For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિન્દ્રાની માંગમાં જબરદસ્ત ઘટાડો, 14 દિવસ પ્રોડક્શન બંધ રહેશે

મહિન્દ્રાની કારના વેચાણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જેના કારણે કંપનીની ડિલરશિપમાં વાહનો જમા થઈ ચૂક્યાં છે પરંતુ તેની માંગ નથી. ત્યારે કંપનીએ પોતાના ઈન્વેન્ટ્રીમાં વાહનોની સંખ્યા ઘટાડવા માટે એક પગલું ભર્ય

|
Google Oneindia Gujarati News

મહિન્દ્રાની કારના વેચાણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જેના કારણે કંપનીની ડિલરશિપમાં વાહનો જમા થઈ ચૂક્યાં છે પરંતુ તેની માંગ નથી. ત્યારે કંપનીએ પોતાના ઈન્વેન્ટ્રીમાં વાહનોની સંખ્યા ઘટાડવા માટે એક પગલું ભર્યું છે. મહિન્દ્રાએ હાલમાં જ ઘોષણા કરી છે કે કંપની જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વાહનોનું વેચાણ બંધ રાખશે. કંપનીએ કહ્યું કે આ દરમિયાન 8થી 14 દિવસ સુધી વાહનોનું ઉત્પાદન બંધ રાખવામાં આવશે.

મહિન્દ્રાના વેચાણમાં ઘટાડો

મહિન્દ્રાના વેચાણમાં ઘટાડો

મહિન્દ્રાએ ગત ક્વાર્ટરમાં પણ 13 દિવસ સુધી તમામ પ્રકારના વાહનોનું ઉત્પાદન બંધ રાખવાનો ફેસલો લીધો હતો. કંપનીએ વાહનોની માંગ અને ઉત્પાસનમાં તાલમેલ બેસાડવા માટે આ પગલું ઉઠાવ્યું છે જેથી ગોડાઉનમાં વાહનો જમા ન થાય. મહિન્દ્રાના વેચાણમાં જુલાઈ 2019માં 11 ટકાનો ઘટાડો નોંધાયો છે તથા આ પાછલા કેટલાક મહિનાથી સતત ઘટી રહ્યો છે. ભારતીય વાહન બજારમાં મંદી ચાલી રહી છે જેને ટૂ-વ્હિલર, ફોર વ્હીલર, કોમર્શિયલ વાહન સેગમેન્ટને પોતાની ચપેટમાં લઈ લીધા છે.

વેચાણ વધારવા માટે કેટલાય પ્રકારના પગલાં ભર્યાં

વેચાણ વધારવા માટે કેટલાય પ્રકારના પગલાં ભર્યાં

જો કે મહિન્દ્રા વાહનોનું વેચાણ વધારવા માટે કેટલાય પ્રકારના પગલાં ઉઠાવી રહ્યું છે જેમાં કારમાં છૂટ આપવાની સાથોસાથ તેને કેટલાય અપડેટ સાથે લાવવાનું પણ સામેલ છે, પરંતુ છતાં કંપનીના વેચાણમાં કંઈ ખાસ ફરક નથી પડ્યો. મહિન્દ્રા વાહનોના ઉત્પાદન બંધની ઘોષણા સાથે એમ પણ કહ્યું કે આમાં વાહનોની ઉપલબ્ધતામાં કોઈ સમસ્યા નહિ આવે. કંપનીની ઈન્વેન્ટ્રીમાં બજારની માંગ મુજબ પર્યાપ્ત વાહનો ઉપલબ્ધ છે.

જીએસટી ઘટાડવાની માંગ

જીએસટી ઘટાડવાની માંગ

મહિન્દ્રા સહિત વાહન ઉદ્યોગની કેટલીય મોટી કંપનીઓએ વાહનોની કિંમત ઘટાડવા માટે તેમાં જીએસટીને ઘટાડવાની માંગ કરી છે. SIAM પણ વાહનો પર જીએસટી ઘટાડવાની માંગ ઉઠાવી ચૂક્યું છે. જો કે આના પર હજુ સુધી કોઈ ફેસલો લેવામાં આવ્યો નથી. મહિન્દ્રા હાલ પોતાના હાજર મોડેલને બીએસ-6 એન્જિન સાથે લાવવાની તૈયારી કરી રહ્યું છે. મહિન્દ્રા એક્સયૂવી300, એક્સયૂવી500 સહિત કેટલાય વાહનોના બીએસ-6 વર્જનને ટેસ્ટ કરતું જોવા મળ્યું છે.

ઈલેક્ટ્રિક કાર લૉન્ચ કરશે

ઈલેક્ટ્રિક કાર લૉન્ચ કરશે

હાલમાં મહિન્દ્રા ઈલેક્ટ્રિક વાહનોના ક્ષેત્રમાં પકડ બનાવવાની કોશિશ કરી રહ્યું છે તથા કંપની આગામી વર્ષોમાં ભારતમાં ત્રણ નવી ઈલેક્ટ્રિક કાર લૉન્ચ કરશે. જેની સાથે જ કંપની ઈલેક્ટ્રિક ટૂ વ્હીલર પણ લાવશે.

ડ્રાઈવસ્પાર્કના વિચાર

ડ્રાઈવસ્પાર્કના વિચાર

મહિન્દ્રા કંપની 8થી 14 દિવસ સુધી વાહનોના ઉત્પાદનને બંધ રાખસે. કંપની વાહનોની ઘટેલ માંગથી ઉત્પાદનને બરાબર રાખવા માટે આવું કરી રહી છે. જો કે કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આનાથી વાહનોની ઉપલબ્ધતામાં કોઈ ફરક નહિ પડે.

<strong>ગાડી વેચતા સમયે કાર લોન પણ થઈ શકે છે ટ્રાન્સફર, જાણો કેવી રીતે </strong>ગાડી વેચતા સમયે કાર લોન પણ થઈ શકે છે ટ્રાન્સફર, જાણો કેવી રીતે

English summary
mahindra will stop producing their vehicles for 8 to 14 days in current quarter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X