ઓછી કિંમતમાં વૈભવી સવારી કરાવતી કાર્સ
જ્યારે પણ આપણે રોડ એક વૈભવી કાર નીકળે ત્યારે એવું વિચારતા હોઇએ છીએ કે આ કાર્સ ખરીદવા માટે બિઝનેસમેન અથવા તો સેલિબ્રિટી કે પછી સીઇઓ બનવું પડશે, ત્યારે જ આપણે આ પ્રકારની વૈભવી કારમાં મુસાફરી કરી શકીશું. પરંતુ હવે એવું રહ્યું નથી. જે રીતે ભારતીય ઓટોમોબાઇલ બજાર વિકસી રહ્યું છે અને લોકોમાં ખાસ કરીને યુવાનોમાં કાર્સનો ક્રેઝ જે રીતે વધ્યો છે. તેને જોઇને મોટાભાગની વૈભવી કાર નિર્માણ કરતી કંપનીઓ દ્વારા આ મોંઘવારીના સમયમાં તમામ લોકોને પોસાય તેવી કિંમતમાં પોતાની કાર્સને રજુ કરી છે.
આજે અમે અહીં એવી જ કેટલીક કાર્સ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ કે, જેને ખરદીવા માટે તમારે સીઇઓ જેટલી સેલરીની જરૂર નથી. આ કાર્સમાં બીએમડબલ્યુ, મર્સીડિઝ બેન્ઝ, સ્કોડા સહિતની કાર નિર્માણ કરતી કંપનીઓ છે, તો ચાલો તસવીરો થકી જોઇએ ઓછી કિંમતમાં વૈભવી સવારી કરાવતી કાર્સને.

2014 મર્સીડિઝ બેન્ઝ સીએલએ( 30 લાખ રૂ.)
વૈભવી કાર નિર્માણ કરતી કંપની મર્સીડિઝ દ્વારા લો પ્રાઇસની કારને લોન્ચ કરવામાં આવી છે, જેની કિંમત અંદાજે 30 લાખની આસપાસ છે. સામાન્ય રીતે મર્સીડિઝની સીએલ કાર્સની કિંમત 1.2 કરોડની આસપાસ હોય છે, પરંતુ પહેલીવાર આ રેન્જની કાર્સને ઓછી કિંમતમાં લોન્ચ કરવામાં આવી છે.

2015 ઑડી એ 3 ( 22 લાખ રૂ.)
જે રીતે મર્સીડિઝ દ્વારા યુવાનોને આકર્ષિત કરવા માટે ઓછા પ્રાઇસની કારને રજુ કરી છે, તેવી જ રીતે ઑડી દ્વારા એ3ને લોન્ચ કરવામાં આવનારી છે. જેની કિંમત 22 લાખ રૂપિયાની આસપાસ છે.

સ્કોડા સુપર્બ( 24 લાખ રૂ.)
અન્ય વૈભવી કાર નિર્માણ કરતી કંપની સ્કોડા દ્વારા પણ 24 લાખ રૂપિયાની કિંમતે પોતાની સ્કોડા સુપર્બને લોન્ચ કરી છે. જે ઓછી કિંમતમાં વૈભવી સવારીનો અહેસાસ કરાવે છે.

વોલ્વો વી40(28 લાખ રૂ.)
મર્સીડિઝની જેમ વોલ્વો પણ વૈભવી વાહન નિર્માણ કરવાના મામલે જગત ભરમાં જાણીતી બનેલી કંપની છે. વોલ્વોની કાર્સ ખરીદવાનું સ્વપ્ન પણ અનેક યુવાનો જોતા હશે, ત્યારે યુવા દિલોમાં પોતાનું સ્થાન વધુ પાકું બનાવવા માટે વોલ્વો દ્વારા વોલ્વો વી40 લોન્ચ કરવામાં આવી છે, જેની કિંમત 28 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

બીએમડબલ્યુ એક્સ 1(30 લાખ રૂ.)
બીએમબડબલ્યુની એક્સ 1 એક બેબી એસયુવી કાર છે. આ કારને સ્પોર્ટી લૂક આપવામાં આવ્યો છે અને આ કાર હોન્ડા સિવિક કરતા થોડીક નાની છે. બીએમબડબલ્યુએ આ કારની કિંમત 30 લાખ રૂપિયા નક્કી કરી છે.












Click it and Unblock the Notifications
