વાહન નિર્માતા કંપનીઓ પણ પોતાની કાર ભારતીય રસ્તાઓ પર દોડાવશે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે કઇ કાર બ્રાન્ડ છે જે ટૂંક સમયમાં દેશમાં પોતાના મોડલ્સને લોન્ચ કરશે.

લક્ઝરી કાર બ્રાન્ડ

લક્ઝરી કાર બ્રાન્ડ

આગળ નેક્સ્ટ સ્લાઇડ પર ક્લિક કરો અને તસવીરોમાં જુઓ, ભારતીય બજારમાં ધમાલ મચાવવા આવી રહી છે, આ લક્ઝરી કાર બ્રાન્ડ.

સ્પાઇકર સી8 એેલેરોન

સ્પાઇકર સી8 એેલેરોન

નેધરલેન્ડની વાહન નિર્માતા કંપની સ્પાઇકર ભારતીય બજારમાં પોતાની શાનદાર લક્ઝરી સિડાન કરા સ્પાઇકર સી8 એલેરોનને રજુ કરવાની યોજના બનાવી રહી છે. આ કાર બ્રાન્ડ વિશ્વ ભરમાં લક્ઝરી કાર સેગ્મેન્ટમાં ઘણી લોકપ્રીય રહી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર કંપની પોતાની કાર્સને આ વર્ષના અંત સુધીમાં રજુ કરી શકે છે.

સ્પાઇકર બી6 વેનેટર

સ્પાઇકર બી6 વેનેટર

સ્પાઇકર સૌથી પહેલી ભારતીય બજારમાં પોતાની સી8 એલેરોનને લોન્ચ કરશે, જેમાં કંપનીએ ઓડીની 4.2 લીટરની ક્ષમતાના વી8 એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, કારમાં 400 હોર્સ પાવરની દમદાર શક્તિ પ્રદાન કરે છે. એટલું જ નહીં કારની સ્પીડ 300 કિમી પ્રતિ કલાક હશે. ત્યારબાદ કંપની પોતાની રેન્જમાં સ્પાઇકર બી6 વેનેટરને લોન્ચ કરશે.

પગાની હવ્યૈરા

પગાની હવ્યૈરા

સ્પાઇકર બાદ ઇટલીની પ્રમુખ સ્પોર્ટ કાર નિર્માતા કંપની પગાની ભારતીય બજારમાં ડગ માંડવા તૈયાર છે. આ કંપની ઇટલીની જ ફેરારીને જોરદાર ટક્કર આપી શકે છે. પગાની વિશ્વ ભરમાં પોતાની શાનદાર કાર જોંડા માટે ઘણી જાણીતી રહી છે. પગાની દેશમાં સૌથી પહેલાં પોતાની શાનદાર કાર હવ્યૈરાને રજુ કરશે.

પગાની હવ્યૈરા વિશ્વની ઝડપી કાર્સમાની એક

પગાની હવ્યૈરા વિશ્વની ઝડપી કાર્સમાની એક

પગાની હાલ ભારતીય બજારમાં પોતાની કાર્સને રજુ કરવાની યોજના પર કામ કરી રહી છે. હાલ તેના મોડલ્સને રજુ કરવાની તારીખ વિગેરે કોઇ જાણકારી આપવામાં આવી નથી. પગાની હવ્યૈરામાં કંપની 6 લીટરની ક્ષમતાના વી12 એન્જીનનો પ્રયોગ કર્યો છે, જેનું નિર્માણ એએમજીએ કર્યો છે. આ કાર વિશ્વની સૌથી ઝડપી કાર્સમાની એક છે.

લોટસ

લોટસ

બ્રિટનની પ્રમુખ કાર નિર્માતા કંપની લોટસ પણ ભારતીય બજારમાં પોતાની શાનદાર સ્પોર્ટ કાર્સને રજુ કરવા જઇ રહી છે. જો કે, લોટસ પગાની તરફથી હાઇ સ્પીડ સ્પોર્ટ કાર્સનું નિર્માણ નથી કરતી, પરંતુ આ કંપની હળવી અને ઝડપી કાર્સને બનાવવા માટે જાણીતી છે.

શાનદાર વૈભવી કારમાં સફર કરવાની તક

શાનદાર વૈભવી કારમાં સફર કરવાની તક

તમને જણાવી દઇએ કે, વેચાણના મામલે આ ત્રણેય વાહન નિર્માતા એટલા પ્રભાવી નહીં થાય, પરંતુ ભારત જેવા બજારમાં પોતાના સફરની શરૂઆત કરવાને લઇને તેઓ ઘણા ઉત્સાહિત છે. બીજી તરફ ભારતીય કાર પ્રેમીઓને પણ આવી જ શાનદાર અને વૈભવી કાર્સમાં સફર કરવાની તક મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X