ગુજરાતના દાહોદમાં ખોલાયું મહિન્દ્રાનું 3S સેન્ટર

ભારતીય ઓટોમોબાઇલ કંપની મહિન્દ્રાએ ગુજરાતના દાહોદ જિલ્લામાં ડીલરશીપ ઓપન કરી છે. આ ડીલરશીપ થકી કંપનીનો ઉદ્દેશ્ય આખા વિસ્તારમાં સર્વિસ, સેલ્સ અને સ્પેર્સના સપ્લાય પર વિશેષ ભાર મુકવા પર છે.

અંબર ઓટોમોબાઇલ્સ કે જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, તે મહિન્દ્રાની એક્સપાન્શન સ્ટ્રેટેજીમાં ઘણી જ મહત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે. કંપનીનો હેતુ ગુજરાતના નાના શહેરોમાં પોતાનું સર્વિસ નેટવર્ક વધારવાનું છે.

mahindra-3s-centre-dahod
મહિન્દ્રાના 3એસ, સેલ્સ, સર્વિસ અને સ્પેર્સ સેન્ટર ગ્રાહકના સંતોષ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરશે. આ ડીલરશીપ પાસે સેલ્સ અને સર્વિસ માટે એક સમર્પિત ટીમ હશે. આ સેન્ટર સાથે રાજ્ય ભરમાં મહિન્દ્રાના હવે 22 આઉટલેટ થઇ ગયા છે.

50 હજાર સ્ક્વેર ફીટ એરિયામાં આવેલા અંબર ઓટોમોબાઇલ્સમાં મહિન્દ્રાના તમામ પ્રકારના મોડલ્સનું વેચાણ કરવામાં આવશે, જેમાં કોમર્સિયલ અને પર્સનલ સેગ્મેન્ટના વાહન હશે. ભારતના 80 ટકા ભાગને મહિન્દ્રાની સર્વિસ કવર કરે છે.

તેમજ ભારતના દૂરોગામી સ્થળો જેમકે કારગીલ, પોર્ટબ્લેર અને અઇઝાવલ, વિગેરે જેવા સ્થળો પર પણ છે. મહિન્દ્રાના એસેમ્બલી પ્લાન્ટ્સ ભારત, ચીન, યુકે, અને યુએસમાં છે, તેમજ આ કંપની દ્વારા વિશ્વના મોટાભાગના દેશોમાં પોતાના વાહનોની નિકાસ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X