શાહરૂખ ખાનની 4 કરોડની વેનિટી વેન જોઈને હોંશ ઉડી જશે

બોલીવુડ સ્ટાર કિંગ ખાન હંમેશા પોતાની લક્ઝરી લાઇફસ્ટાઇલને લઈને ચર્ચામાં રહેતા હોય છે. ક્યારેક પોતાના આલિશાન ઘર, તો ક્યારેય પોતાની લક્ઝરી કારને લઈને ચર્ચામાં રહેતા બાદશાહ ખાન હવે પોતાની વેનિટી વેનને લઈને ચર્ચામાં છે.

જી હા, ફેમસ કાર ડિઝાઇનર દિલીપ છાબડીયાની કંપની ડીસીએ શાહરૂખ ખાન માટે આ વેનને ડીઝાઇન કરી છે. આ વેનિટી વેનને બનાવવાનો ખર્ચ લગભગ 4 કરોડ રૂપિયા થયો છે. આ વેનમાં એ તમામ સુખ સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે, જેની તમે કલ્પના પણ નહીં કરી હોય.

આવો જોઈએ આ વેનિટી વેનની કેટલીક ખાસ તસવીરો:

કિંગ ખાનની આલિશાન વેનિટી વેન

કિંગ ખાનની આલિશાન વેનિટી વેન

આપને જણાવી દઈએ કે મશહૂર કાર ડિઝાઈનર દિલીપ છાબડીયાની કંપની ડીસી ડિઝાઈન્સે આ વેનિટી વેનને ખાસ શાહરૂખ માટે તૈયાર કરી છે. આ બસને બનાવવા માટે 4 કરોડ રૂપિયા ખર્ચ થયા છે.

કિંગ ખાનની આલિશાન વેનિટી વેન

કિંગ ખાનની આલિશાન વેનિટી વેન

શાહરૂખની બ્રાન્ડ ન્યૂ વેનિટી વેન અત્યાધુનિક સુવિધાઓ અને ટેક્નોલોજીથી સજ્જ છે. આ વેનમાં શાહરૂખના આરામ, ઓફીસ વર્ક, અને મેકઅપ માટે વિવિધ લક્ઝુરીયસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

કિંગ ખાનની આલિશાન વેનિટી વેન

કિંગ ખાનની આલિશાન વેનિટી વેન

આ વેનની વિશેષતાનો અંદાજો આપ એ વાત પરથી જ લગાવી શકશો કે વેનમાં એક એક્સટેન્શનનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. જેને જરૂરિયાત અનુસાર બદલીને એક મોટા રૂમનું સ્વરૂપ પણ આપી શકાય છે.

કિંગ ખાનની આલિશાન વેનિટી વેન

કિંગ ખાનની આલિશાન વેનિટી વેન

આ વેનને બનાવવામાં કુલ 45થી 60 દિવસનો સમય લાગ્યો છે. આ વેનને બસ પેન્ટ્રી સેક્શન, વોર્ડરોબ સેક્શન, સ્પેશિયલ મેક અપ ચેર, અને અલગથી ટોયલેટ જેવી સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે.

કિંગ ખાનની આલિશાન વેનિટી વેન

કિંગ ખાનની આલિશાન વેનિટી વેન

આ વેનમાં અત્યાધુનિક ટેક્નોલોજી તેને વધુ સ્માર્ટ બનાવે છે. જી હા, આ વેનને એ રીતે ડીઝાઇન કરવામાં આવી છે કે વેનના મોટાભાગના ફંક્શન્સને સરળતાથી આઇપેડ દ્વારા જ ઓપરેટ કરી શકાય છે.

કિંગ ખાનની આલિશાન વેનિટી વેન

કિંગ ખાનની આલિશાન વેનિટી વેન

આ વેન અંગે ડીસી ડિઝાઈને કહ્યું છે કે આ વેન દેશની સૌથી અત્યાધુનિક વેન હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X