Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મારુતિ સુઝુકી નવી સ્વિફ્ટની જૂના મોડલ સાથે કમ્પૅરિઝન

મારુતિ સુઝુકી દ્વારા પોતાની નવી સ્વિફ્ટને લોન્ચ કરવામાં આવી છે. મારુતિની આ સ્વિફ્ટ છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય રસ્તાઓ પર પોતાની હાજરી નોંધાવી રહી છે અને જે પ્રકારે તેની હાજરી છે, તેને જોતા જ માલુમ પડી જાય છેકે આ કારનો વેચાણનો આંકડો પણ મોટો હશે. છેલ્લા ઘણા સમયથી આ કાર ભારતીય ઓટોમોબાઇલમાં સારી એવી ટક્કર વિરોધી કાર્સને આપી રહી છે. પરંતુ સમયની સાથે બદલાવ પણ જરૂરી છે અને તેને ધ્યાનમાં રાખીને જ મારુતિ સુઝુકી દ્વારા તેના અપગ્રેડ વર્ઝનને લોન્ચ કરવામાં આવ્યું છે.

મારુતિની નવી સ્વિફ્ટ પેટ્રોલ હેચબેકની શરૂઆત 4.42 લાખથી શરૂ થાય છે જે બેઝ મોડલ છે અને તેના ટોપ મોડલની કિંમત 5.90 લાખ રૂપિયા છે. જ્યારે ડીઝલ એન્જીન ધરાવતી સ્વિફ્ટ હેચબેકની કિંમત પર નજર ફેરવીએ તો તેના બેઝ મોડલની કિંમત 5.56 લાખ છે અને ટોપ મોડલની કિંમત 6.95 લાખ રૂપિયા છે. સ્વાભાવિક છે નવી કારની તુલના તેના જૂના મોડલ સાથે ચોક્કસપણે થતી હોય છે તો ચાલો બન્ને મોડલની તુલનાત્મક માહિતી પર એક નજર ફેરવીએ.

એક્સ્ટેરિયર્સ
નવી સ્વિફ્ટના એક્સ્ટેરિયર્સમાં સામાન્ય બદલાવ કરવામાં આવ્યો છે, બાકી આ કારનો દેખાવ જૂની સ્વિફ્ટ કાર જેવો જ છે. કારના બમ્પરમાં હનીકોમ્બેડ ગ્રીલ છે. તેમજ નવી એલ સિલ્વર એપ્લિકને ફોગ લેમ્પ હાઉસિંગમાં આપવામાં આવી છે. સાઇડની વાત કરવામાં આવે તો નવી સ્વિફ્ટમાં જૂની સ્વિફ્ટની સરખામણીએ વ્હીલ કેપ સાથે એલોય આપવામાં આવ્યા છે. તેમજ પાવર એડજેસ્ટેબલ રિયર વ્યૂ મિરરમાં ઇલેક્ટ્રોનિક ફોલ્ડિંગ ફંક્શન છે. રિયરમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. નવી કારમાં ત્રણ નવા કલરને ઉમેરવામાં આવ્યા છે. જેમાં મિસ્ટિરિયસ વાયોલેટ, ફાયર રેડ અને ગ્રાનિટે ગ્રે છે.

ઇન્ટેરિયર્સ
નવી સ્વિફ્ટના ઇન્ટેરિયર્સમાં બદલાવ કરવામાં આવ્યા છે. સૌથી વધુ બદલાવ એન્જીન સ્ટાર્ટ સ્ટોપ બટન અને રિવર્સ પાર્કિંગ સેન્સરમાં જોવા મળે છે. બેસ વેરિએન્ટ એલએક્સઆઇ અને એલડીઆઇમાં રિયર એડ્જેસ્ટેબલ હેડરેસ્ટ આપવામાં આવ્યું છે. નવી એલએક્સઆઇ(ઓ)માં ફ્રન્ટ પાવર વિન્ડો અને રિમોટ લોકિંગ છે. પાવર ફોલ્ડિંગ ઓરઆવીએમ વીએક્સઆઇ અને વીડીઆઇથી શરૂ થાય છે. સ્ટીયરિંગ વ્હીલમાં બ્લૂટૂથ કન્ટ્રોલ્સ આપવામાં આવ્યા છે, જે જૂના મોડલ્સમા નહોતા. તેમજ નવી ફેબ્રિકી અપહોલ્સ્ટ્રે પણ આપવામાં આવી છે.

maruti-suzuki-swift-old-vs-new-02
એન્જીન
એન્જીન અંગે વાત કરવામાં આવે તો જૂના મોડલની સરખામણીએ નવી સ્વિફ્ટના એન્જીનમાં થોડોક બદલાવ કરાયો છે. ડીઝલ એન્જીનમાં ફિયાટનું ડીડીઆઇએસ 190 ઓઇલ બર્નર એન્જીન છે. જે 4000 આરપીએમ પર 74 બીએચપી અને 2000 આરપીએમ પર 190 એનએમ ટાર્ક જનરેટ કરે છે. પેટ્રોલ વર્ઝનમાં 1.2 કે સિરિઝ વીવીટી એન્જીન આપવામાં આવ્યું છે જે 6000 આરપીએમ પર 83.2 બીએચપી અને 4000 આરપીએમ પર 115 એનએમ ટાર્ક જનરેટ કરે છે. બન્ને એન્જીનમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન બોક્સ છે. એવરેજની વાત કરવામાં આવે તો જૂના મોડલ્સની વાત કરીએ તો ડીઝલ 22.9 કેએમપીએલ અને પેટ્રોલ 18.6 કેએમપીએલ એવરેજ આપતી હતી, જ્યારે નવી સ્વિફ્ટમાં ડીઝલ 25.2 કેએમપીએલ અને પેટ્રોલ 20.4 કેએમપીએલની એવરેજ આપે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X