For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારુતિ સુઝુકીની ચાર લોકપ્રીય કાર, કિંમત 5 લાખની અંદર

By Super
|
Google Oneindia Gujarati News

મારુતિ સુઝુકી ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરની સૌથી લોકપ્રીય બ્રાન્ડ છે. તમે જ્યારે શહેરમાં ચક્કર મારવા નીકળો ત્યારે પણ તમને રસ્તા પર સૌથી વધારે આ બ્રાન્ડની કાર જોવા મળશે, તેના પરથી જ તમે અંદાજો લગાવી શકો છોકે તેની લોકપ્રીયતા અને તેના પર ભારતીયોને કેટલો વિશ્વાસ હશે.

મારુતિ પણ પોતાનો આ વિશ્વાસ ક્યારેય તુટવા દેતી નથી. જેનું સ્પષ્ટ ઉદાહરણ તેની સમયાંતરે લોન્ચ થતી નવી કાર્સ છે. જોકે આજે અમે અહીં મારુતિ સુઝુકીની ટોપ પાંચ સૌથી વધુ લોકપ્રીય કાર અંગે વાત કરી રહ્યાં છીએ જેની કિંમત 5 લાખ રૂપિયાની અંદર છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે તેમાં કઇ કઇ કારનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ-ઑડી એ3 આપી શકશે બેન્ઝ એ ક્લાસ કે BMW 1 સીરીઝને ટક્કર?
આ પણ વાંચોઃ-યુવતીઓ માટે સ્કૂટરની ખરીદી, જાણો આ નવ ખાસ વાતો
આ પણ વાંચોઃ-ભારતમાં આવશે હુન્ડાઇ ઇલાઇટ આઇ20, જાણો પાંચ ખાસ વાતો

મારુતિ 800

મારુતિ 800

આ કાર મારુતિ સુઝુકીની ફ્લેગશિપ હેચબેક કાર છે, જેને વેચાણના તમામ રેકોર્ડ તોડ્યા હતા. આજે પણ એનું વેચાણ નોંધપાત્ર છે. હાલના સમયે આ કારની કિંમત 2 લાખની આસપાસ છે. આ કાર 13-16 કિ.મી પ્રતિ લિટરનું એવરેજ આપી શકે છે અને તે 796 સીસીમાં સારું પિકઅપ પકડી શકે છે. શહેરના ટ્રાફિક માટે તેને આઇડલ કાર માનવામાં આવે છે.

મારુતિ ઓમની

મારુતિ ઓમની

આ મારુતિની પહેલી મિનિવાન હતી, જેને 1985માં લોન્ચ કરવામાં આવી હતી. આ કારની કિંમત 3થી 5 લાખ રૂપિયા છે અને તે 14-18 કિ.મી પ્રતિ લિટરની એવરેજ આપી શકે છે. આ કારમાં 6-8 લોકો સહેલાયથી બેસ શકે છે.

મારુતિ વેગનઆર

મારુતિ વેગનઆર

હાલના સમયે મારુતિની આ કાર સૌથી વધુ વેચાણ ધરાવતી કાર છે. તેમાં 1.0 લિટર કેબી સીરીઝ પેટ્રોલ એન્જીન છે. તે મારુતિ 800 કરતા થોડીક મોટી બનાવવામાં આવી છે. આ કારની કિંમત 3.75થી 4.71 લાખ રૂપિયાની આસપાસ છે અને તે 14-18 કિ.મી પ્રતિ લિટરની એવરેજ આપી શકે છે.

મારુતિ ઝેન એસ્ટિલો

મારુતિ ઝેન એસ્ટિલો

આ સિટી માટે શ્રેષ્ઠ કાર માનવામાં આવે છે. આ કારમાં 998 સીસી કીબી સીરીઝ પેટ્રોલ એન્જીન છે. જે 67 બીએચપી પ્રોડ્યુસ કરી શકે છે. આ કારમાં પાંચ સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન છે. તેમાં આરામથી 5 લોકો બેસી શકે છે. તેની કિંમત 3.85થી 4.78 લાખ રૂપિયાની આસપાસ છે.

English summary
Maruti Suzuki’s most popular petrol cars below 5 lakhs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X