અમદાવાદ સહિત આ 10 શહેરોમાં મારુતિ સિઆઝનું લાંબુ વેઇટિંગ
મારુતિ સુઝુકી દ્વારા ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં પોતાની નવી કાર સિઆઝને લોન્ચ કરવામાં આવી છે. જે પ્રકારે મારુતિની અન્ય કાર્સની લોકપ્રિયતા છે અને બ્રાન્ડ પ્રત્યે જે પ્રકારે કાર ચાહકોમાં વિશ્વસનિયતા છે, તેની અસર આ કારમાં પણ જોવા મળી છે. સિઆઝને લોન્ચ કરવામાં આવી ત્યારથી લઇને અત્યારસુધીમાં તેનું શાનદાર બુકિંગ જોવા મળી રહ્યું છે. સ્થિતિ એવી છેકે દેશના મેટ્રો શહેરમાં આ કારનું વેઇટિંગ બેથી ત્રણ મહિના છે, જ્યારે અન્ય શહેરોમાં ત્રણથી ચાર અઠવાડિયાનુ વેઇટિંગ હોવાનું જાણવા મળ્યું છે.

વાત અન્ય મહત્વના શહેરોની કરવામાં આવે તો જયપુરમાં એકથી દોઢ મહિનાનું વેઇટિંગ છે. અમદાવાદ અને ઇન્દોરમાં બે મહિનાની આસપાસનું વેઇટિંગ પિરીયડ છે. જ્યારે ચંદીગઢમાં ડીઝલ મોડલ કરતા પેટ્રોલ મોડલમાં વધારે વેઇટિંગ છે. પેટ્રોલ વેરિએન્ટ્સમાં 3થી 4 મહિનાનું તો ડીઝલ વેરિએન્ટ્સમાં 2થી 3 મહિનાનું વેઇટિંગ છે. હૈદરાબાદ અને બેંગ્લોરમાં પેટ્રોલ વેરિએન્ટ્સ માટે 4 અઠવાડિયાનું અને ડીઝલ વેરિએન્ટ્સમાં 8 અઠવાડિયાનું વેઇટિંગ છે.












Click it and Unblock the Notifications
