• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નવી હોન્ડા સિટી સાથે જોડાયેલી આઠ વાતો

|

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં હોન્ડાની સૌથી સફળ કાર્સમાં હોન્ડા સિટી ટોપ પર આવે છે, જ્યારથી આ કારને લોન્ચ કરવામાં આવી છે, ત્યારથી લઇને અત્યારસુધીમાં આ કારે ભારતને એક ખાસ વર્ગને પોતાની તરફ જકડી રાખ્યા છે, અત્યારસુધીમાં હોન્ડા સિટીની ચાર જનરેશન લોન્ચ થઇ ગઇ છે.

1996થી લઇને 2014 સુધીમાં સિટીએ પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી છે અને પોતાના સેગ્મેન્ટમાં આ કાર ધૂમ મચાવી રહી છે. ત્યારે સ્વાભાવિક પણે ચોથી જનરેશનની કાર સાથે જોડાયેલી કેટલીક વાતો જાણવાની ઉત્સુકતા જાગે. એ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે ન્યુ હોન્ડા સિટી સાથે જોડાયેલી આઠ વાતો જણાવી રહ્યાં છીએ, તો ચાલો તેને તસવીરો થકી જાણીએ.

આ પણ વાંચોઃ- બાઇક મેઇન્ટેનન્સ અંગે જાણો ખાસ વાતો

આ પણ વાંચોઃ- બાઇક કમ્પેરિઝનઃ ડ્રીમ યુગા-મહિન્દ્રા સેન્ચ્યુરો અને પેશન એક્સપ્રો

આ પણ વાંચોઃ- ટોપ 10 કાર્સ જેનું દિવાનું છે આખું વિશ્વ

ઉત્પત્તિ

ઉત્પત્તિ

હોન્ડા દ્વારા પહેલીવાર પોતાની સિટી કારને 1996માં લોન્ચ કરવામાં આવી હતી અને હવે આ તેની ચોથી જનરેશન છે. આ પહેલા એકવાર 2002માં અને 2008માં હોન્ડા સિટીનું નવું મોડલ લોન્ચ કરવામાં આવ્યું હતું. હોન્ડા સિટીનું પહેલું મોડલર સિવિકના મોડિફાઇડ પ્લેટફોર્મ પર આધારીત હતું, પરંતુ બીજી અને ત્રીજી જનરેશન સિટીનું રૂપ હતું. જોકે ચોથી જનરેશનની હોન્ડા સિટીએ જઝના પ્લેટફોર્મ પર બનેલી છે.

સ્ટાઇલિંગ

સ્ટાઇલિંગ

ડિઝાઇનની વાત કરવામાં આવે તો નવી હોન્ડા સિટીમાં ડિઝાઇન બાબતે ઘણી ખીલી છે. તમે ત્રીજી અને ચોથી જનરેશનની સિટીમાં સમાનતાની વાત કરો તો બન્નેમાં આઉટડોર હેન્ડલ્સ, લંબાઇ અને પહોળાઇ સરખી છે. ત્રીજી જનરેશનની સિટી કરતા આ વખતે ડિઝાઇનને થોડીક વધારે ડાઇનેમિક બનાવવામાં આવી છે. તેમજ વ્હીલ અને ટાયરની સાઇઝ એક સરખી છે.

ઇન્ટિરિઅર

ઇન્ટિરિઅર

ઇન્ટિરિઅરની વાત કરવામાં આવે તો ફોર્થ જનરેશન અથવા તો નવી સિટીમાં નાટ્યાત્મક રીતે ફેરબદલ કરવામાં આવ્યા છે. આઉટગોઇંગ કારના બદલે તે અંદરથી આજની કાર લાગે છે અને તેનો લૂક તીક્ષ્ણ છે. આ કારનું ડેશબોર્ડ શાનદાર છે. સહેલાયથી ક્લોક વાંચી શકાય છે અને સ્ટીરિયો તથા એર ફંક્શનિંગ ટચસ્ક્રીન છે. જૂની સિટી કરતા આ વધારે સારી લાગે છે.

ઇક્વિપ્મેન્ટ

ઇક્વિપ્મેન્ટ

ઇક્વિપ્મેન્ટની વાત કરવામાં આવે તો નવી હોન્ડા સિટીમાં આર્મ રેસ્ટ, એરકોન વેન્ટ્સ પાછળના મુસાફરો માટે, ટચસ્ક્રીન ઓડિયો સિસ્ટમ, બ્લૂટૂથ કનેક્ટિવિટી, ઇન્ફો રિચ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, કિ લેસ પૂશ-બટન સ્ટાર્ટ, સનરૂપ, રીયર પાર્કિંગ કમેરા, ઇલેક્ટ્રિક ઓઆરવીએમ, એબીએસ, ડ્રાઇવર અને આગળના મુસાફર માટે એરબેગ્સ વિગેરે આપવામાં આવ્યા છે.

સ્પેશ

સ્પેશ

સ્પેશની વાત કરવામાં આવે તો ચોથી જનરેશન હોન્ડા સિટીમાં સ્પેશ પર વધારે ધ્યાન આપવામાં આવ્યું નથી. તેની લંબાઇ 4440 એમએમ અને પહોળાઇ 1695 એમએમ છે. જોકે વ્હીલબેસમાં 50 એમએમનો વધારો કરવામાં આવ્યો છે અને તને 2600 એમએમ કરવામાં આવ્યું છે. તેમ છતાં તેને સ્પેસિઅસ કાર કહીં શકાય છે, અને તે તેમને પ્રભાવિત પણ કરી શકે છે. કારનું બૂટ મોટું અને ઉપયોગકર્તા બનાવવામાં આવ્યું છે.

એન્જીન

એન્જીન

એન્જીનની વાત કરવામાં આવે તો નવી હોન્ડા સિટીમાં 1.5 લિટર પેટ્રોલ અને ડીઝલ એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ એઆરએઆઇ પ્રમાણે પોતાના ક્લાસમાં તે સારી એવરેજ આપતી કાર છે. પેટ્રોલ એન્જીનની વાત કરીએ તો ત્રીજી જનરેશન સિટી જેવું જ એન્જીન આ કારમાં છે પરંતુ આ વખતે તેમાં પરફોર્મન્સ પર વધારે કામ કરવામાં આવ્યું છે. પિસ્ટન કોટિંગમાં ઝિગઝેગ પેટર્ન અને એન્જીનમાંથી ફ્રિક્શન ઓછા કરવા માટે લો ટેન્શન ઓઇલ સીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડીઝલ એન્જીનની વાત કરવામાં આવે તો તે અમેઝ કોમ્પેક્ટ સેડાન જેવું છે. 1.5 લિટર એન્જીન 100 પીએસ એક્સેસ કરે છે. હળવું વજન કરવા માટે ઇન્જીનમાં એલ્યુમિનિયમનો ઉપયોગ વિશેષરૂપે કરવામાં આવ્યો છે.

ગીયરબોક્સ

ગીયરબોક્સ

નવી જનરેશનની સિટીમાં બે પ્રકારના ગીયરબોક્સ છે. ડીઝલ પાવર્ડ સિટીમાં માત્ર સિક્સ સ્પીડ મેન્યુઅલ છે, જ્યારે પેટ્રોલ પાવર્ડ વર્ઝનમાં બન્ને પ્રકારના 5 સ્પીડ મેન્યુઅલ તથા સીવીટી ટ્રાન્સમિશન છે. ક્લચની અસર ઓછી કરી છે,જેથી શહેરમાં કારને ચલાવવામાં ઘણી જ સરળતા રહે છે.

વેરિએન્ટ્સ

વેરિએન્ટ્સ

ફોર્થ જનરેશન હોન્ડા સિટીના વેરિએન્ટ્સની વાત કરવામાં આવે તો ઇ, એસ અને વી વેરિએન્ટ્સમાં કારને લોન્ચ કરવામાં આવી છે. ઇ વેરિએન્ટમાં તમામ પ્રકારના ઇક્વિપમેન્ટ નથી, જેમકે સનરૂફ આ વર્ઝનમાં જોવા મળતી નથી. અન્ય બે વર્ઝનમાં તેમના ક્લાસના તમામ ઇક્વિપમેન્ટ જોવા મળે છે.

English summary
8 things you must know about the new 2014 Honda City
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more