For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવતા અઠવાડિયે બે નવી કાર અને એક ઈલેક્ટ્રિક સ્કૂટર થશે લૉન્ચ

આવતા અઠવાડિયે બે નવી કાર અને એક ઈલેક્ટ્રિક સ્કૂટર થશે લૉન્ચ

|
Google Oneindia Gujarati News

ભારતીય બજારમાં ધીમે ધીમે ઑટો ઉદ્યોગે ગતિ પકડી છે અને છેલ્લા થોડા સમયથી ભારતીય બજારમાં નવી કાર્સની એક રેંજ લૉન્ચ થતાં આપણે જોઈ છે. આવતા અઠવાડિયે પણ ભારતમાં બે નવી કાર્સ લૉન્ચ થવાની હોય તેવો ખુલાસો થનાર છે, તેની સાથે જ બજારમાં એક ઈલેક્ટ્રિક સ્ટૂર પણ લૉન્ચ થનાર છે. ત્યારે આવો જાણીએ આવતા અઠવાડિયે કઈ કઈ કાર લૉન્ચ થશે.

Maruti Suzuki Grand Vitara

Maruti Suzuki Grand Vitara

દેશની સૌથી મોટી વાહન નિર્માતા Maruti Suzuki 20 જુલાઈએ પોતાની Maruti Grand Vitara મિડ-સાઈઝ એસયૂવીને ગ્લોબલ સ્તરે લૉન્ચનો ખુલાસો કરનાર છે. 11,000 રૂપિયાથી તમે નવું મૉડલ પ્રી-બૂક કરાવી શકો છો. આ કારને કંપનીના પ્રીમિયમ નેક્સા ડીલરશિપના માધ્યમથી વેચવામાં આવશે.

એન્જીનના બે વિકલ્પ

એન્જીનના બે વિકલ્પ

નોંધનીય છે કે આ એસયૂવી મજબૂત-હાઈબ્રિડ અને માઈલ્ડ-હાઈબ્રિડ એન્જીનના વિકલ્પ સાથે આવશે, જેને હાલમાં જ Toyota Urban Cruiser Hyryder સાથે રજૂ કરવામાં આવી છે. ઉપરાંત આ આગામી SUVમાં લેટેસ્ટ 9 ઈંચ સ્માર્ટપ્લે પ્રો+ ટચસ્ક્રીન ઈંફોટેનમેન્ટ યૂનિટ, 360 ડિગ્રી કેમેરા, વેંટિલેટેડ ફ્રંટ સીટ, હેડ્સ-અપ ડિસ્પ્લે અને કનેક્ટેડ કાર ટેક્નોલોજી મળે છે.

Citroen C3

Citroen C3

લૉન્ચ થનાર બીજી કારનું નામ ફ્રેંચ ઑટોમેકર Citroenનું છે, જે આગામી 20 જુલાઈએ ભારતીય બજારમાં પોતાની બીજી કાર Citroen C3ની કિંમતનો ખુલાસો કરશે. Citroen C3ની કિંમતોનો ખુલાસો કરશે. Citroen C3નું પ્રી-બુકિંગ આ મહિને શરૂઆતમાં શરૂ થઈ હતી અને લૉન્ચને સમયે આ કાર બે વેરિયન્ટમાં ઉપલબ્ધ હશે, જેમાં Live અને Feel સામેલ છે.

ખાસિયત

ખાસિયત

આમાં મળનાર એન્જીનની વાત કરીએ તો આ કારને બે પેટ્રોલ એન્જીનના વિકલ્પ સાથે બજારમાં ઉતારવામાં આવશે, જેમાં 1.2 લીટર નેચ્યુરલી એસ્પિરેટેડ પેટ્રોલ અને 1.2 લીટર ટર્બો પેટ્રોલ એન્જીન સામેલ છે. બંને એન્જીન વિકલ્પોમાં સ્ટાન્ડર્ડ રીતે મેન્યુઅલ ગિયરબોક્સનો વિકલ્પ આપવામાં આવશે.

2022 Ather 450X

2022 Ather 450X

હાલમાં જ એક સત્તાવાર ટ્વિટમાં Ather Energyએ નવા Ather 450Xના લૉન્ચની તારીખનો ખુલાસો કર્યો છે. Ather Energyએ ઘોષણા કરી છે કે ન્યૂ જનરેશન Ather 450X ઈલેક્ટ્રિક સ્કૂટરને આગામી 19 જુલાઈએ ભારતીય બજારમાં લૉન્ચ કરવામાં આવશે.

સિંગલ ચાર્જ રેન્જ વધશે

સિંગલ ચાર્જ રેન્જ વધશે

Ather 450Xના આગામી મોડલમાં સૌથી મોટો અપડેટ હાલનું 2.6kWh બેટરી પેકની જગ્યાએ મોટું 3.66kW લિથિયમ-આયન બેટરીનો પેક આપવામાં આવશે. અપડેટેડ Ather 450X બે સેટિંગ્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. મોટા બેટરી પેકના પરિણામસ્વરૂપ મહત્તમ પાવર આઉટપુટની સાથોસાથ સિંગલ ચાર્જ રેંજમાં પણ વધારો થશે.

મહત્તમ રેન્જ કેટલી?

મહત્તમ રેન્જ કેટલી?

નવા Ather 450X માટે પીક પાવર આઉટપુટ 6.4kW પર રેટ કરવામાં આવશે, જ્યારે સૌથી આક્રમક વાર્પ મોડ માટે નામમાત્રનો પાવર આઉટપુટ 3.1kW સેટ કરવામાં આવશે. આ ઈલેક્ટ્રિક સ્કૂટર સિંગલ ચાર્જ પર અધિકતમ 146 કિમીની મહત્તમ રેન્જ પ્રદાન કરશે.

English summary
Maruti Suzuki Grand Vitara, Citroen C3 and 2022 Ather 450X will launch soon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X