• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તસવીરોમાં જુઓ અંતરિક્ષમાં વિહરતી સ્પેશ કાર્સને

|

સ્પેશ એટલે કે અંતરિક્ષ, અસંખ્ય સંભાવનાઓથી ભરેલી એ પેટી કે જેમાં છૂપાયેલા રહસ્યોને શોઘવામાં આપણે અનેક વર્ષો લગાવી દીધા, પરંતુ તેમ છતાં આપણને દરેક પળે એવું લાગે છે કે, હજું પણ ઘણું બધું બાકી છે, જે આપણાથી છૂટી રહ્યું છે. આપણી આ જ જિજ્ઞાસુ પ્રવૃત્તિના કારણે માનવ દરેક પળે અંતરિક્ષમાં પોતાના ડગ માંડવાના પ્રયાસો કરી રહ્યો છે.

અંતરિક્ષના મિશન જેટલા મહત્વપૂર્ણ અને નવા રહસ્યો ખોલનારા હોય છે, એટલા જ ખતરનાક પણ હોય છે, કારણ કે, તમારે એક એવા રસ્તાની પસંદગી કરવાની હોય છે, જ્યાં ક્યારેય કોઇ માનવી ગયો નથી, પરંતુ વિજ્ઞાનના આ યુગને દરેક અજાણ્યા રસ્તા પર ચાલવાની આવડત છે. જેમ કે ઇસરો માટે મંગળવાર ઘણો જ ખાસ રહ્યો છે. મંગળવારે ઇસરોએ મંગળ ગ્રહ પર પોતાના નવા માર્સ ઓર્બિટર મિશનની શરૂઆત કરી છે.

આજે અમે તમારા માટે કંઇક ખાસ લઇને આવ્યા છીએ. શું તમે ક્યારેય અંતરિક્ષ પર ઉપયોગમાં લેવામાં આવતી કાર અંગે કલ્પના કરી છે. કદાચ આ વાત તમને આશ્ચર્યમાં મુકી દેશે, પરંતુ આજે અમે તમને આ બાબતોથી જ રૂબરૂ કરાવીશું. તો ચાલો તસવીરો થકી જોઇએ કેટલીક એવી કાર્સ કે જેનો પ્રયોગ રસ્તા પર નહીં પરંતુ અંતરિક્ષમાં કરવામાં આવે છે.

શાનદાર સ્પેશ કાર્સ

શાનદાર સ્પેશ કાર્સ

આગળ નેક્સ્ટ સ્લાઇડ પર ક્લિક કરો અને તસવીરોમાં જુઓ કેટલીક શાનદાર સ્પેશ કાર્સને.

એપોલો લૂનર રોવિંગ વ્હીકલ

એપોલો લૂનર રોવિંગ વ્હીકલ

નાસાએ સૌપ્રથમ વાર વર્ષ 1971માં એપોલો મિશન હેઠળ માનવ રહિત યાનને ચંદ્રમાં પર મોકલ્યું હતું. આ મિશન હેઠળ સૌથી પહેલા ચંદ્રમા પર એપોલો લૂનર રોવિંગ વ્હીકલનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ વાહનનો પ્રયોગ આગામી ત્રણ એપોલો મિશન 15,16 અને 17માં પણ કરવામાં આવ્યો હતો. તેમાં એવી બે નોન રિચાર્જેબલ જિંક બેટરીનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જે કારના દરેક વ્હીલને લગભગ એક ચતુર્થાઉંસ હોર્સ પાવરની શક્તિ પ્રદાન કરતા હતા.

એપોલો લૂનર રોવિંગની કિંમત

એપોલો લૂનર રોવિંગની કિંમત

એટલું જ નહીં આ કારે દરેક મિશનમાં શાનદાર પ્રદર્શન કર્યું અને લગભગ ચંદ્રની ધરતી પર 30 કિમી સુધી વિચરણ કર્યું. નાસા દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ ચાર એપોલો લૂનર રોવિંગ વ્હીકલની કિંમત લગભગ 30 મિલયન ડોલર હતી, એટલે કે આજના સમયે તેની કિંમત લગભગ 200 મિલિયન ડોલરની આસપાસ હશે.

સ્પેશ એક્સપ્લોરેશન વ્હીકલ

સ્પેશ એક્સપ્લોરેશન વ્હીકલ

જ્યારે તમે લૂનર વ્હીકલને અંતરિક્ષમાં ઉતારો છો, તો તેને તમે લાંબા સમય સુધી ચલાવી શકતા નથી અને અંતરિક્ષમાં અમુક અંતર ફરીને તમે કંઇ ખાસ માહિતી એકઠી કરી શકતા નથી. આ વાતને ધ્યાનમાં રાખીને સ્પેસ એક્સપ્લોરેશન વ્હીકલને ડિઝાઇન કરવામાં આવ્યું હતું. જે અંતરિક્ષમાં લાંબા સમય સુધી ચાલી શકે છે.

સ્પેશ એક્સપ્લોરેશનની કિંમત

સ્પેશ એક્સપ્લોરેશનની કિંમત

એટલું જ નહીં, સ્પેશ એક્સપ્લોરેશન વ્હીકલમાં એક ફાયદો એ પણ છે કે, તેની અંદર બેઠાં બાદ અતંરિક્ષ યાત્રીઓને સ્પેશ શૂટ વિગેરે પહેરવાની જરૂર રહેતી નથી. તેની અંદર બનાવવામાં આવેલા કેબિનમાં એ તમામ સારી સુવિધાઓ જેમ કે ઓક્સિજન વિગેરેની પૂર્તિ કરે છે. આ અંતરિક્ષ કારની કિંમત લગભગ 153 મિલિયન ડોલર છે અને તેને વર્ષ 2010માં તૈયાર કરવામાં આવી હતી.

માર્શ પાથ ફાઇંડર

માર્શ પાથ ફાઇંડર

માર્શ પાથ ફાંઇડર, તેમને નામ વાંચતાની સાથે જ અંદાજો આવી ગયો હશે કે, તેનું નિર્માણ મંગળ ગ્રહના મિશનને ધ્યાનમાં રાકીને કરવામાં આવ્યું હશે. તેનું નિર્માણ નાસાએ વર્ષ 1970માં કર્યું હતું. તેની ખાસિયત એ છે કે, આ ઓછી કિંમત, ઝડપી અને સારી સ્પેશ કાર છે. આ કારમાં કુલ છ વ્હીલનો પ્રયોગ કરવામાં આવ્યો છે. વર્ષ 1997માં તેને પહેલીવાર મંગળ ગ્રહ પર મોકલવામાં આવી હતી, જ્યાંથી તેણે ત્યાંની માટી, આસપાસના વાતાવારણ વિગેરેની હજારો તસવીરો મોકલી હતી. જે અંતરિક્ષ વિજ્ઞાન માટે ઘણી મહત્વપૂર્ણ સાબિત થઇ. તેની કિંમત લગભગ 250 મિલિયન ડોલર છે.

માર્સ એક્સપ્લોરેશન રોવર

માર્સ એક્સપ્લોરેશન રોવર

મંગળ ગ્રહની વધુ માહિતી એકઠી કરવા માટે, માર્સ એક્સપ્લોરેશન રોવર નામના વ્હીકલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2004 જાન્યુઆરી પહેલા મંગળ ગ્રહ પર માર્સ એક્સપ્લોરેશન રોવર્સને મોકલવામાં આવ્યું. નાસા અનુસાર તેમા બે રોબેટિક વાહનોને સામેલ કરવામાં આવ્યા હતા, જે મંગળ ગ્રહની બે વિભિન્ન દિશાઓમાં મોકલવામાં આવ્યા. આ વાહનમાં લગભગ 21 માઇલનું અંતર નક્કી કર્યુ અને મંગળ ગ્રહની અનેક તસવીરો મોકલી, પરંતુ દુર્ભાગ્યવશ તે મંગળ ગ્રહમાં કોઇ માટીના દલદલમાં ફસાઇ ગયુ અને સૂચનાઓ મોકલવાનું બંધ થઇ ગયું. માર્સ એક્સપ્લોરેશન રોવર્સનું નિર્માણ, લોન્ચિંગ લેંડિગ તમામને મેળવીને 820 મિલિયન ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

ક્યૂરોસિટી રોવર

ક્યૂરોસિટી રોવર

અંતરિક્ષમાં મોકલવામાં આવેલું અત્યારસુધીનું આ સૌથી મોટું વાહન છે. જીહાં, 9 ફૂટ પહોળી, 7 ફૂટ લાંબી આ સ્પેશ રોબોટિક કાર કોઇ મોટી એસયુવી કરતા પણ મોટી છે. તેનું વજન લગભગ 2000 પૉડ છે. આ વાહનમાં શાનદાર કેમેરાનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે આખા મંગળ ગ્રહને ચકાસવા માટે દરેક પળે તત્પર રહે છે. આ વાહનથી અંતરિક્ષની દુનિયાને ઘણી આશાઓ છે. તેનો ખર્ચ લગભગ 2.5 બીલિયન ડોલર છે. આ ક્યૂરોસિટી રોવરની વિશેષતાઓનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છો કે, તે ન્યૂક્લીયર પાવરથી સંચાલિત હોય છે. આ ઉપરાંત તેના પર એક પ્રયોગશાળામાં ઉપયોગમાં લેવાતા આધુનિક યંત્રોને સ્થાપિત કરવામાં આવ્યા છે. તેમાં એક ડ્રીલ મશીનનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે, જે જરૂર પડ્યે ગ્રહની ધરતીને ખોદી શકે છે.

English summary
Today India has launched its first interplanetary probe,Mars Orbiter Spacecraft onboard PSLV-C25. Have you ever wondered about space cars. Here is some space cars from Nasa which are used in various space missions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more