For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘાટ પર કાર ચલાવતા પહેલા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

|
Google Oneindia Gujarati News

સૌથી ખરાબ ડ્રાઇવિંગ માટે ભારતીય વિશ્વભરમાં જાણીતા છે અને આ વાત સત્યની નજીક પ છે. સામાન્ય રીતે જ્યારે તમે રસ્તા પર વાહનો ચલાવનારાઓના મનમાં નિયમો માટે અસન્માન જુઓ છો. કેટલાક નિયમો તો એકદમ કોમન સેન્ચના હોય છે, પરંતુ લોકો હંમેશા તેની અનદેખી કરતા જોવા મળે છે. લોકો કાર ચલાવતી વખતે એટલી ઉતાવળમાં હોય છેકે જાણે કે તેઓ કોઇ યુદ્ધના મેદાનમાં જઇ રહ્યાં છે. જો લોકોની આ માનસિકતામાં કોઇ બદલાવ આવ્યો નહીં તો એ દિવસ દૂર નથી કે દેશમાં દૂર્ઘટનાઓમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા દો લાખ પ્રતિ વર્ષના આંકને પાર કરી જશે.

શહેરી ટ્રાફિકમાં વાહન ચલાવતી વખતે નાની મોટી ભૂલો માટે અમુક અવકાશ રહે છે, કારણ કે ત્યાં સામાન્ય રીતે વાહનોની ઝડપ ઓછી ગોય છે. સાથે જ શહેરની પરિસ્થિતિઓમાં વાહન ચલાવવાની આદત હોય છે. જોકે પર્વતીય વિસ્તારોમાં વાહન ચલાવવા એકદમ અલગ હોય છે. સપાટ રસ્તાઓ અને પર્વતોના ઉંચા-નીચા રસ્તાઓમાં ઘણો તફાવત હોય છે. ત્યાં રસ્તાની પહોળાઇ ઓછી, ઉભો ચઢાણ અને ઉતાર, અણીદાર વળાંક આ સાથે ઘાટી વિસ્તારમાં ડ્રાઇવિંગનો અનુભવ નહીં હોવાનું પણ કેટલાક લોકો માટે જોખમી સાબીત થઇ શકે છે. ત્યારે આજે અમે અહી તસવીરો થકી ઘાટી વાળા વિસ્તારમાં ડ્રાઇવિંગ કરવા અંગેની ટીપ્સ આપી રહ્યાં છીએ.

ઘાટ ડ્રાઇવિંગ ટેક્નિક

ઘાટ ડ્રાઇવિંગ ટેક્નિક

ઘાટ ડ્રાઇવિંગ ટેક્નિક અંગે વધુ જાણકારી મેળવવા માટે આગળ વાંચો.

હેંડ બ્રેકનો વધુ ઉપયોગ

હેંડ બ્રેકનો વધુ ઉપયોગ

હેંડ બ્રેકનો ઉપયોગ એ લોકો માટે વધારે મદદરૂપ છે, જેમને ખાડી વિસ્તારોમાં વાહન ચલાવવાનો અનુભવ ના હોય. તેનાથી ક્લચ અને રફતારને સંભાળવું ઘણું અઘરું થઇ જાય છે. ઘાટ પર વાહન ચલાવતી વખતે અનેક લોકો આ પ્રારંભિક નિયમને ભૂલી જાય છે અને પોતાના માટે તથા લોકલ ટ્રાફિક માટે મુશ્કેલીઓ ઉભી કરી દે છે.

યોગ્ય ગીયરનો ઉપયોગ

યોગ્ય ગીયરનો ઉપયોગ

સપાટ રસ્તાઓ પર તમે ટોપ ગીયરમાં પણ ચાળીસની ઝડપે વાહન ચલાવી શકો છો, પરંતુ વાત જ્યારે ઘાટ વિસ્તારોની થાય તો તમારે સામાન્યથી એક ગીયર ઉપર વાહન ચલાવવું જોઇએ. ઉદાહરણ તરીકે મધ્યમ ઉતારથી નીચે ઉતરતી વખતે તમારે તમારી કારને ત્રીજા ગીયરમાં રાખવી જોઇએ, કારણ કે તેનાથી તમને વધારે ટૉર્ક મળે છે અને બ્રેકની જરૂરત ઓછી રહે છે. ભૂલથી પણ ન્યુટ્રલ પર વાહન ના ચલાવો કારણ કે તેનાથી બ્રેક ફેઇલ થવાનું જોખમ વધી જાય છે. આ દરમિયાન ફ્યૂલ ઇકોનોમીની ચિંતા ન કરો અને તમારી સુરક્ષા અંગે પહેલા વિચારો.

વળાંક પર ગીયરનું રાખો ધ્યાન

વળાંક પર ગીયરનું રાખો ધ્યાન

તીવ્ર વળાંક પર તમારા વાહનને ત્રીજા ગીયરમાં ચલાવો. તેનાથી તમે રસ્તાના ખૂણા પરથી જતા બચશો. તમારે ધ્યાન આપવું પડશે કે અનેક કારો ઘણી ઝડપથી ખૂણામાં આવતી હોય છે, ઝડપથી ઝૂકે છે અને તમારી લાઇનમાં આવી જાય છે. આવું એટલા માટે થાય છેકે ડ્રાઇવર વધારે ગીયરમાં ગાડી ચલાવી રહ્યો હોય છે અને વધુ ટૉર્ક હોવાના કારણે સાચી લાઇનમાં વાહન ચલાવવું અઘરું બની જાય છે.

ઓવરટેકિંગ કરતી વખતે રાખો ધ્યાન

ઓવરટેકિંગ કરતી વખતે રાખો ધ્યાન

સામાન્ય રસ્તાથી અલગ ઘાટના રસ્તાઓ પર દૂર સુધી જોવું સહેલું નથી. રસ્તાની લંબાઇ ઓછી હોય છે અને વળાંક પણ ઘણા હોય છે, તેથી ડ્રાઇવર દૂર સુધી જોઇ શકતા નથી. જો તમે કોઇ ધીમા ટ્રકની પાછળ ફસાઇ ગયા છો તો ધેર્ય રાખો અને ત્યાં સુધી ઓવરટેક ના કરો જ્યાં સુધી તમને સુરક્ષિત ના લાગે. એ વાતનું ધ્યાન રાખો કે તમારી પાસે ઓવરટેક કરવા માટે પર્યાપ્ત જગ્યા છે અને તમે દૂર સુધી રસ્તાને જોઇ શકો છો.

વળાંક પર હોર્નનો ઉપયોગ

વળાંક પર હોર્નનો ઉપયોગ

દિવસના સમયે આ નિયમ ઘણો જ જરૂરી છે. આ દરમિયાન આગળથી આવતા વાહન પાસે કોઇપણ પ્રકારની ચેતાવણી આપવા માટે હેડલાઇટ નથી હોતી. વળાંક પર હોર્ન વગાડવાથી અન્ય વાહનોને તમારી હાજરી અંગે માલુમ પડી જશે અને એ હિસાબે તેઓ તમારા માટે જગ્યા કરી આપશે. અન્યનો હોર્ન સાંભળો તો તમારા વાહનની રફ્તાર ઓછી કરી નાંખો.

ઉપર જતા વાહનોને જગ્યા આપો

ઉપર જતા વાહનોને જગ્યા આપો

ઘાટ પર ડ્રાઇવિંગ કરવાનો આ ગોલ્ડન નિયમ છે. નીચેથી ઉપર જતી કાર્સ, બાઇક અને ભારે વાહનોને રોકાવવામાં ભારે દબાણ લગાવવું પડે છે. તેમના માટે સ્થિર રહેવું સૌથી વધું પડકારજનક હોય છે. તમે તમારી ઝડપ ઓછી કરો અને નીચેથી ઉપર તરફ આવતા વાહનને જવા દો. એ માટે ભલે તમારે થોડોક સમય રોકાવું પડે.

સુરક્ષિત જગ્યા પર રોકાવો

સુરક્ષિત જગ્યા પર રોકાવો

આવી સ્થિતિમાં તમારે જો થોડોક સમય રોકાવું પડે તો કોઇ સાંકળી જગ્યા પર ના રોકાવો. તેનાથી ટ્રાફિક પ્રભાવિત થઇ શકે છે અને અકસ્માતનો ભય પણ રહે છે. એવા સ્થળે વાહને રોકો જ્યાં બન્ને તરફથી આવતા વાહનોને જોઇ શકાય. ભલે એ માટે તમારે પાકા રસ્તા પરથી ઉતરીને કાચા રસ્તા પર વાહન ઉભૂ કેમ ના રાખવું પડે.

રેસ લાઇન નહીં

રેસ લાઇન નહીં

રેસિંગ લાઇન સૌથી ખૂણાવાળી લાઇન હોય છે. તેનું આ નામ એટલા માટે છે, કારણ કે તેનો ઉપયોગ રેસટ્રેક પર કરવામાં આવે છે. સાર્વજનિક રસ્તાઓ પર નહીં. અનેક ડ્રાઇવર આ ભૂલ કરે છે. તે ઉતાવળના ચક્કરમાં એક લાઇન છોડીને બીજી લાઇનમાં જવા લાગે છે. હંમેશા પોતાની જ લાઇનમાં રહો, કારણ કે આ રીતે વાહન ચલાવવાથી અકસ્માતનો ભય રહે છે.

હોર્ન વગાડી આભાર માનો

હોર્ન વગાડી આભાર માનો

જો તમે ધ્યાન આપ્યું હોય તો ટ્રક અને બસવાળા પર્વતો પર એકબીજા પાસેથી પસાર થાય છે તો હોર્ન વગાડે છે. આમ કરવાથી ડ્રાઇવર એકબીજાનો આભાર માને છે કે તેમણે ઓવરટેક કરવા દીધી અથવા પસાર થવા માટે રસ્તો આપ્યો. કાર ચલાવતી વખતે પણ ઓવરટેક કરતી વખતે જગ્યા મળે ત્યારે આવું કરવું જોઇએ. ટ્રક અને બસ ડ્રાઇવર આ નાના અમથા સંકેત સમજશે અને તમારા માટે ફરી એકવાર હોર્ન વગાડશે.

English summary
Our ghat road driving tips will help your safety during hill driving.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X