કેવી રીતે બેસવું કારમાં, જાણો આ ખાસ ટિપ્સ
ભારતના ઓટો જગતમાં રજુ કરવામાં આવતી કાર્સમા અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે, ખાસ કરીને સુરક્ષાને ધ્યાનમાં રાખીને, પરંતુ જ્યાં સુધી આપણે કારમાં આઇડિયલ રીતે બેસીએ નહીં ત્યાં સુધી એ સુવિધા આપણને યોગ્ય રીતે મદદરૂપ થઇ શકતી હોતી નથી, તેમજ ડ્રાઇવ કે યાત્રા દરમિયાન આપણને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બની શકે છેકે આપણી યાત્રા ત્રાસદાયક પણ બની જાય.
જોકે એવી કેટલીક સામાન્ય રીતો છે, જેને ફોલો કરવામાં આવે તો આપણે સુરક્ષિત રીતે મુસાફરી પણ કરી શકીએ છીએ અને આપણી યાત્રાને સુખદ બનાવી શકીએ છીએ. આજે અમે અહીં એવી જ કેટલીક ટિપ્સ આપી રહ્યાં છીએ, જેને અપનાવવાથી તમે સારી અને આનંદદાયક તથા આરામપૂર્ણ યાત્રા કરી શકો છો. તો ચાલો તસવીરો થકી એ જાણીએ.
આ પણ વાંચોઃ- બીએમડબલ્યુની ભારતમાં ટોપ 11 કાર્સ
આ પણ વાંચોઃ- ભારતમાં રોડ ટ્રિપ દરમિયાન યાદ રાખવા જેવી 11 બાબતો
આ પણ વાંચોઃ- ગિક્સર, એફઝેડ, સીબી ટ્રિગર કે એક્સ્ટ્રીમઃ કોના પર ઠરશે નજર

ડ્રાઇવરે કેવી રીતે બેસવું
કાર ડ્રાઇવિંગ વખતે ડ્રાઇવરની પોઝિશન વ્યવસ્થિત હોવી જરૂરી છે. કારણ કે કારમાં મુસાફરી કરી રહેલા લોકોની જવાબદારી તેના માથે હોય છે. ડ્રાઇવરે એ પ્રકારે બેસવું જોઇએ કે જેથી તેના શરીરને કોઇપણ પ્રકારનો વધારે સ્ટ્રેચ ન મળે. એ માટે તેણે પોતાની સ્થિતિ અનુસાર સીટને એડજેસ્ટ કરી લેવી જોઇએ. તેમજ બ્રેક પેડલ પર તેનો પગ વ્યવસ્થિત રીતે રહી શકે છેકે નહીં તે પણ ચકાસી લેવું જોઇએ. તેના પગ સ્ટીયરિંગને ન અડે તેની કાળજી રાખવી જોઇએ તેમ જ હાથને પણ એ પ્રકારે વાળેલા રાખવા જોઇએ, જેથી તે સહેલાયથી કારને ડ્રાઇવ કરી શકે.

રીયર વ્યૂ મિરર્સ
રીયર વ્યૂ મિરર્સને એવી રીતે સેટ કરવા જોઇએ કે કારની પાછળની વિન્ડોની બહારનું દ્રશ્ય તમે સારી રીતે નિહાળી શકો ના કે પાછળ બેસેલા પેસેન્જર્સને. આ સાથે જ કારના સ્ટીયરિંગ્સને પણ 3 ટૂ 9 ઓ'ક્લોક પોઝિશનમાં ગોઠવવું જોઇએ જેથી કરીને તમે કાર પર સરળતાથી કન્ટ્રોલ કરી શકો અને કોઇ અકસ્માત સર્જાય તો એરબેગ્સ ખુલવામાં કોઇ મુશ્કેલી ન નડે.

વિંગ મિરર્સ
વિંગ મિરર્સને એ પ્રમાણે સેટ કરવા જોઇએ કે જેથી તમારી પાછળ આવી રહેલા વાહનને તમે સરળતા અને સ્પષ્ટપણે નિહાળી શકો. સામાન્ય રીતે કારમાં વિંગ મિરર્સને યોગ્ય રીતે ગોઠવવામાં આવતા નથી હોતા, તેથી અનેક સમસ્યાનો સામનો કાર ચલાવતી વખતે થતો હોય છે, ખાસ કરીને ઓવર ટેક કરતી વખતે. તેમજ હાઇટ પણ એ પ્રકારે સેટ કરવી જોઇએ જેથી તમારી કારનું પાછળનું દ્રશ્ય તમે સારી રીતે જોઇ શકો.

કો ડ્રાઇવર
કારમાં ડ્રાઇવરની બાજુની સીટમાં બેસનાર વ્યક્તિએ ક્યારેય સુવાનો પ્રયત્ન ન કરવો જોઇએ, તેનાથી ડ્રાઇવરનું ધ્યાન ભટકી શકે છે. તેમજ બેસતી વખતે તમે યોગ્ય રીતે બેસી શકો છો કે નહીં તેનું પણ ધ્યાન રાખવું જોઇએ આ ઉપરાંત પાછળની સીટ પર બેસેલા લોકોને પગ રાખવાની પુરતી જગા મળે છેકે નહીં તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઇએ.

બેક સીટ પર કેવી રીતે બેસવુ
તમે બેક સીટમાં બેઠા છો તે કોઇ મહત્વ ધરાવતું નથી. જો તમારી કારમાં સીટ બેલ્ટની સુવિધા આપવામાં આવી હોય તો તેને ચોક્કસપણે પહેરવી જોઇએ. તેમજ ઘણાને આદત હોય છેકે ડ્રાઇવરની પાછળ બેઠા હોય ત્યારે તે પોતાના પગ ડ્રાઇવરની સીટને અડાડતા હોય છે, તેનાથી ડ્રાઇવરને અસુવિધા ઉત્પન્ન થતી હોય છે, જે નુક્સાનકારક સાબિત થઇ શકે છે. આ ઉપરાંત એવું કંઇ ન કરવું જોઇએ જેનાથી ડ્રાઇવરનું ધ્યાન અકેન્દ્રિત થાય.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી






Click it and Unblock the Notifications
