તસવીરે હટાવ્યો રેનો ડસ્ટર ફેસલિફ્ટના 'ચહેરા' પરથી પડદો
ઘણા લાંબા સમયથી રેનોની ડસ્ટર ફેસલિફ્ટની રાહ જોવાઇ રહી છે. જેની પહેલી તસવીર અહીં રજુ કરવામાં આવી છે. જો કે, આ તસવીરોના ઓરિજીનલ સોર્સ અંગે કોઇ માહિતી નથી, તેમ છતાં એવી અફવા છે કે, ભારતીય ઓટોમોબાઇલ બજારમાં 2014માં રેનોની જે ડસ્ટર ધૂમ મચાવવાની છે, તે કંઇક આવી દેખાય છે.
નીચે તસવીરોમાં ફેસલિફ્ટના લૂક અને તેના ફીચર અંગે આછેરી માહિતી આપવામાં આવી છે, તમે જ્યારે તસવીરો નિહાળશો ત્યારે તેમને અંદાજો આવી જશે કે આ એજ પ્રકારની દેખય છે, જેવી ઑગસ્ટ મહીના ફ્રંકફ્રુટ ઓટો શો દરમિયાન લોન્ચ કરવામાં હતી. ફ્રંકફ્રુટ ઓટો શોમા લોન્ચ કરવામાં આવેલી ડાસિઆ ડસ્ટર ફેસલિફ્ટ કરતા રેનોએ આ કારમાં થોડાક ફેરફાર કર્યા છે. તો ચાલો જાણીએ રેનો ડસ્ટર ફેસલિફ્ટ અંગે.

આગળની સાઇડ
આગળની સાઇડ અંગે વાત કરવામાં આવે તો, તેમા સ્પોર્ટ્સ પેરેલલ હોરિઝોન્ટલ બાર્સમાં સુધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ડ્યુએલ એલિમેન્ટ હેડલેમ્પ્સ જેમાં ડેટાઇમ રનિંગ લાઇટ યુનિટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

રીયર એન્ડ
ડેસ્ટર ફેસલિફ્ટના રીયર ભાગમાં કોઇપણ ખાસ ફેરફાર કરવામાં આવ્યા નથી. લેમ્પ કલ્સ્ટરને થોડુક રીડિઝાઇન કરવામાં આવ્યું છે અને લાયસન્સ પ્લેટમાં પ્લાસ્ટિક ઉમેરવામાં આવ્યું છે.

સાઇડ પ્રોફાઇલ
સાઇડ પ્રોફાઇલ અંગે વાત કરવામાં આવે તો, બહારની સાઇડમાં ચેન્જ કરવામાં આવ્યા છે. ડસ્ટરની બ્રાન્ડેડ રૂફ રેઇલ્સ અને 16 ઇંચ એલોય વ્હીલ્સને પણ અલગ સ્ટાઇલ આપવામાં આવી છે.

ડેશબોર્ડ
ઇન્ટિરીયર અંગે વાત કરવામાં આવે તો સ્ટીયરિંગ વ્હીલમાં ઇટેગ્રાટેડ કન્ટ્રોલ્સ છે આ સાથે રેનો ઇન્ફોટેઇમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. જો કે આ લિમિટેડ હશે.

ઇન્સ્ટ્રુમેન્ટ
ડસ્ટર ફેસલિફ્ટમાં નવા ફીચર ઉમેરવામાં આવ્યા છે, જેમાં નવું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને રીડિઝાઇન સેન્ટર કોન્સલ છે. જો કે આ ઉપરાંત રેનો દ્વારા મેકેનિકલ ચેન્જ કરવામાં આવશે કે કેમ તે અંગે હજુ કંઇ જાણવા મળ્યું નથી.












Click it and Unblock the Notifications
