ડસ્ટરની સફળતાના બે વર્ષઃ રેનોની ભારતને ખાસ ભેટ
રેનો ઇન્ડિયા પોતાની લોકપ્રિય કોમ્પેક્ટ એસયુવી ડસ્ટરની બીજી વર્ષગાંઠ ઉજવી રહી છે. ફ્રાન્સની કાર નિર્માણ કરતી કંપનીએ ડસ્ટરની બીજી વર્ષગાંઠ ઉજવવા માટે એક ખાસ લિમિટેડ એડિશન મોડલ લોન્ચ કર્યું છે. ડસ્ટર એડવેન્ચર મોડલને એક્સ શોરૂમ દિલ્હી અનુસાર 8,80,000 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે.
આ પહેલા ડસ્ટરના એક લાખ વેચાણની ઉજવાણીના ભાગરૂપે લિમિટેડ એડિશન મોડલ લોન્ચ કરવામાં આવ્યું હતું. બીજી વર્ષગાંઠ નિમિત્તે રેનો પોતાની લિમિટેડ એડિશન એડવેન્ચર ડસ્ટરમાં કેટલીક ખાસ સુવિધાઓ ઓફર કરી રહી છે. આ કારની બે વર્ષની વધુ વોરન્ટી, ચાર વર્ષ માટે રોડસાઇડ એસિસ્ટન્સ, તેમજ 20 જુલાઇ 2014 સુધી 8,80,000 રૂપિયાની ખાસ કિંમત અને ડસ્ટર ગેંગમાં સામેલ થવા માટે ફ્રી સભ્યપદ.
એડવેન્ચર ડસ્ટરમાં નવો એમોઝન ગ્રીન પેઇન્ટ સાથે નિયો યલો ઇન્ટિરીયર પણ જોવા મળશે. બે એડિશનલ લાઇટ્સ અને બમ્પરની ચારેકોર બોલ્ડ કવચ હશે. હેડલેમ્પને સ્ટીલ્થ લુક આપવામાં આવ્યો છે. તો ચાલો તસવીરો થકી આ લિમિટેડ એડિશન અંગે થોડુંક જાણીએ.

એન્જીન
રેનો ડસ્ટર એડવેન્ચર મોડલમાં 1.5 લિટર ડીસીઆઇ મિલ એન્જીન છે, જે 200 એન ટાર્ક અને 85પીએસ વધુ પાવર જનરેટ કરે છે.

એડવેન્ચર ડસ્ટરની એવરેજ
એડવેન્ચર ડસ્ટરમાં 5 સ્પીડ મેન્યુઅલ ગીયરબોક્સ છે, જે 20.5 કિ.મી પ્રતિ લિટરની એવરેજ આપી શકે છે.

ડસ્ટર રેનો માટે ગેમ ચેન્જર સાબિત થઇ
રેનો કંપની માટે ડસ્ટર એક ગેમ ચેન્જર કાર સાબિત થઇ છે. રેનોએ પહેલી કંપની હતી કે જેણે કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટની કાર ભારતમાં લોન્ચ કરી હતી અને ઘણી જ સફળ રહી છે.

ડસ્ટરની બીજી વર્ષગાંઠ
ડસ્ટરની બીજી વર્ષગાંઠ નિમિત્તે રેનોએ એડવેન્ચર ડસ્ટર નામે લિમિટેડ એડિશન ભારતમાં લોન્ચ કરી છે, જેની કિંમત 8,80,000 રૂપિયા રાખવામાં આવી છે. જે 20 જુલાઇ 2014 સુધી માન્ય રાખવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
