For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડ્રાઇવિંગના મામલે વિશ્વના ટોપ 10 સૌથી ખરાબ શહેરો

|
Google Oneindia Gujarati News

જે પ્રમાણે વિશ્વમાં વાહનોની સંખ્યા વધી રહી છે, તેના કારણે ટ્રાફિકની સમસ્યા રહે એ સામાન્ય છે, પરંતુ આ વિશ્વમાં ઘણા શહેરો એવા છે, જેને ડ્રાઇવિંગના મામલે વિશ્વના સૌથી ખરાબ શહેરો કહેવામાં આવે છે, જેમાં ટ્રાફિકની સાથોસાથ ડ્રાઇવિંગ સ્કિલ પણ ઘણી જ નબળી માનવામાં આવે છે.

આ પહેલા આપણે ટોપ 10 એવા શહેરો અંગે જાણ્યું હતું, જ્યાં વિશ્વનો સૌથી વધુ ટ્રાફિક જોવા મળે છે અને એ શહેરોમાં કાર ચલાવવી ઘણી જ અઘરી બની જાય છે. ત્યારે આજે અમે અહીં એ જ યાદીને આગળ વધારતા વિશ્વના ટોપ 10 એવા શહેરો અંગે જણાવી રહ્યાં છીએ જ્યાં ટ્રાફિક તો ઘણો જ રહે છે, પરંતુ ડ્રાઇવિંગના મામલે આ શહેરોને ખરાબ માનવામાં આવે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ યાદીમાં કયા કયા શહેરો છે.

આ પણ વાંચોઃ- બાઇક મેઇન્ટેનન્સ અંગે જાણો ખાસ વાતો
આ પણ વાંચોઃ- બાઇક કમ્પેરિઝનઃ ડ્રીમ યુગા-મહિન્દ્રા સેન્ચ્યુરો અને પેશન એક્સપ્રો
આ પણ વાંચોઃ- ટોપ 10 કાર્સ જેનું દિવાનું છે આખું વિશ્વ
આ પણ વાંચોઃ- કોણ છે ચઢિયાતુઃ હોન્ડા સિટી, હુન્ડાઇ વેરના કે ફોક્સવેગન વેન્ટો?

1. બેઇઝિંગ, ચીન

1. બેઇઝિંગ, ચીન

વિશ્વના સૌથી ખરાબ ડ્રાઇવિંગવાળા શહેરોની વાત કરવામાં આવે તો તેમાં સૌથી પહેલો ક્રમ પાડોશી દેશ ચીનના બેઇઝિંગ શહેરને આવે છે. આ શહેરમાં 60 માઇલ લાંબો ટ્રાફિક જામ પણ આપણને અનેકવાર જોવા મળે છે. જે દર્શાવે છેકે ડ્રાઇવિંગના મામલે આ શહેરનું સ્તર કેવું હશે.

2. નવી દિલ્હી, ભારત

2. નવી દિલ્હી, ભારત

આ યાદીમાં ભારતનું પાટનગર નવી દિલ્હી બીજા ક્રમે છે તો તે ચોંકાવનારું નથી, આપણે બધા જાણીએ છીએ કે ડ્રાઇવિંગના મામલે આપણે કેટલા બેદરકાર છીએ. આપણી પાસે સારા રસ્તાઓ હોવા છતાં પણ ગલફતભરી રીતે ડ્રાઇવિંગ કરીને આપણે ટ્રાફિકની સમસ્યાઓ ઉભી કરી દઇએ છીએ.

3. મનિલા, ફિલિપાઇન્સ

3. મનિલા, ફિલિપાઇન્સ

વિશ્વના સૌથી ખરાબ ડ્રાઇવિંગ શહેરોમાં ત્રીજા ક્રમે આવે છે, ફિલિપાઇન્સનું મનિલા શહેર. આ શહેરમાં જોઇએ તે પ્રમાણે ટ્રાફિક સંદર્ભિત સુવિધા નથી, તથા ટ્રાન્સપોર્ટ સર્વિસ પણ એવી દમદાર નથી, જેના કારણે મનિલામાં તમને ખરાબ ડ્રાઇવિંગનો અનુભવ થાય છે.

4. મેક્સિકો સિટી, મેક્સિકો

4. મેક્સિકો સિટી, મેક્સિકો

સૌથી ખરાબ ડ્રાઇવિંગ શહેરોમાં આ શહેરો ચોથો અને વિશ્વના સૌથી વધુ ટ્રાફિકજામ ધરાવતા શહેરોમાં પણ તેનો ચોથો ક્રમાંક આવે છે. આ શહેરમાં ટ્રાફિક વધારે રહે છે અને તેના કારણે ત્યાં સારી રીતે ડ્રાઇવિંગ કરવામાં અડચણો ઉભી થાય છે.

5. જ્હોનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા

5. જ્હોનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા

જ્હોનિસબર્ગનું ટ્રાફિક ઘણું ખરાબ છે અને તેના કારણે દક્ષિણ આફ્રિકન ખોટી દિશાનો ઉપયોગ કરતા ભારે હાલાકી સર્જે છે, ડ્રાઇવિંગના મામલે આ શહેર વિશ્વનું પાંચમુ સૌથી ખરાબ શહેર છે.

6. લાગોસ, નાઇઝીરિયા

6. લાગોસ, નાઇઝીરિયા

વિશ્વના સૌથી ખરાબ ડ્રાઇવિંગવાળા શહેરોમાં નાઇઝીરિયાનું લાગોસ છઠ્ઠા ક્રમે આવે છે. આ શહેરમાં નવા રોડ બનાવવા માટે વિશ્વ બેન્ક દ્વારા ભારે રકમ પણ આપવામાં આવી હતી, પરંતુ દેશે તેમાંથી બસો ખરીદી લીધી, એક તો ખાનગી વાહનોની સંખ્યા અને ઉપરથી ટ્રાફિકમાં બીજો માર, તેમાં પણ ખરાબ રસ્તાઓ આપણને આ શહેરમાં ખરાબ ડ્રાઇવિંગનો અહેસાસ કરાવે છે.

7. સૉ પૉલો, બ્રાઝિલ

7. સૉ પૉલો, બ્રાઝિલ

બ્રાઝિલનું સૉ પૉલો સૌથો મોટો મેટ્રોપોલિટન વિસ્તાર છે. તેમ છતાં સૌથી વધુ ટ્રાફિકવાળા શહેરોમાં અને ખરાબ ડ્રાઇવિંગના મામલે આ શહેરે વિશ્વમાં સાતમો ક્રમ જાળવી રાખ્યો છે. જોકે ટ્રાફિકજામના મામલે આ શહેર વિશ્વમાં પાંચમા ક્રમે આવે છે. સૉ પૉલોમાં કોઇ રિંગ રોંડ નથી તેથી ભારે વાહનોને મજબૂરીવસ શહેરમાંથી પસાર થવું પડે છે અને તેના કારણે સામાન્ય ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

8. મોસ્કો, રશિયા

8. મોસ્કો, રશિયા

ટ્રાફિક અને ખરાબ ડ્રાઇવિંગના મામલે રશિયાનું મોસ્કો શહેર પણ આગળ પડતું. વિશ્વના ટોપ ટેન આવા શહેરોમાં મોસ્કો આઠમાં ક્રમે આવે છે. મોસ્કો શહેરમાં જો તમે ટ્રાફિકમાં ફસાયા એટલે સમજો કે તમારા ત્રણ કલાક બગડ્યાં. વિશ્વના સૌથી વધુ ટ્રાફિકજામ શહેરોમાં મોસ્કો પહેલા ક્રમે આવે છે.

9. ટોરેન્ટો, કેનેડા

9. ટોરેન્ટો, કેનેડા

આ યાદીમાં નવમાં ક્રમે આવે છે, કેનેડાનું ટોરેન્ટો શહેર. આ કેનેડાનું સૌથી મોટું શહેર છે અને અને વસ્તી 2.6 મિલિયનની આસપાસ છે. તેમજ નોર્થ અમેરિકાનું સૌથી વધુ વસ્તી ધરાવતું પાંચમું શહેર છે. નોર્થ અમેરિકામાં ટોરેન્ટો શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધારે રહે છે અને તેના કારણે અહીં કાર ડ્રાઇવ કરવામાં ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

10. મોનાકો

10. મોનાકો

આ યાદીમાં 10માં ક્રમે આવે છે, વેસ્ટર્ન યુરોપનું મોનાકો. આ વિશ્વનો સૌથી નાનો દેશ છે અને વિશ્વનો સૌથી વધુ ગીચતા ધરાવતો દેશ છે. વાત ડ્રાઇવિંગ અંગે કરવામાં આવે તો અહીં તમે કારમાં યાત્રા કરો તો તેમને ખરાબ ડ્રાઇવિંગનો અનુભવ થશે ખાસ કરીને તમે કામના કલાકોમાં રોડ પર નીકળો તો તમે તોબા પોકારી જશો.

English summary
here is the list of worlds worst driving cities
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X