For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુવતીઓ માટે સ્કૂટરની ખરીદી, જાણો આ નવ ખાસ વાતો

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં અનેક પ્રકારના ટૂ વ્હીલર્સ જોવા મળે છે, ગીયરલેસ સ્કૂટર્સની હાલ બોલબાલા છે, મોટાભાગના યુવાનો શહેરમાં ટ્રાવેલિંગ કરવા માટે ટ્રાફિકની સમસ્યાથી બચવા માટે ગીયરલેસ સ્કૂટર્સ પર પસંદગી ઉતારતા હોય છે, તેમ છતાં આ સ્કૂટર્સ મહિલાઓમાં પણ ખાસા લોકપ્રીય છે.

ટીવીએસ, હોન્ડા, હીરો, યામાહા, સુઝુકી અને મહિન્દ્રા જેવી ટૂ વ્હીલર નિર્માતા કંપનીઓ તેને ધ્યાનમાં રાખીને યુવતીઓ ચલાવી શકે તેવા સ્કૂટર્સ વધારે લોન્ચ કરે છે. બજારમાં આપણને એવા ઘણા બધા સ્કૂટર્સ મળી જશે, તેમ છતાં એવી ઘણી બધી બાબતો છેકે જેનું ધ્યાન યુવતીઓ માટે સ્કૂટર ખરીદતી વખતે ધ્યાન રાખવા યોગ્ય છે. આજે અમે અહીં એમાની જ નવ વાતો તમને જણાવી રહ્યાં છીએ. તો ચાલો તસવીરો થકી આ નવ વાતને જાણીએ.

આ પણ વાંચોઃ-
ભારતની ટોપ 10 હેચબેક ડીઝલ કાર્સ, કિંમત 6 લાખ રૂપિયા
આ પણ વાંચોઃ- ડ્રાઇવિંગના મામલે વિશ્વના ટોપ 10 સૌથી ખરાબ શહેરો
આ પણ વાંચોઃ- નવી હોન્ડા સિટી સાથે જોડાયેલી આઠ વાતો

બ્રાન્ડ

બ્રાન્ડ

ભારતમાં ટૂ વ્હીલર્સ વાહન નિર્માતાઓની સંખ્યા વધારે છે, જેમાં હોન્ડા, સુઝુકી, ટીવીએ, હિરો અને મહિન્દ્રા. ત્યારે હોન્ડા અને ટીવીએસ આ બન્ને એવી બ્રાન્ડ છે, જેના પર તમે આંખો બંધ કરીને પણ વિશ્વાસ કરી શકો છો. તેમજ તેની બ્રાન્ડ વેલ્યુ પણ સ્કૂટરના રી-સેલમાં મદદરૂપ થાય છે.

બજેટ

બજેટ

સ્કૂટર ખરીદવામાં અન્ય કોઇ અગત્યની વાત હોય તો બજેટ છે. તમે 60 હજાર સુધીની કિંમતમાં સારી કક્ષાનું સ્કૂટર ખરીદી શકો છો. તેમ છતાં તમે એક્સ્ટ્રા ફીચર અને કલર્સ માટે થોડીક વધુ રકમ પણ ખર્ચી શકો છો.

વજન

વજન

આ પોઇન્ટ મહિલાઓ માટે ખાસ છે કે, હાલના સમયમાં અનેક સ્કૂટર્સ એવા બજારમાં ઉપલબ્ધ છેકે જેનું વજન અન્ય કરતા હળવું હોય તેમ છતાં જો તમે આરામદાયક અને કમ્ફર્ટેબલ રીતે સ્કૂટરની રાઇડ લેવા માગો છો તો એ માટે તેનું વજન જાણી લેવું જરૂરી છે.

સ્ટોરેજ

સ્ટોરેજ

ગુજરાત સહિત ભારત ભરમાં હેલમેટ ફરિજીયાત થઇ ગયું છે. તેથી સ્કૂટર ખરીદતી વખતે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઇએ કે તેમાં સ્ટોરેજ સારું આપવામાં આવ્યું હોય, કારણ કે યુવતીઓ દ્વારા ખરીદી કરવામાં આવતી હોય છે ત્યારે સ્ટોરેજ હેલમેટ અને ખરીદીનો સામાન રાખવા યોગ્ય છેકે નહીં તે જાણી લેવું.

એવરેજ

એવરેજ

સામાન્ય રીતે બાઇકની સરખામણીએ સ્કૂટર એવરેજ ઓછી આપતું હોય છે, તેમ છતાં બજારમાં 35થી 40 કિ.મી પ્રતિ લિટરની એવરેજ આપતા સ્કૂટર્સ ઘણા છે, તેમ છતાં જ્યારે સ્કૂટરની ખરીદી કરવામાં આવે ત્યારે તેની એવરજને હાઇવે પ્રમાણે નહીં પરંતુ નાના રસ્તાઓ અને સિટી ટ્રાફિક પ્રમાણે ધ્યાનમાં રાખીને લેવું જોઇએ.

હાઇટ

હાઇટ

મહિલાઓની ઉંચાઇ સામાન્ય રીતે ઓછી હોય છે, તેથી સ્કૂટર ખરીદતી વખતે તેની હાઇટ કેટલી છે, તે પણ જાણી લેવી જોઇએ, કારણ કે વધુ હાઇટવાળુ સ્કૂટર ખરીદવામાં આવે તો તે ચલાવવામાં જોઇએ તેટલું આરામદાયક અને સહેલું રહેતું નથી.

ઓટો સ્ટાર્ટ

ઓટો સ્ટાર્ટ

દરેક મહિલાઓ માટે કિક સ્ટાર્ટ સ્કૂટર સરળ રહેતું નથી, તેથી આ એક સામાન્ય વાત છે, છતાં પણ એ વાત ચકાસી લેવી જોઇએ કે ઓટો સ્ટાર્ટ છેકે નહીં અને બેટરી કેવી છે.

સ્ટાઇલ અને કલર

સ્ટાઇલ અને કલર

નવી સ્ટાઇલ અને કલરમાં પિંક કલર યુવતીઓ દ્વારા સૌથી વધારે પસંદ કરવામાં આવે છે, તેમ છતાં બ્લેક અને બ્લૂ કલર પણ યુવતીઓમાં વધુ લોકપ્રીય કલર છે.

સર્વિસ સેન્ટર

સર્વિસ સેન્ટર

આ એક ખાસ મહત્વની વાત છે, ખાસ કરીને યુવતીઓ માટે સ્કૂટરની ખરીદી કરવામાં આવે ત્યારે, સ્કૂટર ખરીદ્યા બાદ એ વાત જાણી લેવી જોઇએ કે તેનું સર્વિસ સેન્ટર ક્યાં છે અને એ તમે જે વિસ્તારમાં રહો છો તેનાથી બને તેટલું નજીક હોય તે જરૂરી છે.

English summary
9 Important Things to Consider Before Buying a Two Wheeler for Ladies
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X