જાણો, પરિણીતીએ લોન્ચ કરેલા સ્કૂટરમાં શું છે ખાસ
ભારતીય બજારમાં એક લાંબા સમયથી એકથી એક ચઢિયાતા અને શાનદાર વાહનોની રેન્જ કરનારી જાપાનની પ્રમુખ ટૂવ્હીલર વાહન નિર્માતા કંપની સુઝુકીએ દેશના રસ્તા પર પોતાની શાનદાર સ્કૂટર લેટ્સને લોન્ચ કર્યું છે. જે તાજેતરમાં મુંબઇમાં એક કાર્યક્રમ દરમિયાન બૉલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. ઘમા જ આકર્ષક લુક અને શાનદાર એન્જીન ક્ષમતાથી સજેલું આ નવું સ્કૂટરને કંપનીએ માત્ર પ્રદર્શિત કર્યું છે.
તમને જણાવ્યું કે, મુંબઇમાં આયોજીત એક સમારોહ દરમિયાન સુઝુકીએ એક સાથે બે વાહનો રજુ કર્યાં છે. કંપનીએ પોતાની નવી મોટરસાઇકલ જિક્સર સાથે લેટ્સ સ્કૂટરને બજારમાં ઉતારવામાં આવ્યું છે. 110 સીસીની ક્ષમતાના આ સ્કૂટરને બજારમાં ઉતારનારી કંપનીએ પોતાના સ્કૂટર રેન્જમાં વધારો કર્યો છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ સુઝુકીના આ નવા સ્કૂટર અંગે.

સ્કૂટરનું એન્જીન
તમને જણાવી દઇએ કે, કંપનીએ આ બાઇકમાં 112.8 સીસીની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કરે છે. જો કે, સ્કૂટરને 8.7 બીએચપીની શક્તિ પ્રદાન કરે છે. નોંધનીય છે કે, કંપનીએ આ સ્કૂટરમાં જે એન્જીનનો ઉપયોગ કર્યો છે, જેમાં સુઝુકી ઇકો પરફોર્મન્શ ટેક્નિકનો પ્રયોગ કર્યો છે. જે સ્કૂટરને સારી માઇલેજ પ્રદાન કરે છે.

સ્કૂટરની માઇલેજ
સુઝુકી ઇન્ડિયાનો દાવો છે કે, આ સ્કૂટર લેટ્સ 63 કિ.મી પ્રતિ કલાકનું માઇલેજ પ્રદાન કરશે. આ સેગ્મેન્ટના સ્કૂટર્સની તુલનામાં તેનું માઇલેજ ઘણું જ છે.

સુઝુકી લેટ્સનો આકાર
સારા માઇલેજની સાથે આ બાઇકમાં દમદાર એન્જીનનો સમાવેશ, સાથે જ સ્કૂટરનો આકાર પણ તેને ખાસ બનાવી દે છે. સુઝુકી લેટ્સનો આકર.
લંબાઇ- 1810 એમએમ
પહોળાઇ- 660 એમએમ
ઉંચાઇ-1120 એમએમ
વ્હીલબેસ-1250 એમએમ

શાનદાર સીટિંગ
તમને જણાવી દઇએ કે કંપનીએ આ સ્કૂટરમાં શાનદાર સીટિંગ માટે તેની સીટની ઉંચાઇને ઘણી જ સંતુલિત રાખી છે. સુઝુકી લેટ્સની બેઠકની ઉંચાઇ લભગગ 765 એમએમછે. આ ઉપરાંત આ સ્કૂટરનું કુલ વજન 98 કિ.મી છે.

સહેલાયથી કરી શકો છો ડ્રાઇવ
વજન ઓછું હવાના કારણે આ સ્કૂટરને સહેલાયથી ડ્રાઇવ કરવામાં આવી શકે છે. આ સ્કૂટરમાં કંપનીએ 5.2 લીટરની ફ્યૂલ ટેન્ક સામેલ કરવામાં આવી છે.

યુવાનોને ધ્યાનમાં રાખી બનાવાયુ છે સ્કૂટર
સુઝુકીએ પોતાના આ સ્કૂટરને ખાસ કરીને યુવાનોને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે. કોલેજ જનારા યુવાનો માટે સુઝુકી લેટ્સ એક શાનદાર સ્કૂટર છે. આ ઉપરાંત આ એક આદર્શ સિટી સ્કૂટર તરીકે પણ ઘણુ જ શાનદાર સાબિત થશે.

હોન્ડા એક્ટિવા જેવા સ્કૂટર સાથે ટક્કર
સુઝુકી લેટ્સ દેશના રસ્તા પર પહેલાથી ઉપસ્થિત યામાહા રે અને હોન્ડા એક્ટિવા જેવા સ્કૂટર્સને કપરી ટક્કર આપશે. આ ઉપરાંત કંપનીએ આ સ્કૂટરમાં વધુમાં વધુ ફાઇબરનો પ્રયોગ કર્યો છે, જેથી સ્કૂટરની લાગત મૂલ્યને ઓછું રાખવામાં આવી શકે.












Click it and Unblock the Notifications
