સ્કોડાએ રજૂ કર્યો ઓક્ટિવાનો નવો અવતાર
ઓટોજગતમાં એકથી એક શાનદાર કાર રજૂ કરવા માટે જાણીતી ચેક રિપબ્લિકની પ્રમુખ વાહન નિર્માતા કંપની સ્કોડાએ વર્તમાનમાં ચાલી રહેલા જીનેવા મોટર શોમાં પોતાની શાનદાર સિડાન કાર ઓક્ટિવાનો નવો અવતાર રજૂ કર્યો છે. આકર્ષક લૂક અને દમદાર એન્જીન ક્ષમતાથી સેજીલ 2013ની સ્કોડા ઓક્ટિવા ઘણી બધી બાબતે હાલના મોડલની સરખામણીએ સારી છે.
તમને જણાવી દઇએ કે સ્કોડાની આ સિડાન કાર કંપનીની શાનદાર કાર્સમાની એક છે. ભારતીય બજારમાં પણ આ કાર લાંબા સમયથી શાનદાર પ્રદર્શન કરી રહી છે. નવી સ્કોડા ઓક્ટિવામાં કંપનીએ શ્રેષ્ઠ ફીચર્સની સાથે આધુનિક ટેક્નિકનો પણ સમાવેશ કર્યો છે. આ કારના ઇન્ટિરિયરમાં વધારે સ્પેશ, શ્રેષ્ઠ સેફટી ફીચર્સ અને આધુનિક ટેક્નિક્સને સામેલ કરવામાં આવી છે.
સ્કોડાના સીઇઓ વિનફ્રેડ વોલેન્ડે જીનેવા મોટર શોમાં પોતાની આ કાર રજૂ કરી. તેમણે કહ્યું કે નવી સ્કોડા ઓક્ટિવા પોતાના સેગ્મેન્ટમાં શ્રેષ્ઠ કાર છે, આ કાર ચાલક અને યાત્રી બન્નેને સારી રાઇડનો અનુભવ કરાવશે. આ ઉપરાંત આ કારને કંપનીએ સારી કિંમત સાથે બજારમાં ઉતારી છે. વિનફ્રોડે કહ્યું કે, અમારા ગ્રાહકોની ઇચ્છાઓ દરરોજ વધી રહી છે અને તેને ધ્યાનમાં રાખીને કંપનીએ આ કારમાં લગભગ એ તમામ સુવિધાઓને સામેલ કરી છે, જે ગ્રાહકોને જોઇએ. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ સ્કોડા ઓક્ટિવાના આ નવા અવતારને.

સ્કોડાએ રજૂ કર્યો ઓક્ટિવાનો નવો અવતાર
આકર્ષક લૂક અને દમદાર એન્જીન ક્ષમતાથી સેજીલ 2013ની સ્કોડા ઓક્ટિવા ઘણી બધી બાબતે હાલના મોડલની સરખામણીએ સારી છે.

સ્કોડાએ રજૂ કર્યો ઓક્ટિવાનો નવો અવતાર
નવી સ્કોડા ઓક્ટિવામાં કંપની 1.6 લીટરની ક્ષમતાના ટીડીઆઇ એન્જીનનો પ્રયોગ કર્યો છે. જે કારને શ્રેષ્ઠ શક્તિ પ્રદાન કરે છે. લોંગ ડ્રાઇવ માટે પણ આ ઘણી સારી કાર છે.

સ્કોડાએ રજૂ કર્યો ઓક્ટિવાનો નવો અવતાર
જ્યાં સુધી માઇલેજની વાત છે તો હેવી સીસીની ક્ષમતાનું એન્જીન હોવા છતાં પણ કંપનીએ આ કારનું સારું માઇલેજ જાળવી રાખ્યું છે. કંપની દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ કાર 3.3 લીટરમાં 100 કિમી સુધીનો પ્રવાસ ખેડવામાં સક્ષમ છે.

સ્કોડાએ રજૂ કર્યો ઓક્ટિવાનો નવો અવતાર
જ્યાં સુધી આ એક કોમ્પેક્ટ સિડાન કાર છે પરંતુ કારની અંદર કંપનીએ ઘણી સ્પેશ રાખી છે જે તમને સારો અને આરમદાયક પ્રવાસની અનુભૂતિ કરાવે છે.

સ્કોડાએ રજૂ કર્યો ઓક્ટિવાનો નવો અવતાર
કારની અંદર કંપનીએ ઘણી સ્પેશ રાખી છે . તમે તસવીરોમાં જોઇ શકો છો કે કારની ડિક્કીમાં કેટલી સ્પેશ રાખવામાં આવી છે.

સ્કોડાએ રજૂ કર્યો ઓક્ટિવાનો નવો અવતાર
નવી સ્કોડા ઓક્ટિવા પાછળથી દેખાવમાં એક લગ્ઝરી સિડાન કારની અનુભૂતિ કરાવે છે. ભારતીય બજારમાં સ્કોડા ઓક્ટિવાના ચાહકો વધારે છે અને ટૂંક સમયમાં આ કાર ભારતીય માર્ગો પર જોવા મળશે.

સ્કોડાએ રજૂ કર્યો ઓક્ટિવાનો નવો અવતાર
અમે તેમને પહેલાં જણાવ્યું તેમ કંપનીની આ કારમાં શાનદાર ફીચર્સની સાથોસાથ આધુનિક ટેક્નોલોજીનો પણ ઘણો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારના ઇન્ટિરિયરમાં આકર્ષક ડેશબોર્ડ અને રિયર પાર્કિંગ એસિસ્ટ જેવા શાનદાર ફીચર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

સ્કોડાએ રજૂ કર્યો ઓક્ટિવાનો નવો અવતાર

સ્કોડાએ રજૂ કર્યો ઓક્ટિવાનો નવો અવતાર

સ્કોડાએ રજૂ કર્યો ઓક્ટિવાનો નવો અવતાર

સ્કોડાએ રજૂ કર્યો ઓક્ટિવાનો નવો અવતાર

સ્કોડાએ રજૂ કર્યો ઓક્ટિવાનો નવો અવતાર
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
