For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિન્દ્રાની આ એસયુવીએ કાઢી નાખ્યા ડસ્ટરના ધૂમાડા

|
Google Oneindia Gujarati News

ભારતીય બજારમાં એસયુવી વાહનોની લડાઇમાં ગેમ અચાનક બદલાઇ ગઇ. કંઇક એવું થયું કે વિજેતાને પણ તેનો અદાંજો નહીં હોય. જીહાં, દેશની પ્રમુખ એસયુવી વાહન નિર્માતા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની લોકપ્રિય એસયુવી સ્કોર્પિયોએ રેનની તાજેતારમાં લોન્ચ થયેલી ડસ્ટરના ધૂમાડા કાઢી નાંખ્યા છે.

ગત ઑગસ્ટ મહિનામાં મહિન્દ્રા સ્કોર્પિયોએ વેચાણના મામલે રેનોની ડસ્ટરને પાછળ છોડી દીધી છે. જાણકારી અનુસાર કંપનીએ ઑગસ્ટ મહિનામાં કુલ 3,356 સ્કોર્પિયોનું વેચાણ કર્યું છે. તો રેનો એ મહિનામાં માત્ર 2,967 ડસ્ટરનું જ વેચાણ કરી શકી હતી. એટલું જ નહીં, જુલાઇમા કુલ 3256 સ્કોર્પિયોનું વેચાણ થયું હતું.

scrorpio
જુલાઇ મહિનામાં દેશમાં કુલ 3,089 રેનો ડસ્ટરનું વેચાણ થયું હતું. આ ઉપરાંત જાન્યુઆરીથી લઇને જુલાઇ મહિના સુધી દેશમાં કુલ 36,545 ડસ્ટર એસયુવીનું વેચાણ થયું હતું, બીજી તરફ કુલ 32,867 સ્કોર્પિયો વેચાઇ હતી. આમ જાન્યુઆરીથી જૂન સુધી ડસ્ટર, સ્કોર્પિયો કરતા આગળ હતી, પરંતુ જુલાઇ અને ઑગસ્ટમાં સ્કોર્પિયોએ ડસ્ટરની સાઇડ કાપી લીધી છે.

સ્કોર્પિયોને આટલા લાંબા સમય પછી પણ શાનદાર સફળતા મળી તે અંગે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચીફ એક્ઝિક્યૂટિવ પ્રવિણ શાહે જણાવ્યું કે, સ્કોર્પિયો આજે પણ ભારતીય બજારમાં એટલી જ દમદાર અને મજબૂતી સાથે પ્રદર્શન કરી રહી છે, જેવું તેને રજૂ કરવામાં આવી તે સમયે હતું. આજે પણ માર્કેટમાં આ એસયુવીના પરફોર્મશન, સ્ટાઇલ અને ક્ષમતાની સરખામણીએ અન્ય કોઇ એસયુવી નથી.

English summary
India's most popular SUV Mahindra Scorpio has outpaced to Renault Duster in terms of sales in August.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X