• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતમાં આવશે હુન્ડાઇ ઇલાઇટ આઇ20, જાણો પાંચ ખાસ વાતો

|

હુન્ડાઇ દ્વારા ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં પોતાની પકડને વધુ મજબૂત બનાવવા માટે પોતાની અન્ય એક લોકપ્રીય કાર આઇ20ના નવા મોડલને ઉતારવાની તૈયારી બનાવી લીધી છે. હુન્ડાઇ પોતાની નવી આઇ20ને ઇલાઇટ આઇ20ના નામે લોન્ચ કરશે અને તે આગામી વર્ષે એટલે કે 2015 સુધીમાં ભારતમાં લોન્ચ કરવામા આવશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

હુન્ડાઇએ જોકે પોતાની આ નવી આઇ20માં અનેક પ્રકારના ફેરબદલ કર્યા છે. જેથી તે પોતાના સેગ્મેન્ટમાં તમામ વર્ગના લોકોને પોતાની આ કાર સાથે જોડી શકે અને પોતાના વેચાણમાં ફાયદો કરી શકે. કારના ફેરબદલની વાત કરવામાં આવે તો લુક, એન્જીન અને ઇન્ટિરીયરમાં સારા એવા ફેરબદલ કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે, તો ચાલો તસવીરો થકી તે જાણીએ.

આ પણ વાંચોઃ- ઑડી એ3 આપી શકશે બેન્ઝ એ ક્લાસ કે BMW 1 સીરીઝને ટક્કર?

આ પણ વાંચોઃ- યુવતીઓ માટે સ્કૂટરની ખરીદી, જાણો આ નવ ખાસ વાતો

કારનો દેખાવ

કારનો દેખાવ

હુન્ડાઇ આઇ20 થોડીક રિએસેમ્બલ છે અને તે જૂના કારને રિપ્લેસ કરશે, તેમ છતાં પહેલા જે પ્રકારે વધુ પોઇન્ટેડ કોર્નર્સ હતા તેના બદલામાં હુન્ડાઇના ડિઝાઇનર્સે કારના એજ્સ રાઉન્ડેડ કર્યા છે. જે ફ્લ્યુડિક ડિઝાઇન ફોલોસોફી આધારિત છે, જેને કંપની 2.0 તરીકે ઓળખાવે છે. જેને આપણે પહેલા ગ્રાન્ડ આઇ10, સાન્ટા ફે અને એક્સેન્ટમાં જોઇ ચૂક્યા છીએ. એરડમ વાઇડ પીસ છે અને ક્રોમ આઉટલાઇન ફીચર્સ છે. બમ્પર સ્પોર્ટી છે જેમાં ફોગ લેમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હેડલેમ્પ મોટા છે. કારમાં 15 ઇન્ચના વ્હીલ છે જે ડાયમન્ડ કટના છે. ટેઇલલેમ્પ, સાઇડ ઇન્ડિકેટર અને સ્ટોપ લેમ્પને સારી રીતે સેટ કરવામાં આવી છે.

કારનું ઇન્ટિરીયર્સ

કારનું ઇન્ટિરીયર્સ

હુન્ડાઇએ થ્રી સ્પોક સ્ટીયરિંગ વ્હીલના બદલે ફોર સ્પોકનો ઉપયોગ કર્યો છે, જે આપણે તાજેતરની કારમાં જોયા છે. સ્વિચગીયરમાં બ્લૂ બેકલાઇટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્ટીયરિંગ વ્હીલમાં ઓડિયો કન્ટ્રોલ અને ટ્રિપમીટરને સેટ કરવામાં આવ્યા છે. તેમ છતાં ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, ટચસ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ, 2 જીબી ઓનબોર્ડ સ્ટોરેજ સાથે. કેબિનની વાત કરવામાં આવે તો તેની સાઇઝ વધી છે. હેડ અને લેગરૂમ અપેક્ષા અનુસારના છે. જૂની કારમાં જે પ્રકારની બૂટ સ્પેસ હતી તે આ કારમાં પણ જોવા મળશે ઉપરાંત ગ્રાન્ડ આઇ10 જેવું રીયર એસી વેન્ટ આપવામાં આવશે.

સેફ્ટી

સેફ્ટી

આઇ20માં ચાર એરબેગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્ટીયરિંગ પાર્કિંગ એસિસ્ટ, સેન્સર જે ડોરને એવી સ્થિતિમાં અનલોક કરી શકે છે. અજર વોર્નિંગ દરેક દરવાજા માટે, રિવર્સ કેમેરા પાર્કિંગ સેન્સર છે.

રાઇડ અને હેન્ડલિંગ

રાઇડ અને હેન્ડલિંગ

જૂની આઇ20 હેન્ડલિંગના મામલે નબળી હતી, પરંતુ એવી આશા રાખવામાં આવી રહી છેકે નવી આઇ20માં આ સમસ્યાનું નિરાકરણ લાવી દેવામાં આવશે. પરફોર્મન્સની વાત કરવામાં આવે તો ડીઝલ એન્જીન 90 પીએસ પર રન કરશે તેવી આશા છે.

એન્જીન

એન્જીન

આઇ20માં એ જ એન્જીન જોવા મળશે જે જૂની કારમાં જોવા મળતું હતું પરંતુ તેમ છતાં એવું માનવામાં આવી રહ્યું છેકે, આઇ20માં ડીઝલ અને પેટ્રોલ એન્જીનમાં વિશેષ કામ કરવામાં આવશે, જેથી તે ફ્યુઅલ એફિસિન્સીવાળી કાર બની રહે. આ કારને બે પેટ્રોલ અને એક ડીઝલ વેરિએન્ટ સાથે લોન્ચ કરવામાં આવશે. આ કારમાં સ્માર્ટ પેડલનો ઉપયોગ કરવામાં આવશે જે કારના ફ્યુઅલ સપ્લાય પર વિશેષ ધ્યાન આપશે જ્યારે બ્રેક અને એક્સિલરેટરનો વારફરથી ઉપયોગ કરવામાં આવે.

English summary
some interesting fact we know about the 2015 Hyundai Elite i20 in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more