For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થઈ નિસાન કિક્સ બીએસ-6, જાણો ફીચર્સ

ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થઈ નિસાન કિક્સ બીએસ-6, જાણો ફીચર્સ

|
Google Oneindia Gujarati News

નિસાન કિક્સ બીએસ-6 પ્રથમ વખત ટેસ્ટીંગ વખતે સામે આવી છે. અપડેટ થયેલું નિસાન કિક્સ મોડેલ એપ્રિલ-2020 સુધીમાં બજારમાં આવી શકે છે. જોઈએ આ કારમાં શું શું અપડેટે છે? નિસાન કિક્સના ટેસ્ટીંગ વખતના ફોટો સામે આવ્યા છે. ફોટોમાં પાછળ ટેસ્ટીંગ ઉપકરણો લગાવેલા જોઈ શકાય છે. તેનાથી એ સાબિત થાય છે કે BS-6 ના માપદંડોના આધારે ટેસ્ટ કરવામાં આવી રહી છે. હાલમાં નિસાન કિક્સ બજારમાં 2 એન્જિન વિકલ્પો સાથે ઉપલબ્ધ છે. પ્રથમ 1.5 લિટર પેટ્રોલ એન્જિન છે. જે 105 બીએચપી પાવર અને 142 ન્યૂટન મીટર ટોર્ક ઉત્પન્ન કરે છે.

ડીઝલ એન્જિન

ડીઝલ એન્જિન

બીજું 1.5 લિટર ડીઝલ એન્જિન છે. જે 109 બીએચપી પાવર અને 240 ન્યૂટન મીટર ટોર્ક ઉત્પન્ન કરે છે. પેટ્રોલ એન્જિન માટે 5 સ્પીડ મેન્યુઅલ ગિયર બોક્સ આપવામાં આવ્યું છે. તો ડીઝલ એન્જિન માટે 6 સ્પીડ મેન્યુઅલ ગિયર બોક્સ છે. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કંપની નિસાન કિક્સને સીવીટી ઓટોમેટિક ગિયરબોક્સ સાથે રજૂ કરવાનું વિચારી રહી છે.

ઓટોમેટિક ગિયરબોક્સ

ઓટોમેટિક ગિયરબોક્સ

જો કે નિસાન કિકસનું સીવીટી ઓટોમેટિક ગિયરબોક્સ વેરિઅન્ટ ક્યારે આવશે તેની કોઈ પુષ્ટિ થઈ નથી. પરંતુ અંદાજ છે કે બીએસ-6 પછી ટૂંક સમયમાં સીવીટી ઓટોમેટિક ગિયરબોક્સ વેરિઅન્ટ બીએસ-6 મોડેલને બજારમાં ઉતારી શકે છે.

કિંમત

કિંમત

નિસાન કિક્સના બેઝ વેરિઅન્ટની એક્સ શોરૂમ કિંમત 9.89 લાખ છે. અનુમાન છે કે કંપની તેના બીએસ-6 મોડેલની કિંમતમાં વધારો કરી શકે છે.

આ કાર્સ સાથે સ્પર્ધા

આ કાર્સ સાથે સ્પર્ધા

નિસાન કીક્સ બીએસ -6 મોડેલની બજારમાં રેનોલ્ડ ડસ્ટર, હ્યુન્ડાઇ ક્રેટા, કિયા સેલ્ટોસ અને મારુતિ સુઝુકી એસ-ક્રોસ સાથે સ્પર્ધા છે. નિસાન કિક્સ આ સેગમેન્ટમાં સારી કાર છે.

આ જોવાનું રહેશે

આ જોવાનું રહેશે

નિસાન કંપની ભારતમાં તેની પકડ મજબૂત નથી કરી શકી. માર્કેટમાં રહેવા માટે કંપની સતત પોતાની કારને અપડેટ કરતી રહે છે. તેને લઈને જ નિસાન કિકસ બીએસ-6 રજૂ કરવાની તૈયારીમાં છે. નિસાન કિક્સ એક સારી કાર છે ત્યારે જોવાનું એ રહે છે કે બજારમાં કેવી ચાલે છે.

એમ્પિયરે ભારતમાં રિયો એલીટ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું, જાણો કિંમતએમ્પિયરે ભારતમાં રિયો એલીટ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું, જાણો કિંમત

English summary
Nissan Kicks spy pics update features details Read in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X