આજની કારના પાંચ અનનેસેસરી સ્ટાઇલિંગ ટ્રેન્ડ્સ
આજના આધુનિક સમયમાં ઓટોમોબાઇલ સેક્ટર પણ ઘણો જ આધુનિક થઇ ગયો છે, આપણને ઓટો બજારમાં લોન્ચ કરવામાં આવતી વિવિધ કાર્સમાં એવી અનેક બાબતો જોવા મળતી હશે જે આકર્ષક અને પહેલાની કારની સરખામણીએ ઘણી સારી હોય પરંતુ એવી ઘણી બધી બાબત છે, જે પહેલાની કારમાં કોઇ ચોક્કસ કારણ માટે રાખવામાં આવી હતી, પરંતુ આજની કાર્સમાં તેનો ઉપયોગ સારો દેખાવ આપવા માટે કરવામાં આવી રહ્યો છે.
દેખાવની દ્રષ્ટિએ જોવામાં આવે તો તે કારના લૂકમાં વધારો કરે છે, પરંતુ મેકેનિકલી જોવામાં આવે તો તેની કોઇ જરૂરિયાત જણાતી નથી. આજે અમે અહીં એવી જ કેટલીક વસ્તુઓ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ જેને કારણ વગર કાર્સમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેને મેકેનિકલી રીતે જોઇએ તો અનનેસેસરી કહેવામાં આવે છે. તો ચાલો તસવીરો થકી એ પાંચ બાબતોને જાણીએ.

ફેક ફેન્ડર વેન્ટ્સ
ફેન્ડર એ કોઇ નવી વસ્તુ નથી. 1948માં ફ્રન્ટ ફેન્ડર્સ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ બધી જ કારમાં મોટાભાગે એ જોવા મળે છે. પરંતુ 1996થી લઇને અત્યારસુધીમાં ફન્ડર ફેક ટ્રેન્ડ શરૂ થયો છે. બીએમડબલ્યુ ઝેડ3 નોનફક્શનલ છે, પરંતુ તેમાં કોન્વિન્સિંગ ગ્રીલ્સ છે. દેખાવ અનુસાર આવા ટ્યૂનરને આયાત પણ કરવામાં આવે છે. હવે ડિઝાઇનર્સ કારમાં ફેન્ડર પર વેન્ટ્સ આપવાનું ભુલી રહ્યાં નથી, પરંતુ તેમાંથી મોટાભાગના યોગ્ય વેન્ટિલેશન આપતા નથી, ત્યારે નવી કારમાં આ પ્રકારના વેન્ડર્સની જરૂર શા માટે જણાઇ રહી છે.

ઓટોમેટિક શિફ્ટર્સ
હાલ મોટાભાગની કાર્સમાં ઓટોમેટિક શિફ્ટર આપવામાં આવી રહ્યાં છે અને ટૂંક સમયમાં અનેક એવી કાર્સ લોન્ચ પણ થવાની છે, પરંતુ છેલ્લા એક દશકા પર નજર ફેરવવામાં આવે તો ઓટોમેટિક શિફ્ટર્સ કાર્સ કોઇ મોટો બદલાવ લાવી શકી નથી. નવી કાર્સમાં શિફ્ટને કોમ્પ્યુટર મોડ્યુલમાં ફીટ કરવામાં આવી રહ્યું છે. જેને નવું ગીયર સિલેક્ટર લેઆઉટ કહીં શકાય. જેમાં બટન્સ, રોટરી નોબ્સ અથવા જોઇસ્ટિક. જેના કારણે ગીયર સ્ટીક પોઇન્ટલેસ લાગે છે, તેમ છતાં આપણને અનેક ઓટોમોટિક કાર્સમાં એ જોવા મળી રહે છે.

કારણ વગર આગળની ગ્રીલનો ઉપયોગ
સામાન્ય રીતે 1970માં આવેલી કાર્સમાં મસ્કુયલર્સ કાર્સમાં એન્જીને ઠંડુ રાખવા માટે ગ્રીલનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેથી કાર્સનું એન્જીન વધારે ગરમ ન થાય અને તેને ઠંડી હવા મળી રહે, પરંતુ આજના સમયમાં કાર્સમાં વધુ એફિસિઅન્સ કૂલિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે કારની આગળની સાઇડમાં મેકેનિકલી રીતે આવી લાંબી અને મોટી ગ્રીલની કોઇ જરૂર જણાતી નથી, પરંતુ કારને મસ્ક્યુલર દેખાવ આપવા માટે હાલ તેનો ઉપયોગ વધારે કરવામાં આવી રહ્યો છે.

પાછળની ટેલલાઇટ્સ
કારની પાછળના દેખાવને વધુ સારો બનાવવા માટે કાર્સમાં વિવિધ પ્રકારની ટેલ લાઇટ લગાવવામાં આવે છે. જેમાં બધી જ લાઇટ એક સરખી હોય છે. સામાન્ય રીતે પાછળની લાઇટના બલ્બ પણ ઘણા જ મહત્વના હોય છે અને તેમાં બ્રેક, નાઇટ વિઝન વિગેરેની લાઇટ અલગ અલગ હોય છે. પરંતુ હાલના સમયમાં દરેક પ્રકારની લાઇટ્સમાં લાલ કલરની લાઇટ્સનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ડેશબોર્ડમાં વધુ પડતી લાઇટ્સ
પહેલાની કાર્સમાં ડીઆરએલ લાઇટ્સનો ઉપયોગ એટલા માટે કરવામાં આવતો હતો કે જેથી નાઇટ વિઝન અથવા તો ડાર્ક વિઝ્યુઅલમાં ડ્રાઇવર તેનો ઉપયોગ કરી શકે, પરંતુ આજની કારમાં ડેશબોર્ડને વધુ આકર્ષક બનાવવા માટે આવી ઘણી બધી લાઇટ્સનો ઉયપોગ કરવામાં આવે છે, જેના કારણે નાઇટ વિઝન વખતે વાતાવરણ ડાર્ક થઇ ગયું હોય ત્યારે પણ કારમાં ચોવિસ કલાક ચાલુ રહેતી ડેશબોર્ડ લાઇટના કારણે ડ્રાઇવર હેડલાઇટને વહેલી ચાલું કરવાનું ચૂકી જાય છે. ક્યારેક બહારનું ખાસ કરીને આગળનું દ્રશ્ય આછું દેખાવાના કારણે અકસ્માતની શક્યતા પણ વધી જાય છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
