For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોટ સન્ની અને કૂલ અપ્રીલિયાનો ઝલવો

By Super
|
Google Oneindia Gujarati News

બૉલીવુડ તરફ પોતાની અદાના વહેણને વાળનારી જાણીતી પોર્ન સ્ટાર સન્ની લિયોનએ ભારતીય બજારમાં ઉતરેલી ઇટલીની જાણીતી બાઇક નિર્માતા કંપની અપ્રીલિયાની બાઇક રેન્જને તાજેતરમાં બેંગ્લોરમાં રજૂ કરી છે. ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી અપ્રીલિયાની બાઇક્સ સાથે સન્નીએ માહોલને વધુ હોટ કરી દીધો હતો.

તમને જણાવી દઇએ કે, કંપનીએ થોડા સમય પહેલા જ બૉલીવુડના હંક જોન અબ્રાહમને પોતાની શાનદાર બાઇક આરએસવી4ને ભેંટ સ્વરૂપે આપી હતી. કંપનીએ બેંગ્લોરમાં પોતાની બાઇકના વિશાળ રેન્જને રજૂ કરી છે. સાથે જ સન્ની લિયોનના લટકાં-ઝટકાંએ લોન્ચિંગ સ્ટેજને વધુ રોમાંચક બનાવી દીધી હતી. નોંધનીય છે કે ભારતીય બજારમાં હેવી સીસી એન્જીન ક્ષમતા ધરાવતી બાઇકનું ચલણ વધી રહ્યું છે, તેને જોતા કંપનીને પોતાની આ બાઇક પર ઘણી આશા છે. તો ચાલો તસવીરો થકી જોઇએ સન્ની લિયોન અને અપ્રીલિયાના શાનદાર ઝલવા.

હોટ સન્ની લિયોન અપ્રીલિયા બાઇક સાથે

હોટ સન્ની લિયોન અપ્રીલિયા બાઇક સાથે

આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને તસવીરોમાં જૂઓ હોટ સન્ની લિયોન અને અપ્રીલિયાનો ઝલવો.

ભારતીય બજારમાં પહેલીવાર કોઇ પોર્ન સ્ટારે લોન્ચ કરી બાઇક

ભારતીય બજારમાં પહેલીવાર કોઇ પોર્ન સ્ટારે લોન્ચ કરી બાઇક

તમને જણાવી દઇએ કે, હાલના સમયે અપ્રીલિયા સેલિબ્રિટી પાસે પોતાની બાઇક્સને રજૂ કરાવવા પર વધારે ધ્યાન આકર્ષિત કરવામાં લાગ્યા છે. જો કે, ભારતીય બજારમાં આવું પહેલીવાર બન્યુ છે કે, જ્યારે કોઇ બાઇકનું લોન્ચિંગ કોઇ પોર્ન સ્ટાર દ્વારા કરવામાં આવ્યું હોય.

ભારતીય દર્શકોમાં સન્ની ઘણી લોકપ્રિય

ભારતીય દર્શકોમાં સન્ની ઘણી લોકપ્રિય

ભારતીય દર્શકોમાં સન્ની લિયોન ઘણી લોકપ્રિય છે, સાથે જ ગુગલ દ્વારા રજૂ કરવામાં આવેલા ડેટા અનુસાર સન્ની લિયોન ભારતીયો દ્વારા સૌથી વધુ સર્ચ કરવામાં આવી રહેલો કીવર્ડ બની ગયો છે.

કંપની ઉઠાવવા માગે છે સન્નીની લોકપ્રિયતાનો લાભ

કંપની ઉઠાવવા માગે છે સન્નીની લોકપ્રિયતાનો લાભ

કંપની સન્નીની આ લોકપ્રિયતાનો લાભ મેળવવામાં પ્રયત્નો કરી રહી છે. તમને જણાવી દઇએ કે, કંપનીએ આ નવા શોરૂમની શરૂઆત દરમિયાન પોતાની બાઇક્સના સંપૂર્ણ રેન્જને લોન્ચ કર્યો છે.

આરએસવી4 કંપનીની સૌથી વધુ વેચાતી બાઇક્સ

આરએસવી4 કંપનીની સૌથી વધુ વેચાતી બાઇક્સ

અપ્રીલિયા આરએસવી4 કંપની તરફથી સૌથી વધુ વેચાતી બાઇકમાની એક છે. જાણકારોનું માનવું છેકે, આ વિશ્વની સૌથી શાનદાર સ્પોર્ટ બાઇક છે.

184 હોર્સ પાવરની શાનદાર શક્તિ

184 હોર્સ પાવરની શાનદાર શક્તિ

કંપનીએ અપ્રીલિયા આરએસવી4માં 999.6 સીસીની ક્ષમતાના દમદાર આરએસવી4 એન્જીનનો પ્રયોગ કર્યો છે. જે બાઇકને 184 હોર્સ પાવરની શાનદાર શક્તિ પ્રદાન કરે છે.

વિશ્વની સૌથી ફાસ્ટ બાઇકમાની એક

વિશ્વની સૌથી ફાસ્ટ બાઇકમાની એક

નોંધનીય છે કે, અપ્રીલિયા આરએસવી4 કુલ વજન 184 કિલોગ્રામ છે અને પોતાના સેગ્મેન્ટમાં બાઇક વિશ્વની સૌથી ફાસ્ટ બાઇકમાની એક છે.

આંખના પલકારામાં થઇ જાય છે ઓઝલ

આંખના પલકારામાં થઇ જાય છે ઓઝલ

આ બાઇકની સ્પીડ જાણીને તમે નક્કી દંગ રહી જશો. જીહાં, તમારી આંકના પલકારામાં આ બાઇક આંખો સામેથી ઓઝલ થઇ જાય છે.

ત્રણ સેકન્ડમાં 100 કિમીની ઝડપ

ત્રણ સેકન્ડમાં 100 કિમીની ઝડપ

કંપનીએ દાવો કર્યો છે કે નવી એપ્રીલિયા આરએસવી4 માત્ર 3 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે.

બાઇક ઉપરાંત સ્કૂટર પણ કર્યું લોન્ચ

બાઇક ઉપરાંત સ્કૂટર પણ કર્યું લોન્ચ

કંપનીએ પોતાની સ્પોર્ટ બાઇક ઉપરાંત પોતાનું શાનદાર સ્કૂટર અપ્રીલિયા એસઆરવી 850ને પણ લોન્ચ કર્યું છે.

આકર્ષક લુક અને દમદાર એન્જીન

આકર્ષક લુક અને દમદાર એન્જીન

ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલા આ સ્કૂટરને જોઇને તમે તમારી જાતને તેની એક રાઇડ લેતા નહીં રોકી શકો.

વિશ્વનું સૌથી ફાસ્ટ સ્કૂટર

વિશ્વનું સૌથી ફાસ્ટ સ્કૂટર

તમને જણાવી દઇએ કે અપ્રીલિયા એસઆરવી 850 વિશ્વનું સૌથી ફાસ્ટ સ્કૂટર છે. આમ તો આ એક સ્કૂટર છે પણ સહેલાયથી ગલીઓમાં ચલાવી શકાય તેમ નથી.

સ્કૂટરમાં 76 હોર્સપાવરની શક્તિ

સ્કૂટરમાં 76 હોર્સપાવરની શક્તિ

નોંધનીય છે કે, કંપનીએ અપ્રીલિયા એસઆરવી 850માં 839 સીસીની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કર્યો છે, જે સ્કૂટરને 76 હોર્સપાવરની શક્તિ પ્રદાન કરે છે.

શહેર કરતા લોંગ ડ્રાઇવ માટે સારું છે આ સ્કૂટર

શહેર કરતા લોંગ ડ્રાઇવ માટે સારું છે આ સ્કૂટર

જો કે, શહેરી ટ્રાફિક માટે અપ્રીલિયા એસઆરવી 850 થોડું મુશ્કેલ સ્કૂટર છે, પરંતુ લોંગ ડ્રાઇવ માટે આ સ્કૂટરનો કોઇ જવાબ નથી.

કંપનીની કસ્ટમ ક્રૂઝ બાઇક

કંપનીની કસ્ટમ ક્રૂઝ બાઇક

પોતાના સ્કૂટર અને સ્પોર્ટ બાઇક ઉપરાંત કંપનીએ આ ઇવેન્ટ દરમિયાન પોતાની શાનદાર મોટો ગુજી કેલિફોર્નિયા 1400 કસ્ટમ ક્રૂઝ બાઇકને પણ લોન્ચ કરી.

આકર્ષક લુક અને દમદાર એન્જીન

આકર્ષક લુક અને દમદાર એન્જીન

ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી આ બાઇકને કંપનીએ કસ્ટમાઇઝ કરી છે. જે આ બાઇકને વધુ સારી બનાવે છે.

1399 સીસીની ક્ષમતાનુ એન્જીન

1399 સીસીની ક્ષમતાનુ એન્જીન

તમને જણાવી દઇએ કે અપ્રીલિયા મોટો ગુજી કેલિફોર્નિયા 1400માં કંપનીએ 1399 સીસીની ક્ષમતાના ટ્વીન એન્જીનનો ઉપયોગ કર્યો છે. જે બાઇકને 96 હોર્સપાવરની શક્તિ પ્રદાન કરે છે.

બાઇકની ફ્યૂએલ ટેન્ક

બાઇકની ફ્યૂએલ ટેન્ક

અપ્રીલિાય મોટો ગુજી કેલિફોર્નિયા 1400ની લંબાઇ 2445 એમએમ છે. આ ઉપરાંત આ બાઇકમાં 20.5 લીટરની ક્ષમતાની શાનદાર ફ્યૂએલ ટેન્કનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

 184 હોર્સ પાવરની શાનદાર શક્તિ

184 હોર્સ પાવરની શાનદાર શક્તિ

કંપનીએ અપ્રીલિયા આરએસવી4માં 999.6 સીસીની ક્ષમતાના દમદાર આરએસવી4 એન્જીનનો પ્રયોગ કર્યો છે. જે બાઇકને 184 હોર્સ પાવરની શાનદાર શક્તિ પ્રદાન કરે છે.

મોટો ગુજી ગ્રીસો 8વી એસઇ બાઇક

મોટો ગુજી ગ્રીસો 8વી એસઇ બાઇક

કંપનીએ પોતાની મોટો ગુજી ગ્રીસો 8વી એસઇ બાઇકને પણ લોન્ચ કરી. એવા યુવાનો જે સ્ટ્રીક બાઇકિંગના ક્રેઝી છે, તેમના માટે આ બાઇક ઘણી જ શાનદાર છે.

110 હોર્સ પાવરની શક્તિ

110 હોર્સ પાવરની શક્તિ

અપ્રીલિયાએ મોટો ગુજી ગ્રીસો 8વી એસઇમાં 1151 સીસીની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કર્યો છે. જે બાઇકને 110 હોર્સ પાવરની શક્તિ પ્રદાન કરે છે.

હેડલાઇટને શાનદાર માસ્ક કવર

હેડલાઇટને શાનદાર માસ્ક કવર

કંપનીએ આ બાઇકની હેડલાઇટને શાનદાર માસ્કથી કવર કર્યું છે, જે બાઇકને એક બેડબોય જેવો લુક પ્રદાન કરે છે.

બેંગ્લોર સ્થિત ટૂઆનો મોટર્સમાં લોન્ચિંગ

બેંગ્લોર સ્થિત ટૂઆનો મોટર્સમાં લોન્ચિંગ

બેંગ્લોર સ્થિત ટૂઆનો મોટર્સે અપ્રીલિયાએ આ શાનદાર બાઇક રેન્જને રજૂ કરતી વખતે કટેલીક બાઇકના ઓર્ડર પણ મળી ગયા છે.

 ભારતીય બજારમાં હેવી સીસી એન્જીન ક્ષમતાની બાઇકનો ક્રેઝ

ભારતીય બજારમાં હેવી સીસી એન્જીન ક્ષમતાની બાઇકનો ક્રેઝ

ભારતીય બજારમાં હેવી સીસીની એન્જીન ક્ષમતાની બાઇકનો ક્રેઝ ઘણો ઝડપથી વધી રહ્યો છે. કદાચ એ જ કારણ છે કે અનેક વાહન નિર્માતા કંપનીઓ ભારતીય બજારમાં પોતાની શાદનાર બાઇકને રજૂ કરવામાં લાગેલા છે.

કંપની ઉઠાવવા માગે છે સન્નીની લોકપ્રિયતાનો લાભ

કંપની ઉઠાવવા માગે છે સન્નીની લોકપ્રિયતાનો લાભ

કંપની સન્નીની આ લોકપ્રિયતાનો લાભ મેળવવામાં પ્રયત્નો કરી રહી છે. તમને જણાવી દઇએ કે, કંપનીએ આ નવા શોરૂમની શરૂઆત દરમિયાન પોતાની બાઇક્સના સંપૂર્ણ રેન્જને લોન્ચ કર્યો છે.

English summary
Sunny Leone unveils Aprilia's bike range in Bangalore. Aprilia & Moto Guzzi dealership Tuono Motors in Bangalore launched Aprilia RSV4, SRV 850 Moto Guzzi California 1400 Custom Griso 8V SE Sunny Leone at Tuono Motors.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X