વિચિત્ર અકસ્માતઃ સિગારેટની આગથી બચવા કૂદ્યો અને....
દરેક ધુમ્રપાન કરનારાએ આ વાતને અનેકવાર સાંભળી હશે કે ધુમ્રપાન કરવાથી કેન્સર થાય છે, ધુમ્રપાન મોતને આમંત્રિત કરે છે. જોકે લોકો તેને અવગણી કાઢતા હોય છે. આજે અમે અહીં એક એવું ઉદાહરણ આપી રહ્યાં છીએ, જે એ વાતને જણાવે છેકે ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ ઘટના યુએસએના કોલોરાડોની છે, જ્યાં અજાણી વ્યક્તિ ગંભીર અવસ્થામાં છે, તેને માથાના ભાગે ઇજા પહોંચી છે. એક વિચિત્ર અકસ્માતમાં આ વ્યક્તિ પોતાની કાર નીચે જ આવી ગયો હતો. આ જાણીને અનેકને પ્રશ્ન થશે કે તેમાં સ્મોકિંગ ક્યાંથી વચ્ચે આવ્યું?

બીજી તરફ આ કારમાં પેસેન્જર સીટમાં બેસેલી વ્યક્તિને કોઇ ઇજા પહોંચી નથી. પોલીસ દ્વારા કોઇ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી, કારણ કે આ યુવકમાં આલ્કોહોલના તત્વો જોવા મળ્યા નથી. આ એ લોકો માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ છેકે જેઓ ડ્રાઇવિંગ દરમિયાન સ્મોકિંગ કરવાની ટેવ ધરાવે છે, ક્યારેક નાની અમથી ભૂલ પણ તમને મોતના મુખ સુધી લઇ જઇ શકે છે.












Click it and Unblock the Notifications
